12 જુલાઈથી શરૂ થશે જગન્નાથ રથ યાત્રા, વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

ધાર્મિક

જગન્નાથ રથયાત્રાને જોરશોરથી કાઢવામાં આવે છે અને આ યાત્રા આ વર્ષે 12 જુલાઇ એ નીકળશે. મંદિર તરફથી યાત્ર માટે રથ બનાવવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને થોડા જ દિવસોમાં રથ તૈયાર થઈ જશે. જગન્નાથ યાત્રા દરમિયાન કુલ ત્રણ રથ કાઢવામાં આવે છે. જેને તલધ્વાજ, નંદીઘોષ અને દેવદલાના નામથી ઓળખવામાં આવે છે. તલધ્વજના રથમાં 14 પૈડાં હોય છે. નંદિઘોષના રથમાં 16 પૈડાં હોય છે અને દેવદલાના રથમાં 12 પૈડાં હોય છે. આ ત્રણેય રથ બનાવવા માટે માત્ર લાકડાનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ રથ બનાવવાનું કામ ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ દરેક રથમાં પૈડાં લગાવવાનું કામ પૂર્ણ થઈ ચુક્યું છે. હવે માત્ર ફિનિશિગનું કામ બાકી છે. જે થોડા દિવસોમાં જ થઈ જશે. ત્યાર પછી રથને સુંદર રીતે સજાવવામાં આવશે. 12 જુલાઇ સોમવારથી શરૂ થનાર આ રથયાત્રા 20 જુલાઇએ સમાપ્ત થશે. આ યાત્રાના પહેલા દિવસે ભગવાન જગન્નાથ પ્રખ્યાત ગુંડીચા માતા મંદિરે જાયછે.

રથયાત્રા સાથે જોડાયેલી કથા: કહેવાય છે સ્નાન પૂર્ણિમા એટલે કે જેઠ પૂર્ણિમાના દિવસે કે શ્રી જગન્નાથ પુરીનો જન્મદિવસ હોય છે. તે દિવસે ભગવાન જગન્નાથને મોટા ભાઈ બલારામ અને બહેન સુભદ્રાને સાથે રત્નસિંહાસનથી નીચે ઉતારીને મંદિર પાસે બનેલા સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે. 15 દિવસ સુધી ભગવાનને એક વિશેષ રૂમમાં રાખવામાં આવે છે. જેને ઓસર ઘર કહેવામાં આવે છે. આ 15 દિવસ દરમિયાન મહાપ્રભુને મંદિરના મુખ્ય સેવકો અને વૈદ્ય ઉપરાંત કોઈ અન્ય જોઈ શકતા નથી. આ દરમિયાન મંદિરમાં ભગવાન અલારનાથજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે અને તેમને પૂજા કરવામાં આવે છે.

15 દિવસ પછી ભગવાન સ્વસ્થ થયા પછી રૂમમાંથી બહાર આવે છે અને ભક્તો તેમના દર્શન કરી શકે છે. જેને નવ યૌવન નૈત્ર ઉત્સવ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજના દિવસે મહાપ્રભુ શ્રી કૃષ્ણ અને મોટા ભાઈ બલારામજી અને બહેન સુભદ્રાજી સાથે બહાર રાજમાર્ગ પર આવે છે. તેમને બનાવેલા રથ પર રાખવામાં આવે છે અને તેઓ રથ પર બેસીને નગર ભ્રમણ પર નિકળે છે.

રથ જેના પર રાખવામાં આવે છે. તેઓ ખૂબ વિશાળ હોય છે. આ રથનું વજન ખૂબ વધારે હોય છે અને તે હાથથી ખેંચવામાં આવે છે. રથ ખેંચવા માટે ઘણા લોકો લાગે છે. રથયાત્રા દરમ્યાન મોટી સંખ્યામાં લોકો પુરી આવે છે અને આ યાત્રાનો ભાગ બની જાય છે. જો કે કોરોનાને કારણે હવે આ યાત્રા સરળતા સાથે કરવામાં આવી છે અને લોકોને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી નથી.

કોરોના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ યાત્રામાં થોડા લોકો જ ભાગ લઈ શકશે. જોડાનારા અધિકારીઓએ 4 વખત આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે. નેગેટિવ આવ્યા પછી જ તેઓ રથયાત્રામાં ભાગ લઈ શકશે. આ ઉપરાંત જે લોકો રથ ખેંચશે તેમના પણ આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવશે.