પ્રખ્યાત બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી તેમના પારિવારિક મૂલ્યો માટે જાણીતા છે. તે પોતાની વહુ શ્લોકા મેહતા અંબાણીને પોતાની પુત્રી માનવાથી લઈને પોતાના પુત્ર આકાશ અંબાણી અને ભાણેજ આદિયા-કૃષ્ણને ખુશ કરવામાં કોઈ કસર છોડતા નથી. એક અન્ય બંધન જે અંબાણી પરિવારને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે તે છે ઈશા અંબાણી અને તેની ભાભી શ્લોકા મેહતા વચ્ચેનું મજબૂત બંધન.
ઈશા અંબાણી અને શ્લોકા મેહતાના સ્કૂલના દિવસોની તસવીરો: ભાભી-નણંદની જોડી વચ્ચેના સુંદર બંધનને કોઈ પરિચયની જરૂર નથી. અવારનવાર આપણે શ્લોકા મેહતા અને ઈશા અંબાણીને એકબીજાના ફેન્સી આઉટફિટ્સ અને જ્વેલરી પહેરતા જોયા છે. જ્યાં દરેક વ્યક્તિ તેમના પ્રેમભર્યા બંધનથી વાકેફ છે. સાથે જ ઘણા લોકો આ વાતથી અજાણ છે કે બંને એક સાથે મોટા થયા છે. પોતપોતાની મુસાફરીમાં હંમેશા એકબીજાનો સાથ આપવાથી અને એકબીજાની સૌથી મોટી ચીયરલીડર્સ બનવા સુધી, શ્લોકા અને ઈશા નિઃશંકપણે ભાભી અને નણંદ વચ્ચેના બંધનને સારી રીતે વ્યાખ્યાયિત કરે છે.
રિપોર્ટ્સનું માનીએ તો ઈશા અંબાણી પીરામલ અને શ્લોકા મેહતા અંબાણી એક જ સ્કૂલમાં ભણતા હતા. આપણે તેમના બાળપણના દિવસોની ઘણી ન જોયેલી તસવીરો જોઈ છે, જે તેમની મિત્રતા વિશે ઘણું બધું કહે છે. તાજેતરમાં, અમે ઈશા અને શ્લોકાના બાળપણની તસવીરોની સીરીઝ જોઈ. તસવીરોમાં બંને છોકરીઓ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. પહેલી બે તસવીરોમાં, જ્યાં ઈશા બ્લુ ટી-શર્ટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે, તો શ્લોકા ફ્રોકમાં સૌથી સુંદર લાગી રહી હતી.
અન્ય બે તસવીરોમાં શ્લોકા મહેતા બ્લેક ટી-શર્ટ અને ટ્રાઉઝરમાં સુંદર લાગી રહી હતી, જ્યારે ઈશા અંબાણીએ ડુંગરી ડ્રેસમાં દિલ જીતી લીધું હતું. જો કે, તેમાં કોઈ શંકા નથી કે તે છેલ્લી તસવીર હતી જેણે આપણું દિલ જીતી લીધું હતું, જેમાં ઈશા અને શ્લોકા રસ્સાકશી કરતા જોઈ શકાય છે. તેમના બાળપણની તમામ તસવીરો સ્પષ્ટપણે સમજાવે છે કે તેઓ એકબીજા સાથે શા માટે આટલો મજબૂત બોન્ડ શેર કરે છે.
જ્યારે ઈશા અંબાણીએ ભાભી શ્લોકા મેહતાનો લીલૈક ડ્રેસ લીધો હતો ઉધાર: ઈશા અંબાણી અને શ્લોકા મેહતા વચ્ચેના સુંદર બોન્ડ વિશે વાત કરીએ તો, તેની ઝલક અમને ત્યારે જોવા મળી હતી હતી, જ્યારે ઈશા અંબાણી ઉદયપુરમાં એક લગ્નમાં શામેલ થઈ હતી. લગ્ન માટે ઈશાએ પોતાની પ્રેમાળ ભાભી શ્લોકાનો પિંક કલરનો ડ્રેસ ઉધાર લીધો હતો.
શ્લોકા અને ઈશાની એક જ ડ્રેસમાં એક ફોટો કોલાજ ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. ડ્રેસ વિશે વાત કરીએ તો, તેમાં ક્રોપ ટોપ, લહેંગા સ્કર્ટ અને એક સુંદર જેકેટ હતું. ઈશાએ પોતાના લુકને હેવી ઈયરિંગ્સ અને નેકલેસ સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેથી તે કંઈ આશ્ચર્યજનક નથી કે ઈશા અને શ્લોકા વચ્ચેનો બોન્ડ ખૂબ જ મજબૂત છે.
શ્લોકા મેહતા અને ઈશા અંબાણીની કોલેજના દિવસોની તસવીરો: થોડા મહિનાઓ પહેલા આપણે ઈશા અંબાણી અને શ્લોકા મેહતાના સ્કૂલના દિવસોની કેટલીક ન જોયેલી તસવીરો જોઈ હતી, જેમાં ઈશા અને શ્લોકાને તેમની ગર્લ ગેંગ સાથે પોઝ આપતા જોઈ શકાય છે. બંને છોકરીઓ તેમના સ્કૂલ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેમના શર્ટ પર લખેલી શુભકામનાઓ તેમના જૂના દિવસોની યાદો તાજી કરે છે.
જો કે, બીજી તસવીરમાં શ્લોકાન્ને તેના પતિ આકાશ અંબાણી સાથે પોઝ આપતા જોઈ શકાય છે. બંનેના સ્કૂલના દિવસોની તસવીર કોઈ બોલિવૂડ ફિલ્મથી ઓછી નથી. આ તમામ તસવીરો ખરેખર મૂલ્ય પ્રણાલી વિશે ઘણું બધું કહે છે, જે અંબાણીએ તેમના બાળકોમાં વિકસિત કરી છે. જોકે તમને આ તસવીરો કેવી લાગી અમને કમેંટ કરીને જરૂર જણાવો.