ઈશા અંબાણી બાળપણની મિત્ર કિયારા અડવાણીના લગ્નમાં શામેલ થવા પહોંચી રાજસ્થાન, જુવો તેની તસવીરો

બોલિવુડ

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી આજે એટલે કે 6 ફેબ્રુઆરી 2023ના રોજ જેસલમેરના ‘સૂરીગઢ પેલેસ’ માં પોતાના જીવનના પ્રેમ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્નના બંધનમાં બંધાવા માટે તૈયાર છે. તેમના લગ્ન ખરેખર ભવ્ય હશે અને તેમના લગ્નમાં શામેલ થવા માટે મનીષ મલ્હોત્રા, શાહિદ કપૂર, તેમની પત્ની મીરા રાજપૂત કપૂર, અનંત અંબાણી, શ્લોકા મેહતા સહિત અન્ય ઘણા એ-લિસ્ટર્સ લોકો વેડિંગ વેન્યુ પર પહોંચી ચુક્યા છે. આ ક્રમમાં દુલ્હનની બેસ્ટ ફ્રેન્ડ ઈશા અંબાણી પણ તેના પતિ આનંદ પીરામલ સાથે જેસલમેર પહોંચી ચુકી છે.

કિયારાના લગ્નમાં શામેલ થવા માટે જેસલમેર પહોંચી ઈશા અંબાણી: 5 ફેબ્રુઆરી 2023 ની સાંજે ઇશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે જેસલમેર એરપોર્ટ પર જોવા મળી હતી, જ્યારે તે પોતાની બાળપણની મિત્ર કિયારા અડવાણીના લગ્નમાં શામેલ થવા પહોંચી હતી. ઈશા અને તેના પતિ આનંદ જેસલમેર કડક સુરક્ષા વચ્ચે પહોંચ્યા. તે એરપોર્ટની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

નવી માતા ઈશા અંબાણીની એરપોર્ટ લુક: તસવીરમાં, ઇશા અંબાણી આઈવરી કલરના આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં એક મેચિંગ શરારા સાથે મલ્ટીકલર એમ્બ્રોઇડરી જેકેટ કુર્તો હતો. આ સાથે, તેણે ડેવી મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેણે ડાયમંડ જ્વેલરી પણ પહેરી હતી અને પોતાનું મંગલસૂત્ર પણ ફ્લોન્ટ કર્યું હતું. સાથે જ તેના પતિ આનંદ ઓલ-બ્લેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by BollywoodShaadis.com (@bollywoodshaadis) 

કિયારા અડવાણી અને ઈશા અંબાણીની મિત્રતા: જણાવી દઈરએ કે ઈશા અને કિયારા બાળપણના મિત્રો છે અને અતૂટ બોન્ડ શેર કરે છે. કિયારા એક એક્ટિવ સોશિયલ મીડિયા યુઝર હોવાને કારણે અવારનવાર પોતાની મિત્ર ઈશા સાથેની સુંદર તસવીરો શેર કરે છે અને તેના ચાહકોને મંત્રમુગ્ધ કરી દે છે. ઉદાહરણ તરીકે, 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઈશા અંબાણી અને આનંદ પીરામિલની સગાઈ પછી, કિયારાએ તેના ઈન્સ્ટા હેન્ડલ પર તેની મિત્રના સારા સમાચાર વિશે એક સુંદર પોસ્ટ શેર કરી હતી. તેણે પોતાના અને ઈશાના બાળપણના દિવસોની ચાર તસવીરોનું એક કોલાજ શેર કરતા લખ્યું હતું, “કેટલાક ખાસ લોકો છે જે તમારા જીવનનો એક ભાગ છે અને તમે તેમની સાથે મોટા થયા છો. મારી સૌથી જૂની મિત્ર, આજે પણ તેટલી જ કેયરિંગ, તેટલી જ નમ્ર અને તેટલી જ અદ્ભુત છે. જેટલા તમે પહેલી વાર મળ્યા હતા! મારી દુલ્હન, ઈશા એ ક્યારેય પણ પોતાની અંદરના બાળકને મોટું થવા દીધું નથી. હંમેશા માટે તમારૂ અલીઉ. તમને શુભકામના.”