ઈશા અંબાણીએ પતિ આનંદ સાથે હોસ્ટ કરી ન્યૂયોર્ક-થીમ બેસ્ડ પાર્ટી, શિમરી ડ્રેસમાં ઈશા લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની આ તસવીરો

વિશેષ

ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણીનો પરિવાર પોતાના ફેમિલી ફંક્શનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. વાત લગ્નની હોય કે બર્થડે પાર્ટીની, તેમના દરેક ફંક્શન પર મીડિયાની કડક નજર રહે છે. તાજેતરમાં, મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ તેના પતિ આનંદ પીરામલ સાથે તેના પિતરાઈ ભાઈ આદિત્ય શાહ માટે પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું, જેની કેટલીક ઝલક સામે આવી છે.

રિપોર્ટ્સ મુજબ, આનંદ અને ઈશા દ્વારા રાખવામાં આવેલી આ પાર્ટીમાં કપલના માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ શામેલ થયા હતા. અંબાણી પરિવારના એક ફેન પેજએ તેની કેટલીક ઝલક શેર કરી છે, જેનાથી અમને આ ન્યૂયોર્ક-થીમ વાળી પાર્ટી વિશે માહિતી મળી છે. સામે આવેલા વીડિયો જોઈને કોઈ પણ અંદાજ લગાવી શકે છે કે પાર્ટી ખરેખર ભવ્ય હતી.

ઈવેન્ટ માટે પાર્ટીની હોસ્ટ ઈશા અંબાણી પીરામલે એક શ્રેષ્ઠ ડ્રેસ પહેર્યો હતો. શિમરી ગોલ્ડન કલરના ગાઉનમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેના આઉટફિટમાં નેકલાઇન પર અનોખી ફ્રિલ્ડ પેટર્ન સાથે બ્રાઉન કલરમાં ફ્લોરલ પ્રિન્ટ હતી. બલૂન સ્લીવ્ઝ આ ગાઉનને ખૂબ જ સ્ટાઇલિશ લુક આપી રહી હતી. તેણે પોતાના લુકને ગ્લેમ મેકઅપ, મિડ-પાર્ટેડ હેર અને હૂપ એરિંગ્સની જોડી સાથે કમ્પ્લીટ કર્યો હતો.

ઈશા અને આનંદે ભાવિ દૂલ્હા અને દુલ્હન આદિત્ય અને પ્રજ્ઞાના દિવસને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડી ન હતી. સામે આવેલી ઝલકમાં સુંદર ડેકોરેશન પણ જોવા મળે છે. તસવીરોમાં જોઈ શકાય છે કે રસ્તાને સુંદર ફૂલોથી સજાવવાથી લઈને શ્રેષ્ઠ ભોજનની વ્યવસ્થા કરવા સુધી, આ કપલ એ સાબિત કર્યું તે સૌથી સારા હોસ્ટ છે. જો કે, ન્યૂ યોર્ક-થીમ પર આધારિત શ્રેષ્ઠ કેક હતી જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું હતું.

ગેસ્ટ લિસ્ટ વિશે વાત કરીએ તો, આ ભવ્ય પાર્ટીમાં બિઝનેસની દુનિયાની ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી જેઓ ઈશા અને આનંદ સાથે ખાસ બોન્ડ શેર કરે છે. તસવીરમાં આપણે ઈશાના માતા-પિતા નીતા અંબાણી અને મુકેશ અંબાણીને મહેમાનો સાથે વાતચીત કરતા જોઈ શકીએ છીએ જ્યારે આનંદની માતા સ્વાતિ પીરામલ મહિલાઓ સાથે વાતચીત કરતી જોવા મળી હતી. આ ઉપરાંત, હાઇ પ્રોફાઇલ પાર્ટીમાં ઇશિતા સલગાંવકર, અનંત અંબાણી, દેવીના શાહ, અરુણિકા શાહ, બીજલ મેસવાણી અને અન્ય લોકો પણ જોવા મળ્યા હતા.

પાર્ટી દરમિયાન, હોસ્ટ આનંદ પીરામલ સ્ટેજની શોભા વધારી અને સાબુ બહેનો પ્રજ્ઞા સાબુ અને સૌમ્યા સાબુ વિશે વાત કરી. મહેમાનને સંબોધિત કરતા આનંદે આદિત્યને કહ્યું કે સાબુ બહેનો ખૂબ જ ટેલેંટેડ છે અને તેઓ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમને ‘જોનાસ બ્રધર્સ’ કરતાં સારા જણાવતાં આનંદે કહ્યું, “હું જાણું છું કે આજ રાત ન્યૂયોર્કની રાત છે. આદિત્ય અને પ્રજ્ઞા, હું જાણું છું કે ‘જોનાસ બ્રધર્સ’ (અમેરિકન સિંગર) ખૂબ પ્રખ્યાત છે, પરંતુ ભારતમાં અમારી ‘સાબુ સિસ્ટર્સ’ છે અને તે પણ ગાઈ શકે છે. અને સાથે ડાન્સ પણ કરી શકે છે. ફરક માત્ર એટલો છે કે તે (સાબુ સિસ્ટર્સ) વધુ સારી છે.”

ઈશા અને આનંદની વાત કરીએ તો બંનેએ 12 ડિસેમ્બર 2018ના રોજ ભવ્ય લગ્ન કર્યા હતા. ત્યારથી તે તેના પતિ આનંદ સાથે સુખી લગ્નજીવન જીવી રહી છે. લગ્નના લગભગ 4 વર્ષ પછી, કપલ એ 19 નવેમ્બર 2022 ના રોજ જુડવા બાળકો, એક પુત્રી અને એક પુત્રનું સ્વાગત કર્યું. જોકે તમને ઈશા અને આનંદ દ્વારા રાખવામાં આવેલી આ પાર્ટીની તસવીરો કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો.