25 વર્ષની ઉંમરમાં જાન્હવી એ બનાવી લીધી છે આટલા અધધધ કરોડની સંપત્તિ, એક ફિલ્મ માટે લે છે આટલી અધધધ ફી

બોલિવુડ

દિવંગત અને દિગ્ગ્ઝ અભિનેત્રી શ્રીદેવી અને લોકપ્રિય ફિલ્મ નિર્માતા બોની કપૂરની લાડલી જાન્હવી કપૂર આજે (6 માર્ચ) 25 વર્ષની થઈ ગઈ છે. જાન્હવી કપૂરનો જન્મ 6 માર્ચ 1997ના રોજ મુંબઈમાં થયો હતો. જાન્હવી શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી છે. માતાની જેમ જાન્હવીએ પણ ફિલ્મી દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી

જણાવી દઈએ કે જાન્હવી ફિલ્મી દુનિયામાં ખૂબ ઓછા સમયમાં જ ખૂબ જ લોકપ્રિય થઈ ચુકી છે. તે અવારનવાવાર ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ તેને લાખો-કરોડોની સંખ્યામાં લોકો ફોલો કરે છે. વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી જાન્હવીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી. જાન્હવીની પહેલી જ ફિલ્મ હિટ રહી હતી.

જાહ્નવી કપૂરની ઉંમર માત્ર 25 વર્ષ છે અને આ ઉંમરમાં જ સારું નામ કમાવવાની સાથે તેણે ઘણી સંપત્તિ પણ કમાઈ લીધી છે. તે આજે કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જાન્હવી કપૂર લગભગ 58 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. તે એક લક્ઝરી લાઈફ જીવવી પસંદ કરે છે.

જાન્હવી પાસે સુખ-સુવિધાની દરેક ચીજ છે. જાન્હવીની ગણતરી હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રીઓમાં થાય છે. સાથે જ અભિનેત્રીની ફી વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે જાન્હવી એક ફિલ્મ માટે 5 કરોડ રૂપિયા ફી તરીકે લે છે. જાન્હવીની કમાણીનું માધ્યમ ફિલ્મોની સાથે જ એન્ડોર્સમેન્ટ અને મોડલિંગ પણ છે.

શ્રીદેવી ઈચ્છતી ન હતી કે જાન્હવી અભિનેત્રી બને: પોતાની માતાની જેમ જાન્હવીએ પણ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું હતું. ઘરમાં શરૂઆતથી જ ફિલ્મી વાતાવરણ હોવાને કારણે જાન્હવીએ પણ ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું. તે પોતાની માતાની જેમ મોટી અભિનેત્રી બનવા ઈચ્છે છે, જો કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે શ્રીદેવી તેની પુત્રીને અભિનેત્રી બનાવવા ઈચ્છતી ન હતી, પરંતુ શ્રીદેવીનું સ્વપ્ન પુત્રી જાન્હવીને ડોક્ટર બનાવવાનું હતું.

માતાની ખૂબ જ નજીક હતી જાન્હવી: જાન્હવી કપૂરમાં, દર્શકો તેની માતા શ્રીદેવીની છબી જુવે છે. શ્રીદેવી અને જાન્હવી વચ્ચે ખૂબ જ મજબૂત બોન્ડિંગ હતો. જાન્હવી તેની માતાની ખૂબ જ નજીક હતી અને તે તેને ખૂબ પ્રેમ કરતી હતી. સાથે જ શ્રીદેવીને પણ જાન્હવી સાથે ખૂબ લગાવ હતો.

જાન્હવી કપૂર પોતાના પરિવાર સાથે મુંબઈના પોશ વિસ્તાર લોખંડવાલામાં રહે છે. જાન્હવીનું લોખંડવાલામાં સી ફેસિંગ ખૂબ જ સુંદર અને લક્ઝરી ઘર છે, જેની કિંમત કરોડોમાં છે.

જાન્હવી કપૂરની એક નાની બહેન પણ છે જેનું નામ ખુશી કપૂર છે. ખુશી પણ ટૂંક સમયમાં હિન્દી સિનેમામાં પગ મુકવા જઈ રહી છે. સાથે જ જાન્હવીના બે સાવકા ભાઈ-બહેન પણ છે. અભિનેતા અર્જુન કપૂર અને અંશુલા કપૂર જાન્હવીના સાવકા ભાઈ-બહેન છે. જો કે શ્રીદેવીના નિધન પછી દરેક સગા ભાઈ-બહેન જેવો સંબંધ રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

જાન્હવી એ આ રીતે સેલિબ્રેટ કર્યો 25 મો જન્મદિવસ: જાન્હવી કપૂરે પોતાનો 25મો જન્મદિવસ ખૂબ જ સુંદર સ્ટાઈલમાં સેલિબ્રેટ કર્યો. સોશિયલ મીડિયા પર જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. ગઈકાલે, 5 માર્ચે, જાન્હવી એરપોર્ટ પર જોવા મળી અને પૈપરાઝીએ અભિનેત્રીને કેક આપીને આશ્ચર્યચકિત કરી દીધી. અભિનેત્રીએ એરપોર્ટ પર જ જન્મદિવસની કેક કાપી હતી અને પૈપરાઝી સાથે જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ‘ધડક’થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરનાર જાન્હએ ત્યાર પછી ‘ધ કારગિલ ગર્લ’, ‘ગુંજન સક્સેના’, ‘ગુડ લક જેરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આગામી દિવસોમાં તે ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને ‘તખ્ત’ નામની ફિલ્મોમાં જોવા મળશે.