એરપોર્ટ પર જાન્હવી કપૂર માટે કેક લઈ આવ્યો આ વ્યક્તિ, જોવા મળી અભિનેત્રીની નિરાલી સ્ટાઈલ, જુવો વીડિયો

બોલિવુડ

હિન્દી સિનેમાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રી જાન્હવી કપૂર માટે 6 માર્ચનો દિવસ ખૂબ જ ખાસ છે. કારણ કે આ દિવસે વર્ષ 1997માં તેમનો જન્મ ‘માયાનગરી’ મુંબઈમાં થયો હતો. જાન્હવી કપૂર 25 વર્ષની થઈ ગઈ છે. ખૂબ જ ઓછા સમયમાં હિન્દી સિનેમામાં સારું નામ કમાઈ ચુકેલી જાન્હવીને ચાહકો જન્મદિવસની શુભકામનાઓ આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જાન્હવી કપૂરને સતત તેના ચાહકો તરફથી 25માં જન્મદિવસ પર અભિનંદન અને શુભેચ્છા સંદેશા મળી રહ્યા છે. સાથે જ બોલિવૂડ સેલેબ્સ પણ તેને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રીનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જન્મદિવસની કેક કાપતા જોવા મળી રહી છે.

તમને માહિતી માટે જણાવી દઈએ કે જન્મદિવસના એક દિવસ પહેલા જ જાન્હવી એ જન્મદિવસનું સેલિબ્રેશન કર્યું હતું. તે પણ પોતાના ઘર પર નહીં પરંતુ એરપોર્ટ પર. ખરેખર 5 માર્ચે, જાન્હવી કપૂર એરપોર્ટ પર જોવા મળી હતી જ્યાં અભિનેત્રીને પૈપરાઝીએ એક ખાસ અને મોટી સરપ્રાઈઝ આપી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

એરપોર્ટ પર જાન્હવી ને પૈપરાઝીએ આશ્ચર્યચકિત કરી દીધી. એરપોર્ટ પર જોવા મળેલી જાન્હવી માટે એક પૈપરાઝી કેક લઈને આવ્યો હતો. જાન્હવીએ પણ તેને નિરાશ ન કર્યો અને તેણે એરપોર્ટ પર જ પોતાના જન્મદિવસની કેક કાપી. આ દરમિયાન પૈપરાઝીની સાથે જ આસ-પાસ અભિનેત્રીના કેટલાક ચાહકો પણ જોવા મળ્યા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં જાન્હવી એરપોર્ટ પર જોવા મળી રહી છે. આ દરમિયાન, એક પૈપરાઝી અભિનેત્રી માટે કેક લઈને આવ્યો અને અભિનેત્રીએ ત્યાં કેક કાપી અને પછી પૈપરાઝીના કેમેરાને પોઝ આપીને ચાલી ગઈ. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ વીડિયો પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ શેર કર્યો છે.

હંમેશાની જેમ આ વખતે પણ જાન્હવી એરપોર્ટ પર સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. તેણે પોતાનો ચહેરો માસ્કથી ઢાંકી રાખ્યો હતો. સાથે જ અભિનેત્રીએ આ દરમિયાન વ્હાઈટ ક્રોપ ટોપ પર યલો જેકેટ અને યલો ટ્રાઉઝર પહેર્યું હતું. જ્યારે તે ખુલ્લા અને કર્લ કરેલા વાળમાં જોવા મળી હતી.

આ વીડિયો જોયા પછી ચાહકો અભિનેત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે અને વીડિયો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 1 લાખ 29 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. એક યુઝરે જાન્હવીની પ્રસંશા કરતા લખ્યું કે, “તે ખૂબ જ વિનમ્ર છે, મને ખબર નથી કે કેટલાક લોકો તેના માટે શા માટે રડે છે”.

આગળ એક યુઝરે કમેંટ કરતા લખ્યું કે, “મને તે ખૂબ જ સુંદર લાગે છે, ખબર નથી લોકો તેને શા માટે ટ્રોલ કરે છે”. એક યુઝરે જાન્હવીની પ્રસંશા કરતાં કમેન્ટ કરી કે, “કેટલા પ્રેમથી વાત કરી રહી હૈ”. સાથે જ એક અન્ય યુઝરે વીડિયો જોયા પછી કમેન્ટમાં લખ્યું કે, “તે ખૂબ જ વિનમ્ર અને ડાઉન ટુ અર્થ વ્યક્તિ છે”.

સોશિયલ મીડિયા પર જોરદાર ફેન ફોલોઈંગ: જાન્હવી કપૂરની ઈન્સ્ટાગ્રામ પર ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે. તેણે ખૂબ ઓછા સમયમાં લાખો અને કરોડો ચાહકો બનાવી લીધા છે. તેને ઈંસ્ટાગ્રામ પર 15.6 મિલિયન કરતા વધુ લોકો ફોલો કરે છે.

જણાવી દઈએ કે જાન્હવીએ હિન્દી સિનેમામાં પોતાનો પગ વર્ષ 2018માં ફિલ્મ ‘ધડક’થી મુક્યો હતો જે હિટ રહી હતી. જાન્હવી ત્રણ વર્ષની કારકિર્દીમાં ખૂબ જ લોકપ્રિય બની ચુકી છે. તેની આગામી ફિલ્મોમાં ‘તખ્ત’ અને ‘ગુડ લક જેરી’ શામેલ છે.