ફાટેલા અને ગંદા કપડામાં રસ્તા પર સિગરેટ વહેંચતા હતા જેકી શ્રોફ, પછી આ ફિલ્મએ રાતોરાત બદલી નાખી તેમની જિંદગી

બોલિવુડ

80 અને 90 ના દાયકામાં ખૂબ જ ચર્ચિત અને સફળ રહેલા જાણીતા અભિનેતા જેકી શ્રોફની ગણતરી બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતાઓમાં થાય છે. જેકી શ્રોફે પોતાની સખત મહેનતથી ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવી છે. મુંબઇની ચાલમાં મોટા થયેલા જેકીએ બોલિવૂડના સુપરસ્ટાર સુધીની એક સુંદર સફર પૂર્ણ કરી છે. આજે આખી દુનિયા પ્રેમથી તેમને ‘ઝગ્ગુ દાદા’ ના નામથી ઓળખે છે.

જેકી શ્રોફ તેની એક્ટિંગની સાથે તેમની લક્ઝરી લાઈફ માટે પણ જાણીતા છે. જગ્ગુ દાદાએ તેમની 40 વર્ષની ફિલ્મ કારકીર્દિમાં ઘણી સુંદર ફિલ્મો આપી છે. 1 ફેબ્રુઆરી 1957 માં મુંબઇમાં જન્મેલા, જેકી શ્રોફ 64 વર્ષની ઉંમરે પણ ફિલ્મી દુનિયામાં એક્ટિવ છે. એક સમયે પાઇ-પાઈ માટે મોહતાજ રહેલા જેકીનું જીવન વર્ષ 1983 માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘હિરો’ દ્વારા રાતોરાત બદલાઈ ગયું હતું. ચાલો આજે જેકીની સફળતા અને તેના સંઘર્ષ વિશે જાણીએ.

જેકી શ્રોફની દુનિયા ફિલ્મોમાં આવતા પહેલા એકદમ અલગ હતી. એવું કહેવામાં આવે છે કે તે એક સમયે રસ્તા પર સિગરેટ વહેંચવાનું કામ કરતા હતા. તેમણે હિન્દી સિનેમામાં પોતાનું પગલું વર્ષ 1982 માં આવેલી દિગ્ગજ અભિનેતા દેવ આનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’ થી ભર્યું હતું. જોકે, માત્ર 10 મિનિટની ભૂમિકાને કારણે તેને કોઈ ઓળખ મળી શકી નહિં. પરંતુ દેવ આનંદ અને જેકી શ્રોફની મુલાકાતનો કિસ્સો ખૂબ જ રસપ્રદ છે.

ખરેખર એકવાર દેવ સાહેબ તેમની કારમાં ક્યાંક જઈ રહ્યા હતા, આ દરમિયાન, તેમની નજર એક છોકરા પર પડી જે રસ્તા પર ગંદો શર્ટ અને ફાટેલું જિંસ પહેરીને સિગરેટ વહેંચવાનું કામ કરતો હતો. છોકરાને જોઈને દેવ સાહેબના મનમાં એવું તે શું આવ્યું કે તેમણે તેને પોતાની ફિલ્મમાં લેવાનું મન બનાવી લીધું. આ પછી દેવ સાહેબ કારમાં બેસીને તેની ઓફિસમ ગયા. ખાસ વાત એ છે કે તેમને તે છોકરાને તેની ઓફિસ પર મળ્યો. આવી સ્થિતિમાં તે છોકરાને દેવ આનંદે તેની ફિલ્મ ‘સ્વામી દાદા’ માં કાસ્ટ કરી હતી અને છોકરાનું નામ જેકી શ્રોફ હતું.

જેકી શ્રોફ તેની પ્રથમ ફિલ્મમાં માત્ર 10 મિનિટની ભુમિકા માટે જોવા મળ્યા હતા, પરંતુ સફળતા તેમની ખૂબ નજીક હતી. ખૂબ જ ટૂંક સમયમાં તેના જીવનમાં આવી ઘટનાઓ ઘટી જેનાથી તેમનું આખું જીવન બદલાઈ ગયું. બીજા વર્ષે 1983 માં તેની ફિલ્મી કારકીર્દિની સૌથી સફળ ફિલ્મ ‘હિરો’ રિલીઝ થઈ. આ ફિલ્મ પણ જેકીને ખૂબ જ અલગ સ્ટાઈલમાં મળી હતી.

ખરેખર હિરોના ડિરેક્ટર સુભાષ ઘઈ આ ફિલ્મ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા. આ દરમિયાન તેને જેકી શ્રોફ વિશે માહિતી મળી. પરંતુ જેકીની વધેલી મૂછો, દાઢી અને વિચિત્ર કપડાથી સુભાષ ઘઇ તેમનાથી પ્રભાવિત થયા નહીં. જો કે બંને વચ્ચેની વાતચીતથી કામ બની ગયું. સુભાષે જેકીને ‘હિરો’માં કાસ્ટ કર્યા. 16 ડિસેમ્બર 1983 ના રોજ રીલિઝ થયેલી આ ફિલ્મે જેકી શ્રોફને રાતોરાત સ્ટાર બનાવ્યો હતો. આ ફિલ્મની આઇકોનિક ટ્યુન હતી, વાંસળીની ધૂન હજી પણ લોકોના દિલમાં વસેલી છે.

હીરોને મળી અપાર સફળતા: ફિલ્મ હીરોમાં જેકી શ્રોફની હિરોઇન હતી મીનાક્ષી શેષાદ્રી. આ ફિલ્મે બોક્સ ઓફિસના ઘણા મોટા રેકોર્ડને ફેલ કર્યા હતા.ઈ આ ફિલ્મ તે વર્ષની સૌથી સફળ ફિલ્મોમાં પણ શામેલ થઈ હતી. આ ફિલ્મની અપાર સફળતાથી આગળના બે વર્ષમાં જેકી શ્રોફને 17 ફિલ્મોમાં કામ કરી ચુક્યા હતા.

3 thoughts on “ફાટેલા અને ગંદા કપડામાં રસ્તા પર સિગરેટ વહેંચતા હતા જેકી શ્રોફ, પછી આ ફિલ્મએ રાતોરાત બદલી નાખી તેમની જિંદગી

  1. Nice read, I just passed this onto a colleague who was doing some research on that. And he just bought me lunch as I found it for him smile Thus let me rephrase that: Thank you for lunch!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *