શું રશ્મિકા સાથે ચાલી રહ્યું છે કાર્તિક આર્યનનું ચક્કર? એકબીજા સાથે જોવા મળ્યા બંને કહ્યું- પાર્ટનર, જાણો શું છે સત્ય

બોલિવુડ

દક્ષિણ ભારતીય સિનેમાની અભિનેત્રી રશ્મિકા મંદાના અને હિન્દી ફિલ્મોના અભિનેતા કાર્તિક આર્યન ભારતીય સિનેમાના ઉભરતા કલાકારો છે. જ્યાં રશ્મિકા સાઉથ ઈન્ડિયન સિનેમામાં પોતાને સાબિત કરી ચુકી છે, તો સાથે જ કાર્તિક આર્યન પણ બોલિવૂડમાં સારું નામ કમાઈ ચૂક્યો છે.

ફિલ્મી દુનિયામાં રશ્મિકા લગભગ 6 વર્ષથી એક્ટિવ છે. સાથે જ કાર્તિક આર્યનને બોલિવૂડમાં એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે. હવે તમે વિચારી રહ્યા હશો કે અમે બંને કલાકારોની એકસાથે વાત શા માટે કરી રહ્યા છીએ, તો ચાલો તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ આ બંને કલાકારો સાથે જોવા મળ્યા છે.

સોશિયલ મીડિયા પર બંનેની એક તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે જેમાં બંને સાથે જોવા મળી રહ્યા છે. રશ્મિકાએ જ્યાં એક હાથ પોતાની કમર પર રાખ્યો છે, તો તેનો એક હાથ કાર્તિકના ખભા પર છે. જ્યારે કાર્તિકે એક હાથ વડે રશ્મિકાની કમર પકડી રાખી છે.

બંને કલાકારોની આ તસવીર પર તેમના ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. આ તસવીર કાર્તિક અને રશ્મિકાએ બંનેએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરી છે. બંનેની જોડી ખૂબ સુંદર લાગી રહી છે. આ તસવીર ઈન્સ્ટા પર શેર કરતા કાર્તિકે કેપ્શનમાં લખ્યું છે કે, “મારા વાઉ પાર્ટનર ને મળો”.

કાર્તિક અને રશ્મિકાની આ સુંદર તસવીર પર ચાહકો અને સોશિયલ મીડિયા યુઝર્સની સાથે જ બોલિવૂડ સેલેબ્સે પણ કમેન્ટ કરી છે. ડાયરેક્ટર અને કોરિયોગ્રાફર ફરાહ ખાને પણ તેના પર કમેંટ કરી છે. તેણે આ તસવીર પર કમેન્ટ કરતા લખ્યું કે, “વાહ, ખૂબ જ હેંડસમ લાગી રહ્યા છે.” આગળ તેણે હાર્ટ ઇમોજી પણ બનાવ્યું છે.

રશ્મિકાએ પણ કરી કમેન્ટ, કાર્તિકને કહ્યું- પાર્ટનર: કાર્તિકે જ્યાં તસવીર શેર કરતી વખતે કેપ્શનમાં રશ્મિકા મંદાનાને પાર્ટનર કહ્યું તો, સાથે જ તેની પોસ્ટ પર રશ્મિકા એ પણ કમેન્ટ કરીને કાર્તિકને પાર્ટનર કહ્યું. કમેન્ટ કરતાં, રશ્મિકાએ લખ્યું છે કે, “હેલો પાર્ટનર, હું બલૂન જેવી લાગી રહી છું પરંતુ કોઈ વાત નહીં, હું તેને ભૂલી જાવ છું”. જણાવી દઈએ કે રશ્મિકાએ પણ પોતાના ઈંસ્ટા પર આ તસવીરને આ કેપ્શન સાથે શેર કરી છે

એક યુઝરે કમેન્ટ કરતાં કાર્તિકને હીરો નંબર 1 જણાવ્યો છે. એકે લખ્યું છે કે, ‘ઈમ્પ્રેસિવ. ખૂબ જ સામાન્ય.’ એક યુઝરે બંનેની જોડીને ક્યૂટ કપલ જણાવી. ઘણા ચાહકોએ સ્માઈલ અને ફાયર ઇમોજી કમેંટ કર્યું. સાથે જ ઘણા ચાહકો એ હાર્ટ ઈમોજી પણ કમેંટ કર્યું.

આશિકી 3માં જોવા મળી શકે છે બંને: તાજેતરમાં જ કાર્તિક આર્યનના હાથમાં ફિલ્મ ‘આશિકી 3’ આવી છે. અભિનેતાએ પોતે આ વાતની ઘોષણા કરી હતી. ત્યારથી, ચાહકો એ જાણવા માટે ઉત્સુક હતા કે તેમની હિરોઈન કોણ હશે. શ્રદ્ધા કપૂર સહિત અનેક અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા, પરંતુ હવે આ તસવીર સામે આવ્યા પછી માનવામાં આવી રહ્યું છે કે બંને ‘આશિકી 3’માં જોવા મળી શકે છે. ઠીક છે હજુ સુધી ઓફિશિયલ ઘોષણા કરવામાં આવી નથી, પરંતુ તસવીર જોયા પછી અટકળો શરૂ થઈ ગઈ છે.