MTV લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું હાર્ટ એટેક આવવાથી થયું નિધન, જુવો તેમની છેલ્લી પોસ્ટ

બોલિવુડ

ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે અન્ય એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સપ્ટેમ્બરની શરૂઆતમાં બિગ બોસ 13 ફેમ સિદ્ધાર્થ શુક્લાનું 40 વર્ષની ઉંમરમાં અચાનક નિધનથી તેમના ચાહકોને મોટો ઝટકો લાગ્યો હતો અને તેમના ચાહકો હજુ દુઃખમાંથી બહાર આવી શક્યા નથી કે આ દરમિયાન એમટીવી લવ સ્કૂલ ફેમ જગનૂર અનેજાનું નિધન થઈ ગયું છે. રિપોર્ટ મુજબ તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું છે અને આ દુઃખદ સમાચાર સામે આવ્યા પછી તેના ચાહકો ખૂબ જ દુઃખી છે.

નોંધપાત્ર છે કે જગનુર અનેજા આ દિવસોમાં મિસ્રમાં રજાઓ પસાર કરી રહ્યા હતા. સાથે જ અચાનક હાર્ટ એટેકને કારણે તેમનું નિધન થઈ ગયું. તેમના નિધનના સમાચાર પછી ચાહકો અને તેમના નજીકના લોકો તેમને સોશિયલ મીડિયા દ્વારા શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

જણાવી દઈએ કે જગનુર અનેજાએ એક દિવસ પહેલા જ તેની તસવીરો શેર કરીને લખ્યું હતું કે, “એક સપનું સાચું થયું જ્યારે મેં ગીઝાના શ્રેષ્ઠ પિરામિડની સફર કરી. બકેટ લિસ્ટની એક ઈચ્છા પૂર્ણ થઈ.” સાથે જ હવે તેમની આ છેલ્લી પોસ્ટ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત તેના નિધનના સમાચારથી તેના ચાહકો શોકમાં છે અને તેમને વિશ્વાસ આવી રહ્યો નથી કે હવે તે આપણી વચ્ચે નથી રહ્યા.

માહિતી માટે જણાવી દઈએ કે જગનૂરે એમટીવી લવ સ્કૂલની પહેલી અને બીજી સીઝનમાં ભાગ લીધો હતો. જગનૂરે પોતાની એક્સ ગર્લફ્રેન્ડ મોનિકા સાથેના સંબંધને હલ કરવા માટે શોમાં ભાગ લીધો હતો. પરંતુ તેમની વાત બની શકી નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. સઆથે જ શોના એક સ્પર્ધકે જગનૂરના સેક્સુઅલ ઓરિએંટેશન પર સવાલ ઉભા કર્યા હતા અને તેમને ગે જણાવ્યા હતા.

જણાવી દઈએ કે ચાહકોની વચ્ચે સિદ્ધાર્થ શુક્લાના નિધનનું દુઃખ હજુ સુધી ઓછું થયું નથી કે અન્ય એક ખરાબ સમાચાર સાંભળવા મળ્યા. સિદ્ધાર્થનું 40 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સાથે જ સુશાંતે 2020 માં માત્ર 34 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. આવી સ્થિતિમાં ક્યાંકને ક્યાંક આ ટીવી અને ફિલ્મ ઈંડસ્ટ્રી માટે એક ખરાબ સમય ચાલી રહ્યો છે. જેમાં ઘણા ઉભરતા સ્ટાર્સ આપણાથી દૂર થતા જઈ રહ્યા છે.

છેલ્લે જણાવી દઈએ કે ફિલ્મ અને ટીવી અભિનેતા કરણ સિંહ છાબરાએ તેમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરીને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેણે લખ્યું કે, “મને ખબર નથી કે શું થયું … આટલા યુવાન અને ફિટ … છતા પણ આ કાર્ડિયાક અરેસ્ટ જીવ લઈ રહ્યો છે. જગનૂર અનેજા એટલા ક્લોઝ ફ્રેંડ ન હતા, પરંતુ છતા પણ જ્યારે તે મળતા હતા, ખૂબ હસમુખ હતા.”