દેશના સૌથી મોટા બિઝનેસમેન મુકેશ અંબાણીની લાડલી પુત્રી ઈશા અંબાણીએ વર્ષ 2018માં આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા પછી એન્ટિલિયા છોડી દીધું હતું. લગ્ન પછી આનંદ પીરામલ અંબાણી પરિવારની લાડલી ઈશાને મહારાણીની જેમ જે ઘરમાં રાખે છે તેની તસવીરો અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ.
પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા પછી ઈશા અંબાણી એન્ટિલિયાના બદલે વર્લીમાં નવા બંગલામાં રહેવા લાગી. ઈશા અને આનંદનું આ ઘર ‘ગુલિટા’ પણ કોઈ મોટા મહેલથી ઓછું નથી.
વર્ષ 2015માં આ ઘરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું. આ બંગલો સી-ફેસિંગ છે, તેની સાથે જ અહીંથી અરબી સમુદ્રના ઘણા રસપ્રદ સીન પણ જોવા મળે છે.
સૌથી મહત્વની વાત એ છે કે આ ઘર ડાયમંડ થીમ પર બનાવવામાં આવ્યું છે અને આ ઘરની બહારથી લઈને અંદર ઈંટીરિયર સુધી દરેક જગ્યાએ ડાયમંડ થીમ જોવા મળે છે.
વર્ષ 2012માં ઈશાના સસરા એટલે કે અજય પીરામલે આ પ્રોપર્ટી હિન્દુસ્તાન યુનિલિવર પાસેથી લગભગ 10 બિલિયન ડોલર એટલે કે 550 કરોડ રૂપિયામાં ખરીદી હતી. સાથે જ રિનોવેશન પછી, આ સંપત્તિની કિંમતમાં અનેકગણો વધારો થયો છે.
ઈશા અને આનંદના લગ્ન પછી કપલને આ પાંચ માળનો બંગલો ગિફ્ટમાં મળ્યો હતો. તમને જણાવી દઈએ કે, અજય પીરામલ ફાર્માસ્યુટિકલ, ફાઈનાન્સિયલ સર્વિસ, રિયલ એસ્ટેટ, ઈન્ફોર્મેશન સર્વિસ અને ગ્લાસ પેકેજિંગનો બિઝનેસ કરે છે.
ઘરની દરેક ચીજ ખૂબ જ એંટીક અને કિંમતી છે. ઘરના તમામ લોકો અને મહેમાનોને ચાંદીના ચમકતા વાસણોમાં ભોજન પીરસવામાં આવે છે.
‘ગુલિટા’ 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેમાં પાંચ માળ છે. પાંચ માળમાંથી ત્રણ બેઝમેન્ટ છે. તેમાં સર્વિસ અને પાર્કિંગ માટે બીજો અને ત્રીજો માળ છે. ઘરના ઝુમ્મરથી લઈને દરેક ચીજ ખૂબ જ ખાસ છે, જે વિદેશથી મંગાવવામાં આવી છે.
એવું કહેવાય છે કે જ્યારે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ પાસે આ સંપત્તિની માલિકી હતી ત્યારે આ બંગલો એક ટ્રેનિંગ સેન્ટર હતો. વર્ષ 2012માં આ પ્રોપર્ટી અજય પીરામલે લગભગ 550 કરોડ રૂપિયામાં ખરીદી હતી.
આ બંગલાને ડાયમંડ થીમ પર બનાવવામાં આવ્યો છે. દક્ષિણ મુંબઈના વરલીમાં આવેલો ‘ગુલિટા’ ખૂબ જ સુંદર છે. બંગલાના ઈન્ટિરિયર પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવ્યું છે. ઈશા અને આનંદના ઘરની ડિઝાઈન ખૂબ અલગ છે.