દુનિયાના ટોપ અમીરોમાં સ્થાન ધરાવતા મુકેશ અંબાણીનો પૂરો પરિવાર હંમેશા હેડલાઈન્સમાં રહે છે. મુકેશ અંબાણીની પત્ની, તેમના બાળકો પણ ખૂબ લોકપ્રિય છે. મુકેશ અંબાણી પોતાના પૂરા પરિવારની ખૂબ નજીક છે. તે અવારનવાર પોતાની પત્ની નીતા સાથે જોવા મળે છે, જ્યારે તે અવારનવાર તેના બાળકો સાથે પણ જોવા મળે છે.
જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ વર્ષ 1985માં નીતા અંબાણી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી બંને ત્રણ બાળકોના માતા-પિતા બન્યા હતા. કપલના પુત્રોના નામ આકાશ અંબાણી અને અનંત અંબાણી છે જ્યારે કપલની પુત્રીનું નામ ઈશા અંબાણી છે. ઈશા અંબાણી કોઈ ઓળખની મોહતાજ નથી.
ઈશાનો જન્મ 23 ઓક્ટોબર 1991ના રોજ મુંબઈમાં થયો હતો. 30 વર્ષની ઈશા પરિણીત છે. નોંધપાત્ર છે કે ઈશાના લગ્ન વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ પીરામલ સાથે થયા હતા.
12 ડિસેમ્બર 2018ના રોજ બંને લગ્નના બંધનમાં બંધાયા હતા. મુકેશ અંબાણીએ પોતાની લાડલી ઈશાના લગ્ન ખૂબ જ અમીર પરિવારમાં કર્યા છે. પીરામલ પરિવાર પણ અંબાણી પરિવારની જેમ સંપત્તિની બાબતમાં ખૂબ આગળ છે.
ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની ખૂબ ચર્ચા થઈ હતી. અંબાણીએ પોતાની લાડલી પુત્રીના લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ કર્યા હતા. આ લગ્નમાં દેશ-વિદેશની પ્રખ્યાત હસ્તીઓ શામેલ થઈ હતી. લગ્નમાં અબજો રૂપિયાનો ખર્ચ થયો હતો. દીકરીની વિદાય વખતે મુકેશ અને નીતાની આંખો આંસુઓથી ભરાઈ આવી હતી.
મુકેશ અને નીતા પોતાની પુત્રી ઈશાને મહારાણીની જેમ રાખતા હતા. તેને શરૂઆતથી જ સુખ-સુવિધાની દરેક ચીજ મળી. જોકે આનંદ પીરામલ પણ ઈશાને કોઈ પણ પ્રકારની કમી અનુભવવા દેતા નથી. પોતાની પત્ની ઈશાને આનંદ પણ રાણીની જેમ રાખે છે.
ઈશા અને આનંદની જોડી હંમેશા ચર્ચામાં રહે છે. જે સુખ-સુવિધા ઈશાને તેના પિયરમાં મળતી હતી, તે સુખ-સુવિધા ઈશાને તેના સાસરિયામાં પણ મળતી હતી. પહેલા પણ ઈશાનું જીવન રાણીઓ જેવું હતું અને હવે લગ્ન પછી પણ. લગ્ન પછીથી આનંદે ક્યારેય તેની લાઈફ પાર્ટનર ઈશાને કોઈપણ ચીજ માટે તરસાવી નથી.
ઈશા ઘણા પ્રસંગો પર પોતાના પતિની પ્રસંશા કરતા જોવા મળી છે. આટલું જ નહીં પોતાના જમાઈ આનંદની પ્રસંશા મુકેશ અંબાણી પણ કરી ચુક્યા છે અને તેમણે એકવખત કહ્યું હતું કે તેઓ પોતાના જમાઈમાં પોતાની છબી જુવે છે. આ વાત ઈશા અંબાણી પીરામલ પણ માને છે.
પોતાના એક ઈન્ટરવ્યુમાં ઈશાએ પોતાના પતિ સાથેના સંબંધો વિશે વાત કરતા જણાવ્યું હતું કે બંનેને કંઈક ખાસ ખાવા માટે બહાર જવાનું પસંદ છે. બંને ખાવાના ખૂબ શોખીન છે. તેમણે એ પણ કહ્યું કે અમારા બંનેમાં ઘણી સમાનતાઓ છે. ઈશાના કહેવા મુજબ તેમના લગ્નમાં તેમણે ખૂબ ડાન્સ કર્યો હતો. આનંદ ડાન્સ નથી કરતા પરંતુ મારા કહેવા પર તેમણે મારી સાથે ડાંસ કર્યો હતો.