સાઉથના આ સુપરસ્ટાર સાથે રોમાંસ કરતા જોવા મળશે શ્રીદેવી ની લાડલી જાહ્નવી કપૂર…

બોલિવુડ

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ સાથે આપણને બોલિવૂડની અભિનેત્રી જાહ્નવી કપૂરની જોડી ટૂંક સમયમાં જોવા મળી શકે છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂરની માતા શ્રીદેવી અને મહેશ બાબુના પિતા કૃષ્ણા પણ ભૂતકાળમાં ટોલીવૂડમાં ઘણી મોટી અને સુપરહિટ ફિલ્મો આપી ચુકી છે. જો સમાચારની વાત માનવામાં આવે તો, આ બંને સ્ટાર્સ ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળશે.

આ ફિલ્મને કોઈ સાઉથના ડાયરેક્ટર નહિં પરંતુ બોલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહર ફ્લોર પર ઉતરવા જઇ રહ્યા છે. કરણ જોહરે મહેશ બાબુને જાહ્નવી સાથે લાવવા માટે આ ફિલ્મ પર કામ કરવાનું પણ શરૂ કરી દીધુ છે. કરણે આ ફિલ્મ માટે યંગ ડિરેક્ટરની શોધ પણ શરૂ કરી દીધી છે. કરણ આ ફિલ્મ ખૂબ ઓછા સમયમાં પૂર્ણ કરવા ઈચ્છે છે. જો સમાચારની વાત માનવામાં આવે તો આ ફિલ્મના નિર્માતાઓ આ ફિલ્મ માત્ર 60 દિવસમાં પૂર્ણ કરવા ઈચ્છે છે.

જણાવી દઈએ કે અભિનેતા ‘ભારત એને નેનુ’ અને ‘મહર્ષિ’ આજકાલ તેમની આગામી ફિલ્મ સરકારુ વારી પાટાના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મના શૂટિંગનું એક શિડ્યુલ થોડા દિવસો પહેલા સમાપ્ત થયું છે. આ પછી સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ‘બાહુબલી’ ફિલ્મના ડાયરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મનું શૂટિંગ કરવા જઈ રહ્યા છે. તેની આ ફિલ્મને ફ્લોર પર આવવામાં ઘણો સમય છે.

જો સૂત્રોની વાત માનીએ તો મહેશ બાબુ પાસે અત્યારે એટલો સમય છે કે તે આ દરમિયાન કોઈ અન્ય પ્રોજેક્ટ પર પણ કામ કરી શકે છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ તે જ પ્રોજેક્ટ હોઈ શકે છે. આ પ્રોજેક્ટ કરણ જોહરનો જ છે એ વાતનો ખુલાસો થયો નથી. આ વિશે અત્યારે કરણ જોહર, મહેશ બાબુ અને જાહ્નવી કપૂરે કોઈ ખુલાસો કર્યો નથી. આ ફિલ્મ વિશે તમને આગામી સમયમાં ખબર પડી જશે.

બોલીવુડમાં આ દિવસોમાં એક પછી એક સાઉથના સુપરસ્ટાર એન્ટ્રી લઈ રહ્યા છે. આ દરમિયાન સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ બોલિવૂડ ડેબ્યૂ માટે બિલકુલ ઉત્સાહિત નથી. આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડ તરફથી મહેશ બાબુને કોઈ ઓફર મળી હોય. આ પહેલા પણ તેમને ઘણી વાર ફિલ્મો માટે ઓફર્સ મળી ચુકી છે. આ અભિનેતા ઘણી વખત ઇન્ટરવ્યુમાં જણાવી ચુક્યા છે કે તે તેલુગુ સિનેમા પર ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છે છે. હવે જ્યારે અલ્લુ અર્જુન, પ્રભાસ, યશ અને વિજય દેવેરાકોંડા જેવા સ્ટાર્સ બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. ત્યારે મહેશ બાબુ પણ બોલિવૂડમાં આવવા માટે તૈયાર છે.

નોંધપાત્ર વાત એ છે કે મહેશ બાબુની હિન્દી દર્શકોમાં પણ સારી ઈમેજ છે અને તેમની ફેન ફોલોવિંગ પણ સારી છે. તેમની હિંદી ડબ વર્ઝનની ફિલ્મો હિંદી દર્શકોમાં ધમાલ મચાવે છે. આશા છે કે હવે મહેશ બાબૂ હિંદી ફિલ્મોમાં પણ ટૂંક સમયમાં જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published.