20 વર્ષ પછી ફરીથી જાગ્યો જેકી શ્રોફની અંદરનો રોમેંટિક હીરો, માધુરી દીક્ષિત સાથે કર્યો રોમેંટિક ડાંસ, જુવો તેમનો આ ડાંસ વીડિયો

બોલિવુડ

માધુરી દીક્ષિતને બોલિવૂડની ધક ધક ગર્લ પણ કહેવામાં આવે છે. દર્શકો તેની એક્ટિંગ કરતાં તેનો ડાન્સ જોવો વધુ પસંદ કરે છે. 90ના દાયકામાં માધુરીએ ઘણા હિટ ગીત પર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન તે બોલીવુડના ઘણા મોટા કલાકારો સાથે ડાન્સ કરતા જોવા મળી હતી. તે સમયગાળામાં માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની ફિલ્મ ‘100 ડેઝ’ પણ આવી હતી. ફિલ્મમાં માધુરી અને જેકી વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

માધુરી અને જેકીએ કર્યો રોમેન્ટિક ડાન્સ: હવે લગભગ 20 વર્ષ પછી ફરીથી ચાહકોને માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની તે જ સ્ટાઇલ જોવા મળી છે. બંને તાજેતરમાં જ એકબીજાની બાહોમાં ડાન્સ કરતા જોવા મળ્યા છે. બંનેએ પોતાની ફિલ્મ 100 ડેઝના ગીત ‘સન બેલિયા’ પર રોમેન્ટિક સ્ટાઈલમાં ડાન્સ કર્યો છે. હવે આ ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ‘જગ્ગુ દાદા’ની એ જ જૂની સ્ટાઈલ જોવા મળી રહી છે. સાથે જ માધુરી પણ ખૂબ જ સુંદર લાગી રહી છે.

જગ્ગુ દાદાએ સેટ પર લગાવી આગ: આ વીડિયો માધુરીએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતાં માધુરીએ કેપ્શનમાં લખ્યું છે કે,” 100 ડેઝના આ પૈપી નંબર પર આ રીલ બનાવવામાં ઘણો સમય પસાર કર્યો છે. જેકી શ્રોફે સેટ પર આગ લગાવી દીધી. વાહ.” જેકી અને માધુરીની આ ઇન્સ્ટા રીલ ચાહકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર ઘણી કોમેન્ટ્સ પણ આવી રહી છે. કોઈએ કહ્યું, “માધુરી અને જેકીને એકસાથે ડાન્સ કરતા જોઈને સારું લાગ્યું.” જ્યારે બીજાએ લખ્યું, “તેમની જોડી આટલા વર્ષ પછી પણ અદ્ભુત લાગી રહી છે.”

 

View this post on Instagram

 

A post shared by Madhuri Dixit (@madhuridixitnene)

 

જણાવી દઈએ કે આ પહેલા માધુરીએ ઈશાન ખટ્ટર સાથે પણ રીલ બનાવી હતી. આ રીલમાં તે ઈશાન સાથે ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સુપરહિટ ગીત ‘ઘાગરા’ પર ડાન્સ કરતા જોવા મળી હતી. ઈશાન અને માધુરીને એકસાથે તાલમાં તાલ મિલાવતા જોઈને ચાહકો ખૂબ ખુશ થઈ ગયા હતા.

‘ધ ફેમ ગેમ’ મચાવી રહી છે ધૂમ: કામની વાત કરીએ તો માધુરી દીક્ષિતે તાજેતરમાં OTT પર ડેબ્યૂ કર્યું છે. તેની નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’ દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. આ સિરીઝને માત્ર એક અઠવાડિયામાં 11.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. સાથે જ આ સીરીઝ 6 દેશોમાં ટ્રેન્ડ કરી રહી છે.