મહિમા ચૌધરીથી ઓછી સુંદર નથી તેની પુત્રી, સુંદરતા જોઈને આવી જશે ‘પરદેસ ગર્લ’ ની યાદ, જુવો તસવીરો

બોલિવુડ

90 ના દાયકાની પ્રખ્યાત અને સુંદર અભિનેત્રીઓમાં મહિમા ચૌધરીનું નામ પણ લેવામાં આવે છે. મહિમા પોતાની એક્ટિંગ અને સુંદરતા બંનેના કારણે ચર્ચામાં રહે છે. પોતાની પહેલી જ ફિલ્મથી તેણે દર્શકોનું દિલ જીતી લીધું હતું. જો કે આજે અમે તમને મહિમા ચૌધરીની પુત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જે સુંદરતાની બાબતમાં તેની માતાથી ઓછી નથી.

જણાવી દઈએ કે મહિમા ચૌધરીનો જન્મ 13 સપ્ટેમ્બર 1973 માં દાર્જિલિંગમાં થયો હતો. 24 વર્ષની ઉંમરમાં મહિમાએ હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેની પહેલી ફિલ્મ વર્ષ 1997 માં રિલીઝ થઈ હતી, જેનું નામ ‘પરદેસ’ હતું. આ ફિલ્મમાં મહિમાની વિરુદ્ધ શાહરૂખ ખાન મુખ્ય ભૂમિકામાં હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી અને દર્શકોનું દિલ જીતી લીધું હતું. સુભાષ ઘઇએ આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. મહિમાને પોતાની પહેલી ફિલ્મ માટે ફિલ્મફેરનો બેસ્ટ ડેબ્યુ આર્ટિસ્ટ એવોર્ડ પણ મળ્યો હતો. ત્યાર પછી મહિમાએ અન્ય ઘણી ફિલ્મોમાં કામ કર્યું.

મહિમા ચૌધરીએ વર્ષ 2006 માં બોબી મુખર્જી સાથે લગ્ન કર્યા હતા. 7 વર્ષ પછી, તે બંને અલગ થઈ ગયા હતા. બંનેએ એક બીજાથી અંતર બનાવી લીધું હતું અને બંનેને એક પુત્રી હતી જેનું નામ અર્યાના ચૌધરી છે. અર્યના તેની માતાની જેમ ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ છે. મહિમા ચૌધરી ઘણી વાર તેની પુત્રી સાથે મુંબઈમાં જોવા મળે છે.

થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર અર્યાના ચૌધરીની તસવીરો અને વીડિયો ખૂબ જ વાયરલ થયા હતા, જેના પર ચાહકોએ ખૂબ કમેંટ પણ કરી હતી અને અર્યાના ચૌધરીની તસવીરો અને વીડિયોને ખૂબ પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન એક યૂઝરે કમેંટ કરીને લખ્યું કે, “માતાની કાર્બન કોપી, ખૂબ જ સુંદર અને પ્યારી.” સાથે જ અન્ય એક યૂઝરે લખ્યું કે, “કેટલી સુંદર છે.” અન્ય યૂઝરે લખ્યું કે, “મહિમાની નિર્દોષ છોકરી.” જણાવી દઈએ કે મહિમા ચૌધરી પોતે પણ સોશિયલ મીડિયા પર પોતાની પુત્રી અર્યાના સાથે તસવીરો પોસ્ટ કરતી રહે છે.

મહિમા ચૌધરી અને અર્યાના ચૌધરી માતા પુત્રીની આ જોડી એકબીજાની ખૂબ નજીક છે. ખરેખર પતિથી અલગ થયા પછીથી મહિમા એકલા જ પોતાની પુત્રીનો ઉછેર કરી રહી છે.

જણાવી દઈએ કે મહિમા અને બોબીના છૂટાછેડા થયા નથી, જો કે બંને છેલ્લા સાત વર્ષથી અલગ રહેતા હતા. કોર્ટે અર્યાનાની કસ્ટડી મહિમાને આપી હતી.

અર્યાનાનો પોતાની માસીના પુત્ર રાયન સાથે ખૂબ મજબૂત બોન્ડિંગ છે. બંને ભાઈ-બહેનની સાથે મિત્રતાનો સંબંધ પણ શેર કરે છે. મહિમા ચૌધરી અને તેમની બહેન આકાંક્ષાના બાળકો ઘણી વખત મળતા રહે છે.