ફેશન અને સ્ટાઈલની બાબતમાં જાન્હવી કરતા પણ આગળ છે તેની બહેન ખુશી કપૂર, બોલ્ડનેસમાઅં પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો

બોલિવુડ

હિન્દી સિનેમાની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાન્હવી કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક ખાસ ઓળખ બનાવી ચુકી છે. તેણે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધડક’થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને અત્યાર સુધી તે ઘણી સુપરહિટ ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. નોંધપાત્ર છે કે જાન્હવી કપૂર ઉપરાંત પણ તેની એક નાની બહેન છે જેનું નામ ખુશી કપૂર છે અને તે પણ પ્રખ્યાત સ્ટારકિડ્સમાંથી એક છે. અવારનવાર ખુશી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. ચાલો જાણીએ ખુશી કપૂર વિશે.

જણાવી દઈએ કે, ખુશી કપૂરે હજુ સુધી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો નથી પરંતુ તે અવારનવાર સમાચારોમાં રહે છે. તેની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. આ ઉપરાંત ખુશી કપૂરની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે.

તાજેતરમાં જ ખુશી કપૂરે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન તેણે વ્હાઈટ સ્વેટર અને સફેદ ટ્રાઉઝર પહેર્યું છે.

વાયરલ તસવીરમાં જોઈ શકાય છે ખુશી કપૂર બારી સામે બેઠી છે અને સૂર્યનો પ્રકાશ તેના ચેહરા પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હળવી સ્માઈલ કરતા ખુશી કપૂર ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે. જણાવી દઈએ કે ખુશી કપૂરની આ તસવીર ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. સાથે જ તેના મિત્ર અને શનાયા કપૂરે કહ્યું- લવ યુ, તો મહિપ કપૂરે પણ ખુશીની આ તસવીરો પર પોતાનું રિએક્શન આપ્યું છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ખુશી કપૂર ટૂંક સમયમાં ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’ દ્વારા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ જોવા મળશે.

સાથે જ આ પહેલા બોની કપૂરે જાન્યુઆરી 2021 માં કહ્યું હતું કે, “તે ખુશીને લોન્ચ નહીં કરે, મારી પાસે સંસાધન છે, પરંતુ હું ઈચ્છું છું કે કોઈ અન્ય તેને લોન્ચ કરે. કારણ કે હું તેનો પિતા છું અને પિતા હોવાથી દયાળું હોઈ શકું છું.” તેમણે કહ્યું હતું કે, ‘એક ફિલ્મ મેકર તરીકે તમે આ કરવાનું જોખમ ઉઠાવી શકતા નથી અને ન તો એક અભિનેતા માટે સારું રહેશે.”

સાથે જ વાત કરીએ જાન્હવી કપૂરની આગામી ફિલ્મોની તો તે ટૂંક સમયમાં ‘ગુડ લક જેરી’માં જોવા મળશે. જાન્હવીની આ તસવીર નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જેના પ્રમોશનમાં તે વ્યસ્ત છે. આ ઉપરાંત જાન્હવી કપૂર પાસે ‘મિલી’ જેવી ફિલ્મો છે.