આમિર ખાનની પુત્રી ઇરાએ વેલેન્ટાઇન વીકને બનાવ્યું ખાસ, બોયફ્રેન્ડ સાથે શેર કરી રોમેંટિક તસવીરો, જુવો અહીં

બોલિવુડ

લોકપ્રિય ફિલ્મ અભિનેતા આમિર ખાન અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. અને આ વખતે પણ તેની પર્સનલ લાઇફને કારણે હેડલાઇન્સમાં આવી ગયા છે. ખરેખર છેલ્લા 6-7 મહિનાથી, ઇરા ખાન નૂપુર શિખરેને ડેટ કરી રહી છે, જોકે હવે આ સમાચાર પર ઈરાએ પુષ્ટિ આપી છે. ખરેખર, ઇરાએ તેના ઈંસ્ટાગ્રામ પર પોતાના બોયફ્રેંડ નુપુર શિખરે સાથે કેટલીક રોમેંટિક તસવીરો શેર કરી છે અને તેના પર એક મેસેજ પણ લખેલો છે.

જણાવી દઈએ કે ઈરા ખાને નૂપુર શિખરે સાથે ઘણી તસવીરો શેર કરતા લખ્યું છે કે, ‘આની સાથે અને તમારી સાથે વચન આપવાનું સમ્માન.’ પોસ્ટ કરેલી ઘણી તસ્વીરોમાં ઇરા ખાન અને નૂપુર એક બીજાને પ્રેમથી જોઈ રહ્યા છે. તો અન્ય તસવીરમાં ખૂબ જ રોમેંટિક સ્ટાઈલમાં સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.

ખરેખર ઈરા ખાનની રિલેશનશિપના સમાચાર બહાર આવતાની સાથે જ બોલિવૂડ સેલેબ્સે પણ રિએક્શન આપવાનું શરૂ કર્યું છે. અભિનેત્રી ફાતિમા સના શેખે ઇરા ખાનની પોસ્ટ પર દિલ ઇમોજી મોકલ્યું છે, જ્યારે અભિનેતા કરણવીર બોહરાએ લખ્યું છે કે, ‘કેટલું સુંદર.

જણાવી દઇએ કે આ પહેલા ઇરા ખાને એક ફંક્શનની તસવીર શેર કરી હતી જેમાં તે બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર, ઇરા ખાન અને નુપુર લોકડાઉન દરમિયાન નજીક આવી ગયા હતા ત્યારથી તેઓ જીમ, હોલીડેઝ વગેરે જગ્યાએ સાથે જોવા મળી રહ્યા છે અને આટલું જ નહીં બંનેએ દિવાળી પણ સાથે જ સેલિબ્રેટ કરી હતી. રસપ્રદ વાત એ છે કે નૂપુર શિખરે આમિર ખાનના ફિટનેસ ટ્રેનર પણ છે.

જોકે ઇરા ખાન અને નૂપુર 6 મહિના કરતા પણ વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ઇરા ખાન અને નૂપુરની નિકટતા લોકડાઉન દરમિયાન વધવા લાગી. જ્યારે ઇરા ખાને ઘરે રહીને તેની ફિટનેસ પર કામ કરવાનું નક્કી કર્યું હતું.

જણાવી દઇએ કે આ પહેલા ઇરા ખાને મ્યૂઝિશિયન મિશાલ ક્રપલાનીને ડેટ કરી હતી. બંનેએ લગભગ 2 વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કર્યું હતું. મિશાલ સાથેના પોતાના સંબંધનો પણ ઈરાએ ખુલીને સ્વીકાર કર્યો હતો. તે ઘણીવાર મિશાલ સાથેની પોતાની તસવીર પોસ્ટ કરતી હતી. જોકે, એવું કહેવામાં આવે છે કે ઇરા ખાનના પિતા આમીર ખાનને મિશાલ અને ઇરાનો સંબંધ કંઈ ખાસ પસંદ ન હતો. તે ઇચ્છતા હતા કે ઇરા પહેલા તેની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરે. વર્ષ 2019 ના અંતમાં, ઇરા અને મિશાલ અલગ થઈ ગયા અને હવે ઇરા નૂપુરને ડેટ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.