ઈશા અંબાણીની મહેંદીની કેટલીક ન જોઈ હોય તેવી તસવીરો આવી સામે, ચેહરા પર જોવા મળ્યો બ્રાઈડલ ગ્લો, જુવો ઈશાની મહેંદીની તસવીરો

વિશેષ

અંબાણી પરિવારની લાડલી પુત્રી ઈશા અંબાણી હાલમાં મધરહુડ ફેઝને એંજોય કરી રહી છે. ઈશાએ 19 નવેમ્બર 2022ના રોજ તેના પતિ આનંદ પીરામલ સાથે જુડવા બાળકો એક પુત્રી અને એક પુત્રનું સ્વાગત કર્યું હતું. કપલએ તેમની પુત્રીનું નામ આદિયા અને પુત્રનું નામ ક્રિષ્ના રાખ્યું છે. તાજેતરમાં જ અમને ઈશા અંબાણીની મહેંદી સેરેમનીની એક ન જોઈ હોય તેવી તસવીર મળી છે. ચાલો તમને બતાવીએ.

વર્ષ 2018માં થયેલા ઈશા અંબાણીના લગ્ન અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નોમાંથી એક છે. ઈશા અને આનંદ પીરામલના લગ્નમાં દેશ અને દુનિયાની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. પોતાની લાડલી પુત્રીના લગ્નમાં મુકેશ અંબાણીએ 100 મિલિયન ડોલર (લગભગ 720 કરોડ રૂપિયા) ખર્ચ કર્યા હતા. લગ્નનું આ સેલિબ્રેશન લગભગ 15 દિવસ સુધી ચાલ્યું હતું. આ દિવસોમાં લગ્નની દરેક વિધિ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી.

ઈશાની મહેંદી સેરેમનીમાં પ્રખ્યાત મહેંદી કલાકાર વીણા નાગદાને બોલાવવામાં આવી હતી. વીણાએ જ ઈશાના હાથ પર મહેંદી લગાવી હતી. હવે મહેંદી કલાકારે ઈશાની ચોથી વેડિંગ એનિવર્સરી પર ઈશા અંબાણીની મહેંદીની એક અનસીન તસવીર શેર કરી છે. આ તસવીરમાં ઈશા પોતાના હાથ પર લાગેલી મહેંદીને ફ્લોંટ કરતા જોવા મળી રહી છે. તેની સાથે બાજુમાં વીણા પણ હસતા કેમેરા માટે પોઝ આપી રહી છે. ગ્રીન સૂટમાં ઈશા ખૂબ જ સુંદર લાગી રહી છે. સાથે જ તેના ચેહરા પર બ્રાઈડલ ગ્લો સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ઈશા અંબાણીના વેડિંગ લૂક વિશે વાત કરીએ તો, તેણે ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાના કલેક્શનમાંથી એક સુંદર ઓફ-વ્હાઈટ અને શેમ્પેન કલરની લહેંગા ચોલી પહેરી હતી. તેના લહેંગામાં 16-પૅનલ વાળું જાળીદાર ભરતકામ કરવામાં આવ્યું હતું અને દુપટ્ટા તરીકે, ઈશાએ તેની માતા નીતા અંબાણીની લગ્નની બાંધણી સાડીને શામેલ કરી હતી. ઈશાએ પોતાના લુકને ડાયમંડ જ્વેલરીથી કમ્પ્લીટ કર્યો હતો અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જોકે તમને ઈશાની આ તસવીરો કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવો.