ખૂબ જ સુંદર છે ઈંડિયન ક્રિકેટર ઈશાન કિશનની ગર્લફ્રેંડ, જુવો ઈશાનની ગર્લફ્રેંડની સુંદર તસવીરો

રમત-જગત

ભારતમાં ક્રિકેટને લઈને લોકોમાં ખૂબ ક્રેઝ જોવા મળે છે. આ જ કારણ છે કે બોલિવૂડની સુંદર અભિનેત્રીઓ પણ આ ક્રિકેટરોને પોતાનું દિલ આપી બેસે છે. કોઈનું તેમની સાથે અફેયર ચાલે છે, કોઈ સિરિયસ રિલેશનશિપમાં હોય છે તો કોઈ લગ્ન કરી લે છે. આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આઈપીએલના શ્રેષ્ઠ ખેલાડીઓમાં શામેલ મુંબઈ ઈન્ડિયન્સના ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ ખૂબ છવાયેલી છે.

ઈશાન કિશનની ગર્લફ્રેન્ડનું નામ અદિતિ હુંડિયા છે. તે એક મોડેલ અને ગજબની હોટ છે. આ દિવસોમાં ઈશાન અને અદિતિ એકબીજા સાથે કંઈક વધુ જોવા મળી રહ્યા છે. બંનેએ અત્યાર સુધી પોતાના સંબંધની કોઈ ઓફિશિયલ પુષ્ટિ કરી નથી. પરંતુ જ્યારે આ બંનેની સાથેની તસવીરો જોવા મળે છે તો એવું લાગે છે કે બંને વચ્ચે જરૂર કંઈક ચાલી રહ્યું છે.

અદિતિ હુંડિયા વર્ષ 2017 માં ફેમિના મિસ ઇન્ડિયા ફાઇનલિસ્ટ રહી ચુકી છે. આટલું જ નહીં તે 2018 માં મિસ સુપરનેશનલ ઇન્ડિયા એવોર્ડ પણ પોતાના નામે કરી ચુકી છે. રસપ્રદ વાત એ છે કે અદિતિ 23 વર્ષની છે જ્યારે ઈશાન 22 વર્ષનો છે. પરંતુ પ્રેમમાં કોઈ ઉંમર ક્યાં જુવે છે.

અદિતિ હુંડિયા સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે. તેની તસવીરો મોટેભાગે ઇન્ટરનેટ પર વાયરલ થતી રહે છે. તેને ઇન્સ્ટાગ્રામ પર 2.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે. અદિતિની સુંદરતા જોતા જ બને છે. જે પણ તેને જુવે છે બસ દિલ આપી બેસે છે. ઘણા લોકો ઈશાનને ખૂબ નસીબદાર માને છે કે તેને અદિતિ જેવી હોટ ગર્લફ્રેંડ મળી છે.

અદિતિ હુંડિયા અને ઈશાન કિશન ઘણી વખત સાથે તસવીરો ક્લિક કરે છે. બે વર્ષ પહેલા જ્યારે ઈશાનનો જન્મદિવસ હતો ત્યારે અદિતિ સાથેની તેની તસવીરો ખૂબ વાયરલ થઈ હતી. આ સાથે જ અદિતિ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની કેટલીક મેચમાં ઈશાન કિશનને સપોર્ટ કરતા પણ જોવા મળી છે.

અદિતિ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી પોતાનો બેઝિક અભ્યાસ પૂર્ણ કર્યા પછી સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરવા ચાલી ગઈ હતી. જો કે કારકિર્દી માટે તેમણે મોડલિંગ પસંદ કર્યું. ભવિષ્યમાં તે બોલીવુડનો ભાગ પણ બની શકે છે. અદિતી એક મોડેલ હોવાથી ખૂબ સ્ટાઇલિશ પણ છે. તેના લુકથી લોકો ટૂંક સમયમાં ઈમ્પ્રેસ થઈ જાય છે. તે એક ગ્લેમરસ છોકરી છે જે ખુલીને પોતાની લાઈફ એન્જોય કરવી પસંદ કરે છે.

જોકે ઈશાન કિશન અને અદિતિ હંડિયાએ પોતાનો સંબંધ આજ સુધી સાર્વજનિક કર્યો નથી, પરંતુ ઘણી એવી ચીજો છે જે બંનેના સંબંધની પુષ્ટિ કરે છે. ઉદાહરણ તરીકે અદિતિ ઘણીવાર ઈશાનની મેદાન પર ક્રિકેટરની સિદ્ધિઓ વિશે પોસ્ટ કરતી રહે છે. જેમ કે જ્યારે કિશને પોતાની પહેલી આંતરરાષ્ટ્રીય કેપ મેળવી હતી ત્યારે અદિતિએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કેપ સમારંભનો વીડિયો શેર કર્યો હતો.