એક સમયે ટ્રક ચલાવતા હતા જેકી શ્રોફ, પછી કંઈક આ રીતે બન્યા હીરો, જાણો તેમના જીવનની કેટલી રસપ્રદ વાતો

બોલિવુડ

બોલિવૂડમાં ઘણા હીરો આવે છે અને જાય છે. પરંતુ કેટલાક એવા હોય છે જે પોતાની યૂનિક સ્ટાઈલથી દર્શકોના દિલ પર છાપ છોડી જાય છે. ફિલ્મ અભિનેતા જેકી શ્રોફ પણ આવા જ એક કલાકાર છે. તેમની ‘મસ્ત મલંગ’ પર્સનાલિટી હોય કે તેમની બિંદાસ વાત કરવાની સ્ટાઈલ, દર્શકો જેકીની દરેક સ્ટાઈલના ફેન છે.

1 ફેબ્રુઆરી, 1957ના રોજ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં જન્મેલા જેકી શ્રોફ 65 વર્ષના થઈ ગયા છે. તે છેલ્લા ચાર દાયકાથી ફિલ્મોમાં એક્ટિવ છે. થોડા સમય પહેલા તે અક્ષય કુમારની ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળ્યા હતા. જો કે અહીં સુધી પહોંચતા પહેલા જેકી શ્રોફે ખૂબ સંઘર્ષ પણ કર્યો છે. તેઓ એક સમયે ટ્રક ચલાવતા હતા અને આજે બોલિવૂડના દિગ્ગ્ઝ અભિનેતા છે. તેમના જન્મદિવસ પર અમે તમને જેકી શ્રોફ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

પરિવાર અને સાચું નામ: જેકીના પિતાનું નામ કાકુભાઈ શ્રોફ છે. તેમની માતાનું નામ રીટા શ્રોફ છે. ખૂબ ઓછા લોકો જાણે છે કે જેકી શ્રોફનું સાચું નામ જય કિશન કાકુભાઈ શ્રોફ છે. સ્કૂલના દિવસોમાં લોકો તેને જેકી કહીને બોલાવતા હતા. ત્યારથી તેમનું નામ જય કિશનથી બદલાઈને જેકી શ્રોફ થઈ ગયું. ફિલ્મોમાં આવ્યા પછી પણ તેમણે આ જ નામ પસંદ કર્યું, જે હવે ઘર-ઘરમાં પ્રખ્યાત પણ છે.

ટ્રક ડ્રાઈવર થી હીરો સુધીની સફર: જેકી શ્રોફની ગણતરી હાલના સમયમાં બોલિવૂડના દિગ્ગજ અભિનેતાઓમાં થાય છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે ટ્રક ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. આ વાત ખૂબ ઓછા લોકો જાણે છે. જોકે પછી તે મૉડલિંગ કરવા લાગ્યા. તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત જાહેરાતથી કરી હતી.

ફિલ્મોમાં જેકીને પહેલો બ્રેક 1982માં આવેલી દેવાનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’થી મળ્યો હતો. જોકે આ ફિલ્મમાં તેમનો રોલ ખૂબ નાનો હતો. ત્યાર પછી તેમણે મુખ્ય અભિનેતા તરીકે વર્ષ 1983માં આવેલી ફિલ્મ ‘હીરો’થી ડેબ્યૂ કર્યું. આ ફિલ્મથી જેકી દર્શકોના દિલમાં ઉતરી ગયા. ત્યારે પછી તેમને અન્ય ઘણી ફિલ્મોની ઓફર મળવા લાગી. ટૂંક સમયમાં જ તે બોલિવૂડમાં એક પ્રખ્યાત અભિનેતા બની ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકો તેમને ‘જગ્ગુ દાદા’ કહીને પણ બોલાવે છે.

લવસ્ટોરી અને લગ્ન: જેકીની લવસ્ટોરી પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. એકવાર તે બસ સ્ટોપ પર બેઠા હતા, આ દરમિયાન તેમની નજર બસમાં બેઠેલી એક 13 વર્ષની છોકરી પર પડી. બસ જેકી દાદાને તો પહેલી નજરમાં જ તે છોકરી સાથે પ્રેમ થઈ ગયો. પછી થોડા સમય પછી તેમણે તેની સાથે મિત્રતા કરી, પ્રેમ કર્યો અને લગ્ન કર્યા. તે છોકરી આયશા દત્ત છે, જેણે 5 જૂન, 1987ના રોજ જેકી શ્રોફ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી જેકીને બે બાળકો છે ટાઈગર શ્રોફ અને કૃષ્ણા શ્રોફ.

જેકી શ્રોફના જીવનમાં એક ફંડા છે. તેમના મુજબ જો તમે હંમેશા પ્રાસંગિક બની રહેવા ઈચ્છો છો તો તમારે હંમેશા તમારું મન ખુલ્લું રાખવું જોઈએ. તક તમારી પાસે આવતી રહેશે.