જાન્હવી કપૂરનો વર્કઆઉટ લુક જોઈને તમે પણ થઈ જશો દીવાના, જુવો તેના વર્કઆઉટ લુકની તસવીરો

બોલિવુડ

જાન્હવી કપૂર એક ભારતીય અભિનેત્રી છે. જે શ્રીદેવી અને બોની કપૂરની પુત્રી છે. જાન્હવી કપૂરે 2018 માં રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘ધડક’ થી એક્ટિંગની શરૂઆત કરી હતી. આ પછી તેને બેસ્ટ ફીમેલ ડેબ્યુ માટે ‘ઝી સિને એવોર્ડ’ મળ્યો હતો. જણાવી દઈએ કે જ્હાનવી કપૂર તેની પહેલી ફિલ્મથી જ હિટ સાબિત થઈ હતી, પરંતુ તે તેની ફિટનેસને લઈને પણ ખૂબ જાગૃત રહે છે. આ જ કારણ છે કે તેને દરરોજ જીમની બહાર સ્પોટ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર દરરોજ તેની તસવીરો વાયરલ થતી રહે છે.

જણાવી દઈએ કે બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની લાડલી પુત્રી જાન્હવી કપૂરે જ્યારથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. ક્યારેય તેણે પાછળ વળીને જોયું નથી. તેની પહેલી જ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને તેણે લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. ત્યાર પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું નથી. જોકે, ફિલ્મો ઉપરાંત જાન્હવી કપૂર તેની ફિટનેસને લઈને પણ ચર્ચામાં રહે છે.

જાન્હવી કપૂર પોતાની ફિટનેસને લઈને ખૂબ જાગૃત રહે છે. તે ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. બીજી બાજુ જાન્હવી કપૂર તેના વર્કઆઉટની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

જાન્હવી કપૂર તેની સુંદર ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. પરંતુ જ્યારે તે જીમ માટે જાય છે, ત્યારે પણ તે પોતાનો બેસ્ટ લુક આપવાનો પ્રયત્ન કરે છે. દરરોજ તે અલગ અલગ આઉટફિટમાં જોવા મળે છે.

જાન્હવીને જિમની બહાર દરરોજ સ્પોટ કરવામાં આવે છે. આ દરમિયાન પેપરાઝી તેમને પોતાના કેમેરામાં કેદ કરવા માટે આતુર રહે છે. સોશિયલ મીડિયા પર અવારનવાર જાન્હવીના જીમ લુકની તસવીરો વાયરલ થતી રહે છે.

નોંધપાત્ર છે કે અભિનેત્રી તેની ફિલ્મોમાં ભલે ગમે તેટલી વ્યસ્ત હોય, પરંતુ તે જીમ જવાનું ભૂલતી નથી. આ જ કારણ છે કે તેની ગણતરી ઇન્ડસ્ટ્રીની ફિટ અભિનેત્રીઓમાં થાય છે. ફિલ્મોમાં તે પોતાની ફિગરથી લોકોને ઘાયલ કરવાનું કામ કરતી રહે છે.

જાન્હવી કપૂર મોટે ભાગે જીમ માટે શોર્ટ્સ પહેરે છે. તેનો જિમ લુક લોકોને ખૂબ પસંદ આવે છે. જોકે કેટલીક વખત તે તેના જિમ આઉટફિટને કારણે ટ્રોલ પણ થાય છે. જો જાન્હવી કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તેની પાસે ગુડ લક જેરી અને દોસ્તાના 2 જેવી ફિલ્મો છે. દોસ્તાના 2 એ વર્ષ 2008 માં આવેલી અભિષેક બચ્ચન અને જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘દોસ્તાના’ની સિક્વલ છે.

આ સાથે આજકાલ જાન્હવી કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે તેના મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળી રહી છે. જાન્હવી કપૂરનો આ વીડિયો તેના ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જાન્હવીએ આ વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો છે.