આ અભિનેત્રી છે ઈશાંત શર્માની સપનાની મલ્લિકા, તેની સાથે ડેટ પર જવા ઈચ્છે છે ઈશાંત….

બોલિવુડ

આલિયા ભટ્ટ બોલીવુડની દુનિયાની એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેમના હુસ્નના જલવા પર દરેક ફિદા છે. આલિયા ભટ્ટે ઘણી મોટી ફિલ્મો કરી છે. આટલું જ નહીં બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને અભિનેતા રણબીર કપૂર બોલિવૂડના સૌથી વધુ ચર્ચિત કપલમાંથી એક છે. પરંતુ રણબીર કપૂર ઉપરાંત પણ કોઈ અન્ય છે જે આલિયા ભટ્ટને ડેટ કરવા ઈચ્છે છે. તમે વિચારમાં પડી ગયા હશો. ચાલો જાણીએ કે આખી બાબત શું છે.

જણાવી દઈએ કે આલિયા ભટ્ટ સાથે ડેટ પર જનાર કોઈ અન્ય નહિં પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્મા છે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર ઈશાંત શર્માએ કપિલ શર્મા શોમાં આ ખુલાસો કર્યો હતો. આ શોમાં ટીમ ઈંડિયાના સ્ટાર ઓપનર શિખત ધવન પણ હાજર હતા. જોકે ધવને કોઈ અભિનેત્રી સાથે ડેટ પર જવાની વાત પર દૂરથી હાથ જોડી લીધા હતા.

કપિલ શર્માએ શો દરમિયાન શિખર ધવનને કહ્યું કે, ‘હું કેટલીક ફિલ્મોના નામ લઉં છું. પાજી તમારે જણાવવું પડશે કે તે કયા ક્રિકેટરો પર સૌથી વધુ ફિટ બેસે છે. ત્યાર પછી કપિલે કહ્યું, “પ્યાર કિયા તો ડરના ક્યા?” તેના પર શિખર ધવને કહ્યું કે, “તેનો તો પબ્લિક પણ અંદાજ લગાવી શકે છે.”

ત્યાર પછી દર્શકો તરફથી ગબ્બરનો અવાજ આવવા લાગે છે અને શિખર ધવન કહે છે, ‘હવે શું લખીને આપીએ.’ ત્યાર પછી કપિલે કહ્યું, ‘બોલીવુડ અને ક્રિકેટનું વર્ષો જૂનું જોડાણ છે. તમે પણ ફિલ્મો જોતા હશો. તમારી બંનેની ફેવરિટ અભિનેત્રી કોણ છે, એક એક કરીને જણાવો.’ આવી સ્થિતિમાં ધવને કહ્યું કે, ‘મારી ફેવરિટ અભિનેત્રી કરીના કપૂર છે, કારણ કે તે ટેલેંટની અમીર અભિનેત્રી છે. દરેક રોલમાં તેની એક્ટિંગ નેચરલ લાગે છે.’

આ સવાલના જવાબમાં ઈશાંતે કહ્યું, “પાજી પહેલા મને કેટરીના કેફ સારી લાગતી હતી, હવે આલિયા ભટ્ટ સારી લાગે છે.” પછી કપિલે પૂછ્યું કે, “હવે કેટરિના શા માટે સારી નથી લાગતી?” તો ઈશાંતે કહ્યું, ‘પહેલા બાળકો હતા. હવે ઉંમર વધી ગઈ છે, તેથી હવે આલિયા ભટ્ટ સારી લાગે છે. ત્યાર પછી કપિલે બંનેને પૂછ્યું, “જો તમને કોઈ એક હિરોઈન સાથે ડેટ પર જવાની તક મળે તો તમે કોની સાથે જશો?”

આ સવાલના જવાબમાં ધવને કહ્યું, ‘ભાઈ! અમે પહેલાથી જ હાથ જોડીએ છીએ. તમે અમારા લગ્ન તોડવા ઈચ્છો છો. મે તમારા જેટલા શો જોયા છે તમે દરેક પતિને આ પૂછો જ છો. બંદો ગમે તે હોય, મોટો સેલિબ્રિટી હોય કે પછી જે કોઈ પણ હોય, પત્ની આગળ તે પતિ જ છે. આટલું જ નહીં, શિખર ધવને કહ્યું, “મારા માટે મારી ફેવરિટ અભિનેત્રી જેની સાથે હું ડેટ પર જવા ઈચ્છું છું તે મારી પત્ની છે.”

આ સવાલ વચ્ચે કૂદકો મારતા ઝડપી બોલર ઈશાંતે કહ્યું કે, “આ વાતનું એક અન્ય કારણ છે. ભાભાજી કિક બોક્સિંગ પણ કરે છે.” તેના પર કપિલે તેને પૂછ્યું, “તમે હજુ કુંવારા છો. તમે કહો?” ઈશાંતે કહ્યું, “મેં તમને પહેલાથી જ કહ્યું છે. હું આલિયા ભટ્ટ સાથે ડેટ પર જવા ઈચ્છું છું.” આ સાંભળીને કપિલે કહ્યું, “ઈમાનદારી આ બંદામાં પણ છે. ફેવરિટ પણ તે જ છે. ડેટ પર પણ તેની સાથે જવા ઈચ્છશે.” આ સાંભળીને ધવન, નવજોત સિંહ સિદ્ધૂ અને શોમાં હાજર બધા ઓડિયંસ જોર-જોરથી હસવા લાગ્યા.