200 રૂપિયા કમાઈને ગેરેજમાં સૂઈ જતા હતા ધર્મેંદ્ર, આજે અબજોની સંપત્તિ અને આટલા અધધ કરોડના બંગલાના છે માલિક

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા ધર્મેન્દ્ર આજે એટલે કે 8 ડિસેમ્બરે 86 વર્ષના થઈ ગયા છે. 8 ડિસેમ્બર 1935ના રોજ તેમનો જન્મ પંજાબના નસરાલીમાં થયો હતો. હી-મેન ના નામથી લોકપ્રિય ધર્મેન્દ્ર આજે પોતાનો 86મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમનું સાચું નામ ધરમ સિંહ દેઓલ છે. પછી તેમણે પોતાનું નામ બદલીને માત્ર ધર્મેન્દ્ર રાખ્યું હતું.

ધર્મેન્દ્રનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો. તેમના પિતા લુધિયાણાના ગામ નસરાલીમાં શાળાના હેડમાસ્ટર હતા. અભિનેતાના પિતાનું નામ કેવલ કિશન સિંહ દેઓલ હતું. કહેવાય છે કે ધર્મેન્દ્રને બાળપણથી જ ફિલ્મોનો શોખ હતો. તેણે ભૂતકાળની અભિનેત્રી સુરૈયાની ફિલ્મ દિલ્લગી જોઈને ફિલ્મોમાં આવવાનું મન બનાવી લીધું હતું.

ખાસ વાત એ છે કે ધર્મેન્દ્રએ ‘દિલ્લગી’ એકવાર નહીં પરંતુ 40 વખત જોઈ હતી. સાથે જ તે કહે છે કે દિલીપ કુમારને જોયા પછી પણ તેમનું મન હીરો બનવાનું થયું હતું.

ધર્મેન્દ્રના પહેલા લગ્ન માત્ર 19 વર્ષની ઉંમરમાં થયા હતા. વર્ષ 1954માં તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. ધર્મેન્દ્રની પહેલી પત્ની હેડલાઈન્સથી દૂર રહેવાનું પસંદ કરે છે.

પહેલી પત્નીથી ચાર બાળકો: ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌર 4 બાળકોના માતા-પિતા બન્યા. બે પુત્રીઓ અજિતા દેઓલ અને વિજેતા દેઓલ. બે પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ છે.

93 હિટ ફિલ્મો, 49 સુપરહિટ ફિલ્મો, પરંતુ કોઈ એવોર્ડ નથી: લગ્ન કર્યા પછી અભિનેતા ધર્મેંદ્ર મુંબઈ આવી ગયા હતા. અહીં આવીને તેમને સંઘર્ષ કરવો પડ્યો. જોકે તે એક મોટા સ્ટાર પણ બન્યા. ધર્મેન્દ્રએ 93 હિટ અને 49 સુપરહિટ ફિલ્મો આપી. જો કે છતાં પણ ધર્મેન્દ્રને પોતાની 61 વર્ષની કારકિર્દીમાં કોઈ એવોર્ડ નથી મળ્યો.

1960 માં ‘દિલ ભી તેરા હમ ભી તેરે’ થી કર્યું ડેબ્યૂ: મુંબઈ આવીને ધર્મેન્દ્રને ડ્રિલિંગ ફર્મમાં પણ કામ કરવું પડ્યું અને તેના માટે તેને 200 રૂપિયા મળતા હતા અને તે ગેરેજમાં જ સૂઈ જતા હતા. અભિનેતાએ પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1960માં ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી કરી હતી. ત્યાર પછી તે સતત કામ કરતા ગયા અને આગળ વધતા ગયા.

પહેલી ફિલ્મ માટે મળ્યા 51 રૂપિયા, આજે 500 કરોડની સંપત્તિ: કહેવાય છે કે ધર્મેન્દ્રએ પોતાની પહેલી ફિલ્મથી 51 રૂપિયાની કમાણી કરી હતી. જોકે આજે તેમની સંપત્તિ અબજોમાં છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આજે તે 500 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. હી-મેન પાસે ઘણા બંગલા, લક્ઝરી કાર અને પોતાનું લક્ઝરી ફાર્મ હાઉસ પણ છે. કહેવાય છે કે ધર્મેન્દ્રના બંગલાની કિંમત 150 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.

હેમા માલિની સાથે બીજા લગ્ન, પછી બે પુત્રીના પિતા બન્યા: ધર્મેન્દ્રએ હિન્દી સિનેમામાં એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી અને આ દરમિયાન અભિનેત્રીઓ સાથે ઈશ્ક લડાવવામાં પણ તે પાછળ ન હટ્યા. પરિણીત હોવા છતાં તેમનું નામ મીના કુમારી, હેમા માલિની અને અનિતા રાજ જેવી અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. મોટા પડદા પર ધર્મેન્દ્રની જોડીને હેમા માલિની સાથે ખૂબ પસંદ કરવામાં આવી.

જણાવી દઈએ કે ધર્મેન્દ્ર અને હેમાએ લગભગ 25 ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ દરમિયાન બંને એકબીજા પર દિલ હારી બેઠા. પરિણીત ધર્મેન્દ્રએ વર્ષ 1980માં હેમા સાથે લગ્ન કર્યા. આ કપલ બે પુત્રીઓના માતા-પિતા છે. જેમના નામ ઈશા દેઓલ અને આહાના દેઓલ છે.

બે પત્નીઓ અને 6 બાળકો હોવા છતાં ધર્મેન્દ્ર પોતાનો સંપૂર્ણ સમય મુંબઈ પાસે આવેલા પોતાના લક્ઝરી ફાર્મહાઉસમાં પસાર કરે છે. તે અવારનવાર અહીં ખેતી કરતા જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, ધરમજીની છેલ્લી ફિલ્મ વર્ષ 2014માં આવી હતી, જેનું નામ હતું ડબલ દી ટ્રબલ હતી જે એક પંજાબી ફિલ્મ હતી.