પોતાની શ્રેષ્ઠ એક્ટિંગથી લોકોના દિલ જીતનાર પ્રખ્યાત અભિનેતા જેકી શ્રોફ આજે કોઈ ઓળખના મોહતાજ નથી. તેમણે પોતાની મહેનતના દમ પર બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં મોટું સ્ટારડમ મેળવ્યું છે અને આજે તે બોલિવૂડના દિગ્ગ્ઝ અભિનેતા કહેવાય છે. જણાવી દઈએ કે તાજેતરમાં જ જેકી શ્રોફ ટીવીના રિયાલિટી શો ‘ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ના સેટ પર પહોંચ્યા હતા જ્યાં દેશ-વિદેશના લોકો પોતાનું ટેલેંટ બતાવવા માટે આવે છે.
નોંધપાત્ર છે કે શોમાં જોવા મળતા જજ હંમેશા મસ્તી ભરેલી સ્ટાઈલમાં આવે છે. સાથે જ આ શોમાં જોવા મળતા સ્પર્ધકો પણ પોતાની કુશળતાથી લોકોને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ આ દરમિયાન જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફની સામે એવું પરફોર્મન્સ આપવામાં આવ્યું કે તે ઈમોશનલ થઈ ગયા અને તેમની આંખમાં આંસુ આવી ગયા. ખરેખર ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટના સ્પર્ધક બોમ્બ ફાયર ક્રૂ ગ્રુપે પરફોર્મ કર્યું. શોના પ્રોમોમાં તમે જોઈ શકો છો કે તેનો ડાન્સ જોઈને જેકી શ્રોફ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ ઉપરાંત પણ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે શોની સ્પર્ધક ઈશિતા વિશ્વકર્મા જેકી શ્રોફની ફિલ્મ ‘રામ લખન’ના ગીત ‘બડા દુઃખ દીના ઓ રામજી’ ગાઈ રહી છે. આવી સ્થિતિમાં, આ ગીત સાંભળીને, જેકી શ્રોફ ઈમોશનલ થઈ જાય છે અને સિંગરની સામે હાથ જોડીને તેને નમન કરે છે. આ સાથે હ તે સ્પર્ધકોને ફ્લાઈંગ કિસ આપતા પણ જોવા મળે છે. તેમણે સ્પર્ધકના આ પ્રદર્શન પર કહ્યું કે, “હું ખોવાઈ ગયો હતો તેના અવાજમાં.”
View this post on Instagram
તમે જોઈ શકો છો કે જેકી શ્રોફ સ્ટેજ પર જઈને આ સ્પર્ધકના પગ સ્પર્શ કરે છે અને આવી સ્થિતિમાં ત્યાં બેઠેલા દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે, સાથે જ જેકી શ્રોફની સ્ટાઈલની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ શોમાં જેકી શ્રોફ પોતાની ફિલ્મ ‘દેવદાસ’ના પાત્ર ચુનીલાલના રૂપમાં જોવા મળશે. તે આ દરમિયાન સફેદ ધોતી અને કાળો કોટ પહેરીને પોતના લોકપ્રિય ગીત ‘છલક છલક’ પર મજેદાર ડાન્સ કરતા પણ જોવા મળશે.
View this post on Instagram
તમારી જામાહિતી માટે જણાવી દઈએ કે એક્ટિંગની દુનિયામાં પગ મુકતા પહેલા જેકી શ્રોફ એક લોકલ ગુંડા હતા. તે જગ્ગુ દાદા ના નામથી ઓળખાતા હતા. એક દિવસ જેકી શ્રોફ દેવાનંદની ફિલ્મ ‘સ્વામી દાદા’નું શૂટિંગ જોવા માટે પહોંચ્યા હતા ત્યાં દેવાનંદની નજર તેમના પર પડી. દેવઆનંદના કહેવાથી જ જેકીને બોલિવૂડમાં કામ કરવાની તક મળી હતી. ત્યાર પછી જેકીએ પોતાની કારકિર્દીમાં ‘અંદર બહાર’, ‘યુદ્ધ’, ‘રામ લખન’, ‘તેરી મેહરાબનિયાં’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.