વર્ષ 2020માં શરૂ થયેલી સીરિયલ ‘અનુપમા’એ ટૂંક સમયમાં જ દર્શકોના દિલમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી હતી. આ સિરિયલ ટીવીની નંબર વન સિરિયલ બની ચુકી છે. સાથે જ તેમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળતી અભિનેત્રી રૂપાલી ગાંગુલી પણ ટીવીની નંબર વન અભિનેત્રી બની ચુકી છે.
જણાવી દઈએ કે ‘અનુપમા’માં અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે. તેની લોકપ્રિયતા અને સફળતા કોઈથી છુપાઈ નથી. અનુપમા સાથે રૂપાલી એ લાંબા સમય પછી ટીવી પર કમબેક કર્યું છે અને તેનું કમબેક સફળ રહ્યું છે. અનુપમાએ પોતાની એક્ટિંગથી દરેકના દિલ જીતી લીધા છે.
ઘર-ઘરમાં રૂપાલી લોકપ્રિય બની ચુકી છે. જણાવી દઈએ કે રૂપાલીની ઓળખ બોલીવુડમાં પણ છે. તે એક સમયે બોલિવૂડમાં પણ કામ કરી ચુકી છે. તેના પિતા ડિરેક્ટર હતા. રૂપાલી ગાંગુલીની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના ‘અનુપમા’ માં બોલાયેલા એક ડાયલોગ પર બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી જાન્હવી કપૂર એ રીલ બનાવી છે અને તેના પર ખૂબ જ પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટ એ પણ કમેંટ કરી છે.
સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂર ખૂબ એક્ટિવ રહે છે. સાથે જ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. તેના ઈન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. જાન્હવી અવારનવાર તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટા પર તેના મિત્રો સાથે એક ફની વીડિયો શેર કર્યો છે.
તાજેતરમાં જાન્હવી એ જે વીડિયો શેર કર્યો છે તે રમુજી અને જોવા લાયક છે. આ વીડિયોમાં તે પોતાના મિત્રો સાથે અલગ-અલગ સ્ટાઈલમાં જોવા મળી રહી છે. વીડિયોમાં તમે ‘અનુપમા’નો એક લોકપ્રિય ડાયલોગ સાંભળી શકો છો. આ દરમિયાન જાન્હવી ખૂબ જ ખુશ અને મસ્તી ભરેલા મૂડમાં જોવા મળી.
View this post on Instagram
આલિયા ભટ્ટે કરી કમેંટ: જાન્હવી કપૂરના આ વીડિયોને ઈન્સ્ટા પર 5 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયો પર ચાહકોની ઘણી કમેન્ટ્સ આવી રહી છે. સાથે જ તેના પર હિન્દી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટે પણ કમેંટ કરી છે. આલિયાએ જોરથી હસતા ઈમોજી સાથે હાર્ટ ઈમોજી અને તાળીઓ વાળું ઈમોજી બનવયું. સાથે જ અભિનેત્રીએ લખ્યું કે, “ગજબ કા હૈ”.
આ વીડિયો પર બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયાએ પણ કમેન્ટ કરી છે. તેણે લખ્યું કે, ‘બેસ્ટ બ્રૉ’. તો સાથે જ ચાહકો તરફથી પણ ઘણી ફની કમેન્ટ્સ આવી. એક યુઝરે લખ્યું કે, “અમેઝિંગ”. સાથે જ એક યુઝરે જાન્હવીની પ્રસંશા કરતા લખ્યું કે, “લવ યુ ક્વીન”. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, “વાહ સુપર્બ”.
વાત જાન્હવીના વર્ક ફ્રન્ટ વિશે કરીએ તો, તાજેતરમાં જ તેની ફિલ્મ ‘ગુડ લક જેરી’ OTT પર રિલીઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. સાથે જ થોડા દિવસો પહેલા, તેણે ફિલ્મ ‘બવાલ’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. આ ફિલ્મમાં જાન્હવી સાથે મુખ્ય ભુમિકામાં અભિનેતા વરુણ ધવન જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2023માં રિલીઝ થશે.