ઈશા અંબાણી માતા બન્યા પછી પહેલી વખત માતા નીતા સાથે મળી જોવા, ચેહરાની ચમક અને લુક એ ખેંચ્યું દરેકનું ધ્યાન, જુવો ઈશાની લેટેસ્ટ તસવીરો

વિશેષ

ભારતીય બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી તાજેતરમાં જ બે બાળકોની માતા બની છે. અત્યારે તે પોતાની મધરહુડ લાઈફને એંજોય કરી રહી છે. માતા બન્યા પછી પહેલી વખત, ઈશા ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ની વેબસાઈટ લોન્ચ ઈવેન્ટમાં જોવા મળી હતી, જ્યાં તેણે પોતાની માતાના ડાંસ પ્રત્યે પ્રેમ અને સમર્પણ પર વાત કરી.

જણાવી દઈએ કે ઈશાએ 19 નવેમ્બર 2022 ના રોજ પોતાના પતિ આનંદ પીરામલ સાથે જુડવા બાળકો, એક પુત્રી અને એક પુત્રનું સ્વાગત કર્યું હતું. કપલએ તેમની પુત્રીનું નામ આદિયા અને પુત્રનું નામ કૃષ્ણા રાખ્યું છે. તાજેતરમાં, એક વીડિયો સામે આવ્યો છે જેમાં ઈશા એ ડાન્સ પ્રત્યે તેની માતાના વિઝન વિશે જણાવ્યું. પછી ઈશા પોતાની માતાને તેના વિચારો જણાવવા વિનંતી કરે છે.

જો કે, આ ઝલકમાં જે ચીજ એ અમારું ધ્યાન ખેંચ્યું તે ઈશાનો લુક હતો. માતા બન્યા પછી ઈશાના ચેહરા પર જે ગ્લો હતો, તે જોવા લાયક હતો. સિક્વિન્સથી શણગારેલા સફેદ ચિકનકારી કુર્તામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે પોતાના લુકને ઓપન હેર અને ડાયમંડ-પર્લ જડિત ઈયરિંગ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.

આ પહેલા 7 ઓક્ટોબર 2022ના રોજ ‘TimesNow’ સાથેના એક ઈંટરવ્યૂમાં, ઈશા અંબાણીએ ‘નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેંદ્ર’ વિશે વાત કરતા પોતાની માતા નીતા અંબાણીને સમર્પિત ભારતના પહેલા મલ્ટી આર્ટ સેંટરના ઉદ્ઘાટનનો ખુલાસો કર્યો હતો. તે મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલું છે, જે તેમના ‘જિયો વર્લ્ડ સેન્ટર’ની અંદર છે. દુનિયાને ભારતીય કુશળતા બતાવવા માટે પોતાની માતાના વિઝન વિશે વાત કરતાં તેણે કહ્યું હતું કે, “નીતા મુકેશ અંબાણી સાંસ્કૃતિક કેન્દ્ર એક જગ્યાથી ખૂબ વધારે છે – તે કલા, સંસ્કૃતિ માટે મારી માતાના જુનૂન અને ભારત માટે તેમના પ્રેમને પ્રતિબિંબ કરે છે. તેણે હંમેશા એક એવું પ્લેટફોર્મ બનાવવાનું સપનું જોયું છે જે મોટા પ્લેટફોર્મ પર દર્શકો, કલાકારો અને રચનાત્મક લોકોનું સ્વાગત કરે.”

જણાવી દઈએ કે ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)’માં ધ સ્ટુડિયો થિયેટર, ધ ગ્રાન્ડ થિયેટર અને ધ ક્યુબ સહિત તમામ પ્રકારના પરફોર્મન્સ આર્ટ માટે સમર્પિત જગ્યા હશે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એક નિવેદનથી જાણવા મળ્યું છે કે ત્રણ દિવસીય લોન્ચિંગ ઈવેન્ટ 31 માર્ચ, 2023થી શરૂ થશે. તેમાં જાણીતા નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન, લેખક અને ડ્રેસ નિષ્ણાત હામિશ બાઉલ્સ, સાંસ્કૃતિક સિદ્ધાંતકાર, રણજીત હોસકોટેના પરફોર્મંસ શામેલ હશે. આ સાથે આ કાર્યક્રમમાં અમેરિકન ક્યુરેટર જેફરી ડીચ પણ હાજર રહેશે. જોકે, ,મધરહુડ પછી ઈશાની આ પહેલી ઝલક તમને કેકી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો.