મુકેશ અંબાણીની પુત્રીનું ગાઉન કલેક્શન જોઈને ચક્કર ખાઈ જશે તમારું મગજ, આ ડ્રેસને બનાવવામાં લાગી હતી 350 કલક

Uncategorized

મુકેશ અંબાણી માત્ર ભારતમાં જ નહીં પરતું એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તે અને તેમનો પરિવાર અવારનવાર ચર્ચામાં છવાયેલો રહે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ બાળકો છે જેમાં આકાશ અંબાણી, ઈશા અંબાણી અને અનંત અંબાણી શામેલ છે. ઈશા અંબાણીની વાત કરીએ તો તે પોતાની માતા નીતાની જેમ ખૂબ સ્ટાઈલિશ છે. તે જ્યારે પણ કોઈ પાર્ટી અથવા ફંક્શનમાં આવે છે તો તેના દ્વારા પહેરેલા કપડાં ટ્રેન્ડ થવા લાગે છે.

ઈશાને પોતાના કપડાંના કલેક્શનનમાં ગાઉન રાખવા પસંદ છે. તે ઘણા પ્રસંગો પર એકથી એક ચઢિયાતા સુંદર ગાઉન પહેરેલી જોવા મળે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને ઈશાના સુંદર ગાઉનનું કલેક્શન બતાવવા જઈ રહ્યા છીએ. તેમાંથી એક ગાઉન તો એવું પણ છે કે જેને બનાવવા માટે 350 કલાક લાગી હતી.

ઈશા પોતાની માતા નીતા અંબાણીની જેમ સ્ટાઇલિશ અને ફેશનેબલ ડ્રેસ પહેરવાનું પસંદ કરે છે. તેને ટ્રેડીશનલ કપડાંથી લઈને વેસ્ટર્ન ડ્રેસ સુધી બધું પહેરવું પસંદ છે. ઈશા જ્યારે પણ કોઈ આઉટફિટ પહેરે છે તો તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમય લાગતો નથી. પછી તેમની સ્ટાઇલની ઘણા લોકો કોપી કરવા લાગે છે. એક રીતે તેની ડ્રેસિંગ સ્ટાઇલ ટ્રેન્ડ થવા લાગે છે.

ઈશાના વર્ડરોબમાં સુંદર ગાઉન કલેક્શનની ભરમાર છે. જો તમને પણ ગાઉન પહેરવાનો શોખ છે તો તમારી પાસે પણ આ પ્રકારના ડિઝાઇનર ગાઉન જરૂર હોવા જોઈએ. ઈશા ખૂબ જ સુંદર અને ફેશનેબલ હોવાની સાથે સાથે ઈંટેલિઝેંટ પણ છે. તે પોતાના ભાઈ આકાશ સાથે પિતા મુકેશ અંબાણીનો બિઝનેસ પણ સંભાળે છે. એક રીતે આપણે કહી શકીએ છીએ કે ઈશાની બિઝનેસ સટ્ટાબાઝી અને ફેશન સેંસ બંને કમાલની છે.

ઈશાની માતા નીતા અંબાણીને લોકો ફેશન ટ્રેન્ડ સેટર પણ કહે છે. હવે ઈશા પણ તેની ગાદી પર બેસી રહી છે. પિરામલ પરિવારની વહુ બનવા છતાં તેના ડ્રેસિંગ સેન્સમાં કોઈ ઘટાડો આવ્યો નથી. તે પોતાના ડિઝાઇનર ગાઉનની સાથે પોતાની સ્ટાઇલ ને ડિફાઈન કરે છે. ઈશા પોતાના ગાઉનના ટેક્સચર, મેટેરિયલ અને કલર સાથે એક્સપેરિમેંટ કરતી રહે છે.

તેમની પસંદમાં ફ્લોરલથી લઈને મેટલિક ગાઉન અને બ્રાઈટ કલરથી લાઈટ કલર સુધીના ગાઉન શામેલ છે. ઈશાએ એક વખત પોતાના ઘરની પાર્ટીમાં મેટેલિક એ-લાઈન સિલ્હુટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન તેના ફોલોઅર્સ ને ખૂબ પસંદ આવ્યું હતુ.

સાથે જ વર્ષ 2019 માં ઈશા અંબાણીએ મેટ ગાલામાં એક સુંદર ગાઉન પહેર્યું હતું. તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ગાઉન બનાવવામાં 350થી વધુ કલાક લાગી હતી. આ ગાઉનને ઘણા કારીગરોએ મળીને એકસાથે તૈયાર કર્યું હતું . આ ગાઉન અમેરિકાના પ્રખ્યાત ડિઝાઇનર પ્રબલ ગુરુંગે ખાસ કરીને ઈશા અંબાણી માટે બનાવ્યુ હતું. તેને પહેરીને તે એકદમ બાર્બી ડોલ લાગી રહી હતી. આ ગાઉનમાં ઓસ્ટરિચ પીછાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ઈશાની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેમણે વર્ષ 2018 માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ખૂબ જ રોયલ સ્ટાઈલમાં થયા હતા. આ લગ્નમાં આખું બોલિવૂડ આવ્યું હતું.