આ સાઉથ સ્ટાર માટે ધબકે છે શ્રીદેવી ની પુત્રી જાન્હવી કપૂરનું દિલ, કહ્યું- હું તરત તેની સાથે….

બોલિવુડ

હિન્દી સિનેમાની ઉભરતી અભિનેત્રી જાન્હવી કપૂર પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ પોતાની સુંદરતા અને ડ્રેસિંગ સેન્સ માટે ચાહકોની વચ્ચે ચર્ચામાં રહે છે. દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની મોટી પુત્રી જાન્હવીએ માતા-પિતા ના રસ્તા પર ચાલીને ફિલ્મી દુનિયામાં જ નામ કમાવ્યું છે.

25 વર્ષની થઈ ચુકેલી જાન્હવીનો જન્મ 6 માર્ચ 1997ના રોજ મુંબઈમાં થયો હતો. શરૂઆતથી જ તેણે પોતાના ઘરમાં ફિલ્મી વાતાવરણ જોયું. તેમની માતા શ્રીદેવી એક દિગ્ગઝ અભિનેત્રી અને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર હતી. તેના પિતા બોની કપૂર ફિલ્મ પ્રોડ્યુસર છે. બંને કાકા અનિલ કપૂર અને સંજય કપૂર પણ ઈન્ડસ્ટ્રીના જાણીતા નામ છે. સાથે જ તેના સાવકા ભાઈ અર્જુન કપૂર પણ એક અભિનેતા છે.

જાન્હવી કપૂરને તેની માતા શ્રીદેવી ભણાવીને અન્ય કોઈ ફિલ્ડમાં મોકલવા ઈચ્છતી હતી. પરંતુ જાન્હવીના નસીબમાં અભિનેત્રી બનવાનું લખાયેલું હતું. વર્ષ 2018માં લગભગ 21 વર્ષની ઉંમરમાં તેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત થઈ હતી. તેની પહેલી ફિલ્મ ‘ધડક’ હતી. આ ફિલ્મ 18 જુલાઈ 2018ના રોજ રિલીઝ થઈ હતી. જોકે પુત્રી જાન્હવીની પહેલી ફિલ્મ જોવા માટે શ્રીદેવી આ દુનિયામાં ન હતી. શ્રીદેવીનું વર્ષ 2018માં ફેબ્રુઆરીમાં નિધન થયું હતું.

જાન્હવી કપૂર તેની પહેલી જ ફિલ્મથી ચર્ચામાં આવી ગઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે અભિનેતા ઈશાન ખટ્ટર જોવા મળ્યા હતા. બંને કલાકારોની આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. જાન્હવીમાં લોકો તેની માતા શ્રીદેવીની ઝલક જુવે છે. જાન્હવી કપૂરે અત્યાર સુધીમાં 4 વર્ષની ફિલ્મી કારકિર્દીમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

જાન્હવીએ પોતાની ફેન ફોલોઈંગ પણ ખૂબ જ મજબૂત બનાવી છે. સોશિયલ મીડિયા પર પણ લાખો લોકો તેને ફોલો કરે છે. લોકો તેને ખૂબ પસંદ કરે છે. જો કે, શું તમે જાણો છો કે જાન્હવી પોતે પણ કોઈની દીવાની છે? ચાલો તમને જણાવીએ. તેનો ખુલાસો એક વખત જાન્હવી એ કર્યો હતો.

જણાવી દઈએ કે એક વખત જાન્હવી હિન્દી સિનેમાના પ્રખ્યાત નિર્માતા અને નિર્દેશક કરણ જોહરના ટોક શો ‘કોફી વિથ કરણ’માં પહોંચી હતી. પછી તેમણે જણાવ્યું હતું કે તેનો ક્રશ કોણ છે. ખાસ વાત એ છે કે તે બોલિવૂડ અભિનેતા નથી પરંતુ એક સાઉથ સ્ટારની દીવાની છે.

જાન્હવીએ કરણ સામે ખુલાસો કર્યો હતો કે દક્ષિણ ભારતીય ફિલ્મોના અભિનેતા વિજય દેવરકોંડા તેના ક્રશ છે. આ સાથે તેણે વિજય સાથે કામ કરવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. ખરેખર કરણે ‘કોફી વિથ કરણ સીઝન 6’ના એક એપિસોડમાં સવાલ કર્યો હતો કે, “જો તેને એક મેલ એક્ટર તરીકે એક દિવસ જાગવું પડશે?” જવાબમાં જ્હાન્વીએ કહ્યું હતું કે, “વિજય દેવરાકોંડા. મને લાગે છે કે તે ખૂબ જ ટેલેંટેડ છે અને પછી હું તરત જ તેની સાથે ફિલ્મ કરીશ.

ત્યાર પછી આગળ જાન્હવીએ કહ્યું હતું કે, “પરિસ્થિતિ અત્યારે અલગ છે, દુર્ભાગ્યથી. મને લાગે છે કે મેં ઘણી લાગણીઓ કાઢી છે પરંતુ કોઈ રિએક્શન નથી. હું તો મજાક કરું છું. આ માત્ર પ્રસંશા છે. મને લાગે છે કે આ સમય એક તરફી છે.”