મધર્સ ડે પર શ્રીદેવીને યાદ કરીને ઈમોશનલ થઈ જાન્હવી અને ખુશી કપૂર, બંનેએ શેર કરી માતા સાથેની કેટલીક તસવીરો, જુવો તમે પણ

બોલિવુડ

દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે આખી દુનિયા મધર્સ ડે સેલિબ્રેટ કરે છે. દરેક વ્યક્તિ આ દિવસે તેમની માતાને યાદ કરે છે. બધાં તેમની માતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. શું ખાસ અને શું સામાન્ય બધા માટે માઁ ખૂબ મહત્વ હોય છે. તાજેતરમાં જ દુનિયાએ મધર્સ ડે સેલિબ્રેટ કર્યો છે. આ દિવસે સામાન્ય લોકોથી લઈને ટીવી અને બોલીવુડ સ્ટાર્સે પણ પોતાની માતાને યાદ કરી છે.

આ લિસ્ટમાં અભિનેત્રી જાન્હવી કપૂરનું નામ પણ શામેલ છે. જેમણે મધર્સ ડે પર પોતાની દિવંગત માતા અને અભિનેત્રી શ્રીદેવીને ઈમોશનલ થઈને યાદ કરી છે અને તેની કેટલીક તસવીરો પણ શેર કરી છે. અભિનેત્રી જાન્હવીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં, તેમણે તેમની માતા શ્રીદેવી સાથે પસાર કરેલી ક્ષણોને યાદ કરી છે. આ તસવીરોમાં તેની કેટલીક ન જોઈ હોઈ તેવી તસ્વીર પણ છે.

આમાંથી એક તસવીરમાં શ્રીદેવી અને બોનીએ પુત્રી જાન્હવીને ખોળામાં ઉઠાવી છે. આ તસવીરમાં જાહ્નવી ખૂબ જ નાની જોવા મળી રહી છે. આ સાથે જ બીજી તસ્વીરમાં જાન્હવીએ માત્ર શ્રીદેવીની તસવીર શેર કરી છે. બીજી તસવીરમાં તેની માતા શ્રીદેવી બહારના વાતાવરણની મજા માણતી જોવા મળી રહી છે. ત્રીજી તસવીરમાં જાન્હવી અને શ્રીદેવી એક સાથે સોફા પર બેઠેલી જોવા મળી રહી છે.

તે તસવીરમાં બંને સ્માઈલ આપી રહ્યા છે. શ્રીદેવીની પુત્રી જાહ્નવીએ એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. મારી માઁ, જાન્હવીનું આ કેપ્શન જોઈને સ્પષ્ટ થાય છે કે આ પ્રસંગે તે પોતાની માતાને કેટલી યાદ કરી રહી છે. આ સાથે જાન્હવીએ તેની માતાની બાળપણની તસવીર પણ શેર કરી છે. તેમાં શ્રીદેવી તેના માતાપિતા સાથે બેઠેલી છે. શ્રીદેવીના બાળપણની તસવીર જોઈને કોઈ કહી શકતું નથી કે તે શ્રીદેવી છે કે જાન્હવી.

જાન્હવી ઉપરાંત તેની નાની બહેન ખુશી કપૂરે પણ ખૂબ જૂની તસવીર શેર કરી છે. પહેલી તસવીરમાં નાની માસૂમ ખુશી કપૂર તેની માતા શ્રીદેવીની ખોળામાં બેઠેલી જોવા મળે છે, જ્યારે તેની બહેન જાન્હવી કપૂર તેની પાસે બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે જ આ વાયરલ તસવીરમાં ખુશી કપૂર અને શ્રીદેવી એકબીજા સાથે કંઇક બોલતા જોવા મળે છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીએ 24 ફેબ્રુઆરી 2018 ના રોજ દુબઈમાં 54 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. આજે તેમણે આ દુનિયાને અલવિદા કહ્યું તેને 3 વર્ષ થઈ ગયા છે. શ્રીદેવી તેની બંને પુત્રીઓ જાહ્નવી અને ખુશી કપૂરની ખૂબ નજીક હતી. શ્રીદેવી જાહ્નવીને લઈને વધુ ચિંતિત રહેતી હતી. 24 ફેબ્રુઆરી, 2018 ના રોજ દુબઈની હોટલમાં બાથટબમાં ડૂબી જવાથી શ્રીદેવીનું અચાનક મોત નીપજ્યું હતું. દુબઇમાં તે લગ્નમાં શામેલ થવા માટે ગઈ હતી.