પરિવાર અને કથિત બોયફ્રેંડ સાથે હોલિડે પર નીકળી જાન્હવી કપૂર, જુવો તેનો સામે આવેલો વીડિયો

બોલિવુડ

જાન્હવી કપૂર ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી ચુકી છે. તે અત્યાર સુધીમાં ઘણી મોટી ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. એક્ટિંગ ઉપરાંત જાન્હવી પોતાની પર્સનલ લાઈફને કારણે પણ અવારનવાર ચર્ચામાં આવે છે. આ દિવસોમાં તેનું નામ શિખર પહારિયા સાથે જોડવામાં આવી રહ્યું છે. ઘણા મીડિયા રિપોર્ટ્સના દાવા મુજબ બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે, હજુ સુધી બંને તરફથી આ વિશે કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરવામાં આવી નથી. ડેટિંગના સમાચારો વચ્ચે મંગળવારે જાન્હવી પોતાના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળી હતી, પરંતુ અભિનેત્રીથી વધુ દરેકનું ધ્યાન તેના કથિત બોયફ્રેન્ડ દ્વારા ખેંચવામાં આવ્યું હતું.

રજાઓ એંજોય કરવા નીકળેલી જાન્હવી પોતાના પિતા બોની કપૂર અને બહેન ખુશી સાથે જોવા મળી હતી. આ દરમિયાન શિખર પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. તે ગ્રે પેન્ટ અને બ્લુ ટી-શર્ટ પહેરેલો જોવા મળ્યો હતો. સાથે જ બોની કપૂર પણ કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત જાન્હવી કપૂર બ્લુ સૂટમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી હતી.

એક પૈપરાઝીએ સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાયેલો એક વીડિયો પણ શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાન્હવી, બોની અને શિખર પહાડિયાને જોઈ શકાય છે. આ વીડિયો સામે આવ્યા પછી લોકોનું રિએક્શન આવવાનું પણ શરૂ થઈ ગયું છે. મોટાભાગના યુઝર્સ આ પોસ્ટ પર શિખર વિશે પૂછતા જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) 

જણાવી દઈએ કે મેકર બોની કપૂર આવતા મહિને રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર સાથે રોમેન્ટિક-કોમેડી તુ જૂઠી મેં મક્કર સાથે એક્ટિંગની શરૂઆત કરી રહ્યા છે. તેમણે તાજેતરમાં ગયા મહિને વિજય અભિનીત તમિલ ફિલ્મ થુનિવુનું નિર્માણ કર્યું હતું. તે આ વર્ષે અજય દેવગણ અભિનીત પીરિયડ સ્પોર્ટ્સ ડ્રામા મેદાનનું નિર્માણ પણ કરી રહ્યા છે.

સાથે જ જાન્હવીની વાત કરીએ તો તેમણે વર્ષ 2018માં ધડક ફિલ્મથી એક્ટિંગની શરૂઆત કરી હતી. તે છેલ્લે મિલી ફિલ્મમાં જોવા મળી હતી. મલયાલમ ફિલ્મ હેલન (2019) ની હિન્દી રિમેક પણ બોની દ્વારા બનાવવામાં આવી હતી. તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ટૂંક સમયમાં બાવલ અને મિસ્ટર એન્ડ મિસિસ માહીમાં જોવા મળશે.