‘NMACC’ના ઉદ્ઘાટનમાં મુકેશ અંબાણી સાથે પહોંચી ઈશા અંબાણી, ઈંડો-વેસ્ટર્ન લુકમાં લાગી રહી હતી ખૂબ જ સુંદર, જુવો તેની તસવીરો

વિશેષ

યંગ બિઝનેસવુમન ઈશા અંબાણી પોતાની માતા નીતા અંબાણી અને મુકેશ અંબાણીના વારસાને આગળ વધારી રહી છે. અંબાણી પરિવારનો ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે, તેથી હવે તેમણે એક એવી જગ્યા બનાવી છે જે કલા પ્રેમીઓ અને કલાકારોને પોતાની કુશળતા દર્શાવવાની તક આપશે. પરિવાર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ભવ્ય ઉદઘાટન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તાજેતરમાં જ ઈશાએ પોતાના પિતા મુકેશ સાથે ઓપનિંગ ઈવેન્ટમાં હાજરી આપી હતી.

ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસમાં ઈશા અંબાણી લાગી રહી હતી ખૂબ જ સુંદર: ઓપનિંગ સેરેમની માટે પહોંચેલી ઈશા અંબાણી ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં સ્ટનિંગ લાગી રહી હતી. તેના આઉટફિટમાં એક લોંગ અનારકલી જેકેટ સાથે એક સાડી ગાઉન હતું. ઈશાએ પોતાનો લુક મિનિમલ, પરંતુ આકર્ષક બનાવી રાખ્યો હતો. તેણીએ પોતાના લુકને હીરા અને એમરાલ્ડ જ્વેલરી, મેચિંગ ઇયરિંગ્સ અને મિનિમલ મેકઅપ સાથે ટીમઅપ કર્યો હતો. સાથે જ બીજી તરફ મુકેશ અંબાણી સૂટ પહેરેલા જોવા મળ્યા હતા.

‘ડિયોર’ ઈવેન્ટમાં પણ ખૂબ જ સુંદર લાગી રહી હતી ઈશા: 30 માર્ચ, 2023ના રોજ મુંબઈમાં ‘ગેટવે ઑફ ઈન્ડિયા’ ખાતે આયોજિત લક્ઝરી બ્રાન્ડ ‘ડિયોર’ના ફેશન શો માટે ઈશા અંબાણી અને તેની ભાવિ ભાભી રાધિકા મર્ચન્ટે નણંદ-ભાભી ગોલ આપ્યા હતા. જોકે, શ્લોકા મહેતા શોમાંથી ગાયબ હતી. ઈશાએ ‘Dior’ના લેટેસ્ટ કલેક્શનનું ફ્લોરલ ગાઉન પહેર્યું હતું અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

તેણે પોતાના લુકને બ્લૂ કલરના નાના બેગ સાથે સ્ટાઈલ કર્યો હતો. સાથે જ રાધિકાએ ક્રીમ કલરનું કટ-આઉટ સ્કેટર ગાઉન પહેર્યું હતું. તેણીએ પોતાના લૂકને મિનિમલ મેકઅપ સાથે અને વાળને પાછળ પોનીટેલમાં સ્ટાઇલ કર્યા હતા.