કોઈ અપ્સરાથી ઓછી નથી ઈરફાન પઠાનની પત્ની, કંઈક આવી રીતે શરૂ થઈ હતી તેમની લવ સ્ટોરી

રમત-જગત

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એવા ઘણા ખેલાડીઓ છે જેમણે તેમની સુંદર રમતને આધારે દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું છે. આ લિસ્ટમાં ઓલરાઉન્ડર ઇરફાન પઠાનનું નામ પણ શામેલ છે. લાંબા સમયથી ઇરફાને ભારતીય ક્રિકેટ ટીમમાં ઝડપી બોલિંગ અને બેટિંગની જવાબદારી સંભાળી છે. દરેક વ્યક્તિ તેની રમત વિશે જાણે છે, પરંતુ તેમની પર્સનલ લાઈફ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તમને ઇરફાન પઠાનની પર્સનલ લાઈફ વિશે જણાવીએ.

ઇરફાને વર્ષ 2016 માં સાફા બેગ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તે પહેલા ઇરફાનના જીવનમાં શિવાંગી દેવ નામની એક છોકરી આવી હતી. શિવાંગી સાથે ઇરફાનના લગ્ન પણ થવાના હતા, પરંતુ કોઈ કારણોસર તેમનો સંબંધ તૂટી ગયો. બંને વર્ષ 2003 માં પહેલી વખત મળ્યા હતા, શિવાંગી ઓસ્ટ્રેલિયામાં રહેતી હતી અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા ગઈ ત્યારે જ તેમની મુલાકાત થઈ હતી. ધીરે ધીરે બંને મિત્ર બની ગયા અને પછી મિત્રતાનો સંબંધ પ્રેમમાં ફેરવાઈ ગયો.

ઇરફાન શિવાંગીના પ્રેમમાં સંપૂર્ણપણે કેદ થઈ ચુક્યો હતો. શિવાંગી પણ ઇરફાન સાથેના સંબંધો માટે ખૂબ ગંભીર હતી અને તે ઈરફાન સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા ઈચ્છતી હતી, પરંતુ બીજી તરફ ઇરફાનનું કહેવું હતું કે પહેલા તેના મોટા ભાઈ યુસુફ પઠાનના લગ્ન થઈ જાય પછી તે લગ્ન કરશે. પરંતુ શિવાંગી વધારે રાહ જોવા ઈચ્છતી ન હતી. સાથે જ બંનેના પરિવારાઅ સભ્યો પણ આ સંબંધને લઈને ખુશ ન હતા. આવી સ્થિતિમાં વર્ષ 2021 માં બનેનો સંબંધ તૂટી ગયો.

શિવાંગી સાથે સંબંધ તૂટ્યો તો ઈરફાનના જીવનમાં મિડિલ ઈસ્ટ ની ટૉપ મોડલ સફા બેગનો પ્રવેશ થયો. ઇરફાનની પત્ની ખૂબ જ સુંદર છે. એવું કહેવામાં આવે છે કે બંને વર્ષ 2014 માં પહેલી વખત મળ્યા હતા.

ઇરફાન હંમેશા તેની લવ લાઈફને ગુપ્ત રાખે છે. તેની પત્ની સફા પણ લાઈમ લાઈટથી દૂર રહે છે. બંનેના લગ્ન પણ ખૂબ ગુપ્ત રાખવામાં આવ્યા હતા. થોડા વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન પહેલા ઇરફાને સફાની પોતાના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી. ઇરફાન પઠાન અને સફા બેગ 4 ફેબ્રુઆરી 2016 ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા.

બંનેના લગ્ન ખૂબ શાંતિથી થયા હતા. આ લગ્ન ખૂબ જ પરંપરાગત સ્ટાઈલમાં થયાં હતા. બંને પક્ષના પરિવારના સભ્યો અને નજીકના લોકોએ લગ્નમાં ભાગ લીધો હતો. બંનેનું લગ્ન જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને બંને એક પુત્ર ઇમરાન ખાન પઠાનના માતાપિતા છે.

પત્નીથી 10 વર્ષ મોટો છે ઈરફાન પઠાન: જણાવી દઈએ કે સફા બેગ ઉંમરમાં પતિ ઇરફાન પઠાન કરતા 10 વર્ષ નાની છે. જ્યારે સફા 27 વર્ષની છે, તો ઇરફાન 37 વર્ષનો છે. પરંતુ બંને વચ્ચે ખૂબ પ્રેમ છે.

ઇરફાન પઠાણની ક્રિકેટ કારકિર્દી પર એક નજર: ઇરફાન પઠાનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેની કારકિર્દી ઘણી સારી રહી છે. તે શાળામાં ભણતો હતો ત્યારે જ તે ક્રિકેટનો શોખીન બની ગયો હતો અને ત્યારબાદ તેણે ક્રિકેટમાં કારકિર્દી બનાવવાનું મન બનાવી લીધું હતું. તે તેની શ્રેષ્ઠ બોલિંગ તેમજ બેટિંગ માટે પણ જાણીતો હતો. તેની કારકિર્દી ઝડપી બોલર તરીકે શરૂ થઈ હતી.

ઈરફાને ભારત માટે કુલ 173 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેમાં તેણે તેની કારકિર્દીમાં કુલ 120 વનડે મેચોમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ દરમિયાન તેણે વનડેમાં કુલ 1544 રન બનાવ્યા અને કુલ 173 વિકેટ લીધી. તેણે 29 ટેસ્ટ મેચોમાં 1105 રન બનાવ્યા. જ્યારે 24 આંતરરાષ્ટ્રીય ટી 20 મેચોમાં તેના નામે 172 રન છે. એકંદરે ઇરફાને તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 2821 રન બનાવ્યા હતા અને કુલ 301 વિકેટ લીધી હતી. ઇરફાને 4 જાન્યુઆરી 2020 ના રોજ તમામ પ્રકારની ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તે હવે ક્રિકેટ મેચોમાં કમેન્ટ્રી કરે છે.