ટૂંક સમયમાં જ બનવા જઈ રહ્યું છે ભારતનું નવું સંસદ ભવન, અહિં જુવો કેવું હશે તેનું સ્ટ્રક્ચર

Uncategorized

ભારતીય સંસદ એટલે ભારતીય લોકતંત્રનું મંદિર. સંસદનું મહત્વ કોઈપણ સંસદીય લોકતંત્રમાં મહત્વપૂર્ણ હોય છે, તેવી જ રીતે ભારતમાં પણ બંધારણ પછી સંસદનું બીજું મહત્વપૂર્ણ સ્થાન છે. સંસદ એક એવી જગ્યા છે જ્યાં દેશના નિયમ બનાવવામાં આવે છે અને પછી દેશ ચલાવવામાં આવે છે. ભારતીય સંસદ બે ગૃહોમાં વહેંચાયેલું છે. રાજ્યસભા જેને ઉચ્ચ ગૃહ કહેવામાં આવે છે. લોકસભા જેને નીચલું ગૃહ કહેવામાં આવે છે. રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા સાથે મળીને સંસદ પૂર્ણ થાય છે. દેશમાં એક સંસદ ભવન છે પરંતુ દેશના નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. અને આ નવા સંસદ ભવનમાં કઈ કઈ સુવિધાઓ અને ખાસ ચીજો હશે તેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જણાવી દઈએ કે ભારતતીય સંસદ ભવનની નવી બિલ્ડિંગ બનવા જઈ રહી છે. ઘણી રીતે આ ઇમારત મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવા સંસદ ભવનના પરિસરનું કામ લગભગ ઓક્ટોબર 2022 માં પૂર્ણ થશે. ટાટા પ્રોજેક્ટ્સને તેના બાંધકામનો કરાર અપાયો હતો. આ સંસદ ભવનનું માળખું બહાર આવી ચુક્યું છે. ચાલો જાણીએ કેવી રીતે બનશે નવું સંસદ ભવન.

ખરેખર અ નવા સંસદ ભવની બિલ્ડિંગમાં 6 પ્રેવેશ દ્વાર બનાવવાનો પ્રસ્તાવ છે. આ સાથે આ સંસદ ભવનમાં 120 ઓફિસ સ્પેસ અને પબ્લિક ગેલેરીઓની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આ નવા સંસદ ભવનના પરિસરના લોકસભા હોલમાં 1,272 લોકોની બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. તે જ સમયે, રાજ્યસભાના હોલમાં 629 સીટ લગાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. જૂની બિલ્ડિંગની તુલનામાં, બેઠક વ્યવસ્થા માટે ઘણી સીટો ગોઠવવામાં આવશે.

અહીં રસપ્રદ વાત એ છે કે સાંસદોની બેઠકો માટે જે સીટો આ સંસદ ભવનમાં બનાવવામાં આવી રહી છે, તેને આધુનિક સાધનોથી સજ્જ કરવામાં આવી રહી છે. ઘણી નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને સુવિધાજનક બનાવવામાં આવી રહી છે. જેથી મતદાન વગેરેમાં સાંસદોને સરળતા રહે. સ્પેશ અને આધુનિકરણની દ્રષ્ટિએ આ સંસદ ભવન ખૂબ જ વિકસિત અને મોડર્ન હશે.

નોંધપાત્ર વાત એ છે કે આ નવા સંસદ ભવનનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. આ સંસદ ભવન માટે વૃક્ષોને ટ્રાંસફર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સંસદ ભવનના નિર્માણની સામગ્રી પણ અહીં પહોંચવા લાગી છે. જણાવી દઈએ કે નવું સંસદ ભવન હાલના પરિસરમાં જ પ્લોટ નંબર 118 પર તૈયાર કરવામાં આવી રહ્યું છે. નવા સંસદ ભવન માટે રેલ અને પરિવહન ભવનને તોડવામાં આવશે નહીં.

Leave a Reply

Your email address will not be published.