એક ચમચી મલાઈ ખાવાથી મળે છે આ અગણિત ફાયદાઓ

હેલ્થ

દૂધમાં મલાઈ જામે છે અને કેટલીકવાર આપણે તેને ખાઈએ પણ છીએ, પરંતુ આપણામાંના મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે મલાઈ ખાવી સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. અહીં અમે તમને મલાઈ ખાવાના ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ.

આંખો માટે: મલાઈ ખાવાથી આંખોનું સ્વાસ્થ સારું રહે છે. તેનાથી આંખોની રોશની વધે છે. તેમાં વિટામિન એ હોવાને કારણે રાત્રે પણ જોવામાં તકલીફ થતી નથી. આંખનો રેટિના તેનાથી સ્વસ્થ બને છે. મોતિયા જેવા બિમારીથી મલાઈ ખાવાથી બચી શકાય છે.

શારીરિક વિકાસ માટે: શરીરિક વિકાસ માટે જરૂરી વિટામિન બી 12 મલાઈમાં ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન બી 12 શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ સિવાય તે પેશીઓના વિકાસ અને પ્રજનન અંગોના વિકાસમાં પણ મદદગાર છે. મલાઈમાં રહેલું વિટામિન બી 12 ત્વચા, આંખો, નર્વસ સિસ્ટમ અને કનેક્ટિવ પેશીઓને પણ ફાયદો આપે છે. વાળ, નખ અને ત્વચા માટે પણ તે જરૂરી છે.

મજબૂત બને છે હાડકાં: શરીરના હાડકા અને દાંતના વિકાસ માટે ફોસ્ફરસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મલાઈમાં હાજર ફોસ્ફરસ શરીરના હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. શરીરમાં ખનિજનો અભાવ અને હાડકાંને થતા નુક્સાનને મલાઈ ઘટાડે છે. અધ્યયનો અનુસાર હૃદયના સ્વાસ્થ્ય માટે ફોસ્ફરસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી મલાઈ ખાવાથી હાર્ટ રોગોનું જોખમ ઓછું થાય છે.

નથી થતી પથરી: આજની જીવનશૈલીમાં પથરી એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, પરંતુ મલાઈ ખાવાથી શરીરને જે કેલ્શિયમ મળે છે તેનાથી પથરી થવાની સંભાવના ઓછી થઈ જાય છે. કિડનીની સમસ્યા પણ મલાઈ ખાવાથી ઓછી થાય છે. જો કે સંતુલિત માત્રામાં મલાઈ ખાવી જોઈએ.

તણાવ ઘટાડવા માટે: પેન્ટોથેનિક એસિડ એટલે કે વિટામિન બી 5 મલાઈમાં હોય છે. તે માત્ર તણાવ જ ઘટાડતું નથી, પરંતુ મગજની સમસ્યાઓ, ચિંતા અને હતાશા પણ ઘટાડે છે. જે હોર્મોન્સ મગજને સ્વસ્થ રાખે છે, તેમને તે નિયંત્રિત કરવાનું કામ કરે છે.

વધે છે લાલ રક્તકણો: સારા સ્વાસ્થ્ય અને શરીરના સર્વાંગી વિકાસ માટે લાલ રક્તકણો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમાં જે હિમોગ્લોબિન હોય છે, તેમાંથી જ પોષક તત્વો અને ઓક્સિજન રક્તકણોને પ્રાપ્ત થાય છે. આ સિવાય લાલ રક્તકણોના નિર્માણ માટે શરીરમાં આયર્ન અને ખનિજો પણ જરૂરી છે. મલાઈમાં આ બધા પોષક તત્વોની હાજરીને કારણે, તેનું સેવન કરવાથી શરીરમાં લાલ રક્તકણો વધે છે.

પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે: જો પેટમાં વધુ એસિડ ઉત્પન્ન થાય છે, તો પછી રાત્રે બે ચમચી મલાઈ ખાવાથી રાહત મળે છે. આંતરડાના રોગો મલાઈ ખાવાથી મટી શકે છે, કારણ કે તેમાં લેક્ટિક ફર્મેટેશન પ્રોબાયોટિક હોય છે. શરીરમાંથી ઝેરી તત્વોને પણ મલાઈ બહાર નીકાળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે: વિટામિન એ મલાઈમાં પૂરતા પ્રમાણમાં હોય છે, જેના કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. આવી સ્થિતિમાં, આપણા શરીરને કોઈપણ પ્રકારનો ચેપ લાગવાની સંભાવના ઓછી થઈ જાય છે.

સ્વસ્થ મગજ માટે: મલાઈમાં ફોસ્ફરસ વિપુલ પ્રમાણમાં હોય છે, જેના કારણે મગજ યોગ્ય રીતે કાર્ય કરે છે. જો મગજને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળે છે, તો તેનો વિકાસ યોગ્ય રીતે થાય છે. મલાઈમાં હાજર ફોસ્ફરસને કારણે ઘણા અભ્યાસ મુજબ અલ્ઝાઇમર જેવી મગજની બીમારી સામે રક્ષણ આપે છે.

મલાઇ ખાવાથી થતા નુકસાન: મલાઈ ખાવી શરીર માટે ચોક્કસપણે ફાયદાકારક છે, પરંતુ મલાઈમાં ચરબી વધારે છે. કેટલાક અધ્યયન સૂચવે છે કે વધુ પ્રમાણમાં ચરબીનું સેવન કરવામાં આવે તો શરીરમાં ઉચ્ચ કોલેસ્ટરોલનું જોખમ વધે છે વધારે મલાઈનું સેવન કરવાથી શરીર મેદસ્વી થઈ શકે છે. મલાઈ વધુ ખાવાથી પેટનું ફૂલવું, ભૂખ ઓછી લાગવી અને ઉબકા આવવા જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.