‘ખલ્લાસ ગર્લ’ ઈશા કોપિકરના ઘર આગળ ફેલ છે લક્ઝરી રાજમહેલ, જુવો તેમના લક્ઝરી ઘરની અંદરની તસવીરો

બોલિવુડ

ઈશા કોપીકર બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. ઘણા લાંબા સમયથી ઈશા બોલિવૂડ ઈન્ડસ્ટ્રીથી દૂર છે. ઇશાની પહેલી ફિલ્મ વર્ષ 2000 માં આવેલી ‘ફિઝા’ હતી. છેલ્લી વખત તે 2010 માં આવેલી ફિલ્મ ‘રાખ’માં જોવા મળી હતી. ફિલ્મી દુનિયાથી દૂર ઈશાએ તાજેતરમાં રાજકારણમાં પગ મૂક્યો છે. ‘ડોન’, ‘સલામ-એ-ઈશ્ક’, ’13 બી’, ‘ક્યા કૂલ હૈ હમ’, ‘હમ તુમ’, ‘એક વિવાહ એસા ભી’ તેમની કેટલીક હિટ ફિલ્મો છે.

ઈશા કોપીકર બોલીવુડની ‘ખલ્લાસ ગર્લ’ તરીકે પણ ઓળખાય છે. 19 સપ્ટેમ્બર 1976 ના રોજ જન્મેલી ઈશા 45 વર્ષની થઈ ગઈ. આ વાતમાં કોઈ શંકા નથી કે આ ઉંમરમાં પણ ઈશા ધૂમ મચાવે છે. ઈશાએ પોતાના બર્થડે સેલિબ્રેશનની કેટલીક તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ શેર કરી છે. આ તસવીરોમાં તે કોઈ રાણીથી ઓછી લાગી રહી નથી.

ભલે ઈશા આ દિવસોમાં ગ્લેમર ઈન્ડસ્ટ્રીથી દૂર છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર પોતાની નવી-નવી તસવીરો તેના ચાહકો સાથે શેર કરતી રહે છે. ઈશાએ 29 નવેમ્બર વર્ષ 2009 ના રોજ બિઝનેસમેન ટિમી નારંગ સાથે લગ્ન કર્યા હતા. ટિમી નારંગનું નામ મુંબઈના મોટા હોટેલિયરોમાં શામેલ છે. ઈશા અને ટિમીને એક સુંદર 3 વર્ષની પુત્રી પણ છે જેનું નામ રિયાના નારંગ છે.

જોકે તમને જણાવી દઈએ કે રિયલ લાઈફમાં પણ ઈશાનું જીવન કોઈ રાણી-મહારાણીના જીવનથી ઓછું નથી. ઈશાનું મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં ઘર છે, જ્યાં તે તેના પરિવાર સાથે રહે છે. ઈશાનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. ઈશા પાસે પોતાની કરોડોની સંપત્તિ છે. ઈશાના ઠાઠ-બાઠનો અંદાજ તમે તેમના ઘરને જોઈને લગાવી શકો છો.

આ જે તસવીર તમે જોઈ રહ્યા છો તે ઈશાના ઘરનો લિવિંગ એરિયા છે. જોવામાં તે કોઈ રોયલ રૂમ જેવો લાગે છે, પરંતુ આ ઈશાનો લિવિંગ હૉલ છે. આ લિવિંગ હૉલની જેટલી પ્રસંશા કરવામાં આવે તેટલી ઓછી છે.

લિવિંગ હોલમાં લાકડાની ફ્રેમવાળુ કાચનું ફ્લોર લગાવ્યું છે, જે ભાગ્યે જ જોવા મળે છે. ફ્લોરની નીચે ગ્રિલ લાગેલી છે. ક્રીમ કલરની દિવાલો સાથે સુવર્ણ પડદા ઘરની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. ગોલ્ડન કલરનું ફર્નિચર, હોલમાં રાખેલા સોફા અને કાચનું સેન્ટર ટેબલ ઘરની સુંદરતામાં વધારો કરી રહ્યા છે.

ઈશાએ પોતાની પુત્રીનો રૂમ પણ ખૂબ જ સુંદર રીતે સજાવ્યો છે. રિયાના રૂમની થીમ પિંક છે. ઈશાએ રૂમની દિવાલોથી લઈને બેડ અને ફર્નિચર સુધી બધું પિંક રાખ્યું છે. દિવાલો પર તમે પ્રિન્સેસ અને વન્ડરલેન્જની આકૃતિઓ જોઈ શકો છો. આ રૂમમાં ક્યારેક-ક્યારેક ઈશા પોતાનું યોગ સેશન પણ કરી લે છે.

આ તસવીરમાં તમે ઈશાના ઘરનો અન્ય એક ખૂણો જોઈ શકો છો. મોવ કલરના સોફા પાછળ મોંઘામાં મોંઘા શોપીસ રાખવામાં આવ્યા છે. સોફા પર ઈશા કેવી રીતે મહારાણીની જેમ બેઠી છે.

ઘરમાં એક મોટું વરંડા છે, જ્યાં રિયાના ખૂબ મસ્તી કરે છે. આ એરિયાને મોટી-મોટી મૂર્તિઓ અને વૃક્ષોથી સજાવવામાં આવ્યો છે. ઘરમાં એક મોટો સ્વિમિંગ પૂલ પણ છે, જ્યાં ઈશા ઘણી વખત પોતાની પુત્રી સાથે સ્વિમિંગની મજા લે છે. સ્વિમિંગ કરવું માતા-પુત્રીનો ફેવરિટ ટાઈમપાસ છે.

ઈશાના ઘરનું ગાર્ડન પણ ખૂબ મોટું છે. ગાર્ડનમાં બેસવા માટે જગ્યા-જગ્યા પપર ખુરશી અને બેંચ લગાવવામાં આવી છે. તસવીરમાં તમે વ્હાઈટ અને બ્લેક કલરની ખુરશીઓ અને બેન્ચ જોઈ શકો છો.

એ કહેવું ખોટું નહિં હોય કે ઈશાનું ઘર કોઈ મહેલથી ઓછું નથી. ઘરના દરેક ખૂણામાં રોયલ્ટી જોવા મળે છે. હવે તેનો પતિ છે પણ હોટેલિયર, આવી સ્થિતિમાં પોતાનું ઘર પેલેસ જેવું દેખાવું તો બને છે.