ઈશા અંબાણીએ ભાઈ અનંતની સગાઈમાં પહેર્યો જૂનો રૂબી હાર, ઝુમકા અને માંગટીકાથી કમ્પ્લીટ કર્યો લુક

વિશેષ

બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની સગાઈની તસવીરો અને વીડિયો હજુ સુધી સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અનંતે 19 જાન્યુઆરી 2023ના રોજ પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી હતી. અનંત અને રાધિકાની સગાઈમાં આખો અંબાણી પરિવાર રોયલ લુકમાં જોવા મળ્યો હતો. જોકે, અનંતની બહેન ઈશા અંબાણીના લુક પર દરેકની નજર ટકી રહી ગઈ, કારણ કે તે આઈવરી કલરના અનારકલીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

અનંતની સગાઈમાં ઈશાનો શ્રેષ્ઠ લુક: અનંતની સગાઈમાં ઈશા અંબાણીએ આઈવરી કલરનો અનારકલી સૂટ પહેર્યો હતો, જેના પર હેવી ચિકનકારીનું વર્ક કરેલું હતું. પોતાના આ ટ્રેડિશનલ લુકને સુંદર બનાવવા માટે ઈશાએ રૂબી ડ્રોપ્સ સાથે હેવી હાર, એક માંગ ટીક્કા અને ઝુમકા પહેર્યા હતા અને તેમાં કોઈ શંકા નથી કે ઈશા પોતાના આ રોયલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. હવે સામે આવેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે ઈશાનો આ નેકલેસ જૂનો હતો, જે તેણે તેના મોટા ભાઈ આકાશના લગ્નમાં પહેર્યો હતો.

અનંતની સગાઈમાં ઈશા એ પહેર્યો જૂનો નેકલેસ: તાજેતરમાં જ ઈશા અંબાણીના ઈન્સ્ટા ફેન પેજ પરથી કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે, જે તેના ભાઈ અનંતની સગાઈની છે. તસવીરોની સાથે ઈશાના પૂરા લુક વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે, સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે અનંતની સગાઈમાં જૂનો નેકલેસ પહેર્યો હતો, જે તેણે તેના મોટા ભાઈ આકાશના લગ્નમાં પણ પહેર્યો હતો. માહિતી મુજબ, ઈશાએ પોતાના આઈવરી ડ્રીમ લુક માટે હીરા અને રૂબીના તેના જૂના સુંદર નેકલેસને રિપીટ કર્યો હતો અને તેની સાથે રૂબી ઝુમકા, લાંબો લેયર્ડ હાર, માંગટીકા અને વિશાળ હીરાની રોક રીંગ સાથે પોતાના લુકમાં ચાર-ચાંદ લગાવ્યા હતા.

નીતાએ અનંતની સગાઈમાં પહેરી પુત્રી ઈશાની જ્વેલરી: ઈશા અંબાણીએ અનંતની સગાઈમાં જ્યાં જૂનો નેકલેસ પહેર્યો હતો. તો સાથે જ તેની માતા નીતાએ પોતાની પુત્રીની જ્વેલરી પહેરી હતી. સગાઈ સેરેમની માટે, નીતા અંબાણીએ ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી હેવી એમ્બેલિશ્ડ લહેંગા પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ ક્લાસી અને રોયલ દેલાગી રહી હતી. મેક-અપ, બિંદી અને બન હેરસ્ટાઇલ સાથે પોતાના લૂકને કમ્પ્લીટ કરતા, નીતાએ પોતાની પુત્રી ઈશા અંબાણીની જ્વેલરી પહેરી હતી, જેમાં એક સુંદર ચોકર અને ગળાનો હાર શામેલ હતો.