IPL 2022 પ્રાઈઝ મની: ઈન્ડિયન પ્રીમિયર લીગ- 2022 (IPL 2022) તેના અંત સુધી પહોંચી ગઈ છે. 10 ટીમો વચ્ચે 65 દિવસમાં રમાયેલી 74 મેચ પછી, IPLને 29 મે, રવિવારના રોજ તેનું ટાઇટલ મળી ગયું. ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઇ હતી. ટાઇટલ મેચમાં ગુજરાતે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું. અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ગુજરાતે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવ્યું હતું.
આ મેચ પછી એવોર્ડ સમારોહ યોજાયો હતો, જેમાં ચેમ્પિયન ટીમ ગુજરાત અને ફાઇનલમાં હારેલી ટીમ રાજસ્થાનને ઈનામી રકમ આપવામાં આવી. આ સાથે અન્ય ઘણા એવોર્ડ પણ આપવામાં આવ્યા. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ IPL જીતનાર ટીમને 20 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. જ્યારે ઉપવિજેતા રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ રૂપિયા મળ્યા.
જણાવી દઈએ કે રાજસ્થાનની ટીમ IPLની પહેલી સિઝનની વિજેતા રહી હતી પરંતુ હવે 14 વર્ષ પછી પણ તે IPL ટ્રોફી ન ઉઠાવી શકી. ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનની ટીમને 7 વિકેટે હરાવીને IPL ટ્રોફીની ડેબ્યૂ સિઝન પોતાના નામે કરી. હાર્દિક પંડ્યાની કેપ્ટની વાળી ટીમ ધીરજ સાથે રમી અને ટાઈટલ મેચ જીતવામાં સફળ રહી. કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતે ટીમનું આગળ વધીને નેતૃત્વ કર્યું.
હાર્દિક પંડ્યાએ પહેલા સુંદર બોલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 17 રન આપીને 3 વિકેટ ઝડપી અને રાજસ્થાનની ટીમને 130 રન પર રોકી દીધી. હાર્દિક પંડ્યાએ પછી 34 રન બનાવ્યા. જીતના હીરો ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને ડેવિડ મિલર રહ્યા. શુભમન ગિલ (45*) અને ડેવિડ મિલર (32*) રન સાથે ટીમને જીત અપાવી હતી.
સાથે જ જો વાત કરીએ IPL 2022 ની પ્રાઈઝ મની વિશે, તો વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સને IPLના આયોજકો તરફથી 20 કરોડ રૂપિયાનો ચેક મળ્યો હતો. સાથે જ રનર અપ રાજસ્થાન રોયલ્સને 13 કરોડ રૂપિયા મળ્યા. લીગમાં સૌથી વધુ 863 રન બનાવનાર રાજસ્થાનના જોસ બટલરે ઓરેન્જ કેપ જીતી. આ સાથે જ 27 વિકેટ લઈને પર્પલ કેપ પણ રાજસ્થાનના યુઝવેન્દ્ર ચહલે મેળવી. જોસ બટલર અને યુઝવેન્દ્ર ચહલને 10-10 લાખ રૂપિયા મળ્યા. ઉમરાન મલિકને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો. આ હેઠળ તેને 10 લાખ રૂપિયા મળ્યા.
કયા ખેલાડીને મળ્યું કેટલું ઈનામ: આખી સિઝનમાં સૌથી વધુ ચોગ્ગા જોસ બટલરના નામે – 10 લાખ, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન જોસ બટલર – 10 લાખ, આખી સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) જોસ બટલર – 10 લાખ, સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ વિજેતા) યુઝવેન્દ્ર ચહલ – 10 લાખ, ઉમરાન મલિકને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ યર – 10 લાખ, દિનેશ કાર્તિકને સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન- ટાટા પંચ કાર, આખી સિઝનમાં સૌથી વધુ સિક્સ જોસ બટલરના નામ – 10 લાખ, બેસ્ટ કેચ ઓફ ધ સીઝન ઇવન લુઈસના નામે – 10 લાખ, બેસ્ટ પાવરપ્લે પ્લેયર ઓફ ધ સીઝન જોસ બટલર – 10 લાખ, આખી સીઝનમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ લોકી ફર્ગ્યુસન – 10 લાખ, આજની મેચનો પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા – 5 લાખ, ગેમ ચેન્જર ઓફ ધ સિઝન જોસ બટલર 10 લાખ
IPL 2022 પ્રાઈઝ મની: વિજેતા – ગુજરાત ટાઇટન્સને 20 કરોડ રૂપિયા મળ્યા, ઉપવિજેતા – રાજસ્થાન રોયલ્સને 12.5 કરોડ રૂપિયા મળ્યા, નંબર 3 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 7 કરોડ રૂપિયા મળ્યા, નંબર 4 – લખનૌ સુપર જાયન્ટ્સને 6.5 કરોડ રૂપિયા મળ્યા