શું 2 મહીનાની પ્રેગ્નેંટ છે કેટરીના કૈફ, પતિ વિક્કી કૌશલ તરફથી આવ્યું આ ખૂબ મોટું નિવેદન

બોલિવુડ

ગયા વર્ષે ડિસેમ્બરમાં લગ્ન પછી કેટરિના કૈફ અને વિકી કૌશલની જોડી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલી છે. લોકો સતત તેમની પ્રવૃત્તિઓને ફોલો કરી રહ્યા છે. તેના ચાહકો તો લગ્ન પછી હવે બંનેના સંતાનની રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કેટરીના પ્રેગ્નેંટ છે. હવે પત્નીની પ્રેગ્નન્સી પર વિકી કૌશલનું મોટું નિવેદન આવ્યું છે.

ડિસેમ્બર 2021 માં થયા હતા લગ્ન: કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે ગયા વર્ષે 9 ડિસેમ્બર ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં હિંદુ રીત-રીવાજ મુજબ લગ્નના બંધનમાં બંધાયા હતા. કેટરીના કૈફની પ્રેગ્નેન્સીને લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. ઘણા દાવાઓમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી 2 મહિનાની પ્રેગ્નેંટ છે.

આવી રીતે ઉડ્યા પ્રેગ્નન્સીના સમાચાર: આ સમાચાર એટલા માટે ફેલાયા કારણ કે થોડા દિવસો પહેલા કેટરિના કૈફ મુંબઈ એરપોર્ટ પર ખૂબ જ ઢીલા સલવાર-કુર્તા પહેરીને જોવા મળી હતી. તેના આ લુક પછી સોશિયલ મીડિયા પર કેટરીના પ્રેગ્નેંટ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. હવે વિકી કૌશલના પ્રવક્તાએ આ અહેવાલો પર નિવેદન જાહેર કર્યું છે.

પતિ વિકી કૌશલે આપ્યું આ નિવેદન: હિન્દુસ્તાન ટાઈમ્સના સમાચાર મુજબ પ્રેગ્નન્સીની અફવાઓ પર રિએક્શન આપતા વિકીના પ્રવક્તાએ કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી. આ રિપોર્ટ ખોટો છે. આ એક અફવા છે. ટાઈમ્સ નાઉમાં છપાયેલા રિપોર્ટ મુજબ કેટરીના કૈફની ટીમે પણ આ તમામ દાવાઓને ખોટા જણાવ્યા છે. આ સાથે એ પણ કહ્યું છે કે કેટરીના પ્રેગ્નેંટ નથી. કેટરીના કૈફ આ સમયે પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે ન્યૂયોર્કમાં છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની મસ્તી ભરેલી તસવીર પણ શેર કરી હતી. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું- ‘બધી ચીજોનું ઘર… મારી ફેવરિટ જગ્યા.’

કેટરીના પતિ સાથે અમેરિકામાં રજાઓ પસાર કરી રહી છે. આ પહેલા કેટરીનાએ સોશિયલ મીડિયા પર વિકી સાથે પૂલની તસવીર શેર કરી હતી. આ તસવીરમાં કેટરીના વિકી સાથે પૂલમાં વ્હાઈટ મોનોકિની પહેરેલી જોવા મળી હતી. આ તસવીર શેર કરતાં કેટરિનાએ કેપ્શનમાં લખ્યું હતું- ‘હું અને મારું.’ અભિનેત્રીની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી. કેટરીના અને વિકીએ ગયા વર્ષે લગ્ન પછી તેમના સંબંધને જાહેર કર્યો હતો.

એકસાથે ટાઈમ પસાર કરી રહ્યા છે કેટ-વિક્કી લગ્ન પછીથી કેટરીના અને વિક્કી બંને દરેક પ્રસંગની પોતાની તસવીરો ઈંસ્ટાગ્રામ પર શેર કરી રહ્યા છે. બંને એકબીજા સાથે ખૂબ સમય પસાર કરી રહ્યા છે, સાથે જ પોતાની આ સુંદર પળની તસવીરો પણ ચાહકો સાથે શેર કરી રહ્યા છે.