ઈશા અંબાણી એ પોતાના રિસેપ્શનમાં પહેર્યો હતો ‘મૈસન વૈલેંટિનો’ નો લહેંગો, જાણો તેની ખાસિયત

વિશેષ

દેશના દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી ઈશા અંબાણી પોતાની અનોખી ફેશન સેન્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે કોઈપણ લુકને સરળતાથી કેરી કરી શકે છે, પછી તે ટ્રેડિશનલ આઉટફિટ હોય કે વેસ્ટર્ન આઉટફિટ.

ઈશા પોતાની માતાની જેમ જ ફેશનિસ્ટા છે. ઈશાએ બિઝનેસની દુનિયામાં પોતાની અલગ ઓળખ બનાવી છે. વર્ષ 2008 માં, તેને ‘ફોર્બ્સ’ની સૌથી યુવા અબજોપતિના લિસ્ટમાં બીજું સ્થાન મળ્યું હતું. ઈશા અંબાણી લાખો છોકરીઓ માટે એક પ્રેરણા છે.

ઈશા અંબાણીએ પોતાના રિસેપ્શનમાં પહેર્યો હતો વેલેન્ટિનોનો લહેંગો: ઈશાએ પોતાના લગ્નમાં ઘણા સુંદર આઉટફિટ પહેર્યા હતા, જેને ઘણા પ્રખ્યાત ડિઝાઇનરોએ ડિઝાઇન કર્યા હતા. તેના રિસેપ્શન લુકે ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. તેણે પોતાના રિસેપ્શનમાં દુનિયાના પ્રખ્યાત ડિઝાઇનર ‘વેલેન્ટિનો’નો એક સુંદર ગોલ્ડન લહેંગો પહેર્યો હતો. ઈશાના લહેંગામાં બારીક એમ્બ્રોઈડરી વર્ક કરવામાં આવ્યું હતું. જોકે ખૂબ ઓછા લોકો જાણે છે કે આ ઈટાલિયન ડિઝાઈનર દ્વારા બનાવવામાં આવેલો પહેલો લહેંગો છે.

ઈશાએ પોતાના સુંદર લહેંગાને ડાયમંડ જ્વેલરી સાથે સ્ટાઈલ કર્યો હતો. તેણે નેકપીસ, મેચિંગ એરિંગ્સ અને માંગ ટીકા પસંદ કર્યા હતા. પેલ પિંક લિપ્સ અને હેવી આઈલાઈનર સાથે સટલ મેકઅપ એ તેના લુકને કમ્પ્લીટ કર્યો હતો.

એકવાર વોગ સાથેના એક ઇન્ટરવ્યુમાં ઈશાએ પોતાના ફેવરિટ ડિઝાઇનર્સ નો ખુલાસો કર્યો હતો અને શેર કર્યું હતું કે તે વેલેન્ટિનો, અબુ જાની-સંદીપ ખોસલા, ડોલ્સે અને ગબ્બાના, મનીષ મલ્હોત્રા, સેલિન અને સબ્યસાચી જેવા ઈંટરનેશનલ અને ભારતીય ડિઝાઇનરોના કપડા પહેરવાનું પસંદ કરે છે. તેણે એ પણ જણાવ્યું હતું કે તેના આરામદાયક કપડાં સલવાર કમીઝ, લુલુલેમોન સ્વેટ્સ અને સ્વેટર છે.