શ્રીદેવીની પુણ્યતિથિ પર પુત્રી જાન્હવીએ શેર કરી બાળપણની તસવીર, લખી આ ઈમોશનલ પોસ્ટ

બોલિવુડ

શ્રીદેવી હિન્દી સિનેમાનું એક એવું નામ હતું જે ક્યારેય ભૂલી શકાશે નહિં. વાત ડાંસની હોય, એક્ટિંગ હોય કે સુંદરતાનની, દરેક બાબતમાં શ્રીદેવી નંબર વન હતી. તેમની એક્ટિંગ ટોપ લેવલની હતી. ડાંસમાં પણ કોઈ તેને ટક્કર આપી શકતું ન હતું. સાથે જ તેની સુંદરતાનો પણ કોઈ જવાબ ન હતો.

શ્રીદેવીને પોતાના શ્રેષ્ઠ કામને કારણે હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટારનો દરજ્જો પણ આપવામાં આવ્યો હતો. વર્ષોથી શ્રીદેવી પોતાના ચાહકો માટે યાદોમાં કેદ થઈને રહી ગઈ છે. આજે (24 ફેબ્રુઆરી) આ દિગ્ગ્ઝ અને દિવંગત અભિનેત્રીની ચોથી પુણ્યતિથિ છે. આજના દિવસે શ્રીદેવી ચાર વર્ષ પહેલા આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી.

નોંધપાત્ર છે કે, 24 ફેબ્રુઆરી 2018ના રોજ શ્રીદેવીનું નિધન થઈ ગયું હતું. તે પોતાના પરિવાર સાથે દુબઈમાં એક લગ્નમાં શામેલ થવા માટે પહોંચી હતી પરંતુ ત્યાં એક હોટલમાં કથિત રીતે બાથટબમાં ડૂબી જવાથી તેનું નિધન થઈ ગયું હતું. શ્રીદેવીના નિધનથી દરેક શોકમાં હતા.

શ્રીદેવીને સોશિયલ મીડિયા પર તેની ચોથી પુણ્યતિથિ પર યાદ કરવામાં આવી રહી છે. ત્યાં તેની મોટી પુત્રી અને અભિનેત્રી જાન્હવી કપૂરે પણ તેને યાદ કરી છે અને પોતાની માતા વિશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. સાથે જ જાન્હવી એ માતા શ્રીદેવી સાથે પોતાની એક તસવીર પણ શેર કરી છે.

જાન્હવી એ ઈંસ્ટાગ્રામ પર માતા સાથે પોતાના બાળપણની એક તસવીર શેર કરી છે. આ તસવીરમાં નાની જાન્હવી પોતાની માતાના ખોળામાં બેઠેલી જોવા મળી રહી છે. આ સાથે કેપ્શનમાં જાન્હવીએ લખ્યું છે કે, “મેં મારા જીવનમાં જેટલા વર્ષો તમારા વગર જીવ્યા છે તેનાથી વધુ વર્ષો હું તમારી સાથે રહી છું. આ વાતથી નફરત થઈ રહી છે કે તમારા વગર જીવવાના વર્ષમાં એક અન્ય વર્ષ વધી ગયું.”

આગળ જાન્હવી કપૂરે પોતાની માતાની યાદમાં લખ્યું છે કે, “મને આશા છે કે તમને અમારા પર ગર્વ હશે મામા, કારણ કે આ વિશ્વાસ પર અમે જીવનમાં આગળ વધી રહ્યા છીએ. તમને હંમેશા પ્રેમ કરતી રહીશ.” સોશિયલ મીડિયા પર જાન્હવીની આ પોસ્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે અને ખૂબ કમેન્ટ્સ પણ આવી રહી છે.

પોસ્ટ પર જાન્હવીની મોટી માતા અને અનિલ કપૂરની પત્ની સુનીતા કપૂર અને જાન્હવીના કાકા અને અભિનેતા સંજય કપૂરે હાર્ટ ઇમોજી કમેન્ટ કર્યું છે. સાથે જ આથિયા શેટ્ટી, મનીષ મલ્હોત્રા, શનાયા કપૂર, મહિપ કપૂરે પણ તેના પર કમેંટ કરી છે.