હવે કંઈક આ હાલતમાં છે ઈંડિયન આઇડલના પહેલા વિજેતા અભિજીત સાવંત, એક સમયે લોકોએ રસ્તા પર….

બોલિવુડ

દેશના સૌથી પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલની પહેલી સિઝનના વિજેતા રહેલા અભિજીત સાવંત આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તે આજે 40 વર્ષના થઈ ચુક્યા છે. અભિજીતનો જન્મ 7 ઓક્ટોબર 1981 ના રોજ મુંબઈમાં થયો હતો. તેમણે પોતાના સિંગિંગથી દરેકને પોતાના ચાહક બનાવી લીધા હતા. ચાલો આજે તેમના જન્મદિવસ પર તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે જાણીએ.

ઘર-ઘરમાં પ્રખ્યાત થયા હતા અભિજીત: ઇન્ડિયન આઇડલની અત્યાર સુધીમાં 12 સીઝન આવી ચુકી છે. આ પ્રખ્યાત રિયાલિટી શોની શરૂઆત વર્ષ 2004 માં થઈ હતી. આ દરમિયાન તેની પહેલી સીઝન આવી હતી અને અભિજીત સાવંત તરીકે શોને પોતાનો પહેલો વિનર મળ્યો હતો. આ શો અને પોતાના સિંગિંગના આધારે અભિજીત ઘર-ઘરમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા હતા.

અભિજીતનું આલ્બમ: ઈંડિયન આઈડલના વિનર બનવાની સાથે જ અભિજીત સફળતાના શિખર પર સવાર હતા. તેમને દરેક ઓળખવા લાગ્યા હતા અને તે સતત પોતાના કામમાં આગળ વધી રહ્યા હતા. ઈન્ડિયન આઈડલની ટ્રોફી પર કબજો મેળવ્યા પછી અભિજીતે પોતાનું આલ્બમ લોન્ચ કર્યું હતું. તેમણે પોતાનું આલ્બમ પોતાના નામ પર જ રાખ્યું હતું. તેનું નામ હતું ‘આપ કા અભિજીત’. તે સોની ચેનલ દ્વારા બહાર લાવવામાં આવ્યું હતું.

આ આલ્બમનું એક ગીત ‘મુહબ્બતેં લુટાઉંગા’ હિટ સાબિત થયું હતું અને લોકોએ તેને ખૂબ પ્રેમ આપ્યો હતો. પછી સિંગરે બીજું આલ્બમ ‘જુનૂન’ ના નામ પરથી રીલીઝ કર્યું. તેને પણ ચાહકો તરફથી ખૂબ પ્રશંસા મળી અને તે પણ હિટની કેટેગરીમાં શામેલ થઈ ગયું. પછી અભિજીતને હિન્દી સિનેમામાં ગીત ગાવાની તક મળી. અભિજીતે અભિનેતા ઇમરાન હાશ્મીની ફિલ્મ ‘આશિક બનાયા આપને’ ના ગીત ‘મરજાવાં’ ને અવાજ આપ્યો હતો, જોકે ત્યાર પછી આ યુવાન સિંગરનો જાદુ ફિક્કો પડતો ગયો અને તે ધીમે ધીમે ગાયબ થવા લાગ્યો.

પછી કર્યો ડાન્સ, ‘નચ બલિયે’માં મળ્યો જોવા: અભિજીતની સિંગિંગ કારકિર્દી સારી ચાલી રહી ન હતી, તો તેમણે દેશ અને દુનિયાને પોતાનું નવું ટેલેંટ બતાવ્યું. તે એ બતાવવા ઈચ્છતા હતા કે તે ડાંસ પણ કરી લે છે. પોતાની પત્ની સાથે અભિજીત ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ (સિઝન 4) માં જોવા મળ્યો. જોકે દર્શકોએ સિંગરના ડાંસને નકાર્યો. ટૂંક સમયમાં તે શોમાંથી બહાર થઈ ગયો.

એક્ટિંગ પણ કરી, પરંતુ પછી રહ્યો ફ્લોપ: સિંગિંગ અને ડાંસમાં હાથ અજમાવ્યા પછી, અભિજિત સાવંતે એક્ટિંગ કરવાનું મન પણ બનાવ્યું. તેને ફિલ્મમાં કામ પણ મળ્યું. ફિલ્મનું નામ હતું ‘લોટરી’. 20 માર્ચ 2009 ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં અભિજીત રોહિત અવસ્થીની ભૂમિકામાં જોવા મળ્યો હતો પરંતુ તેને દર્શકોએ એક અભિનેતા તરીકે પણ પસંદ ન કર્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઉંધા મોં પર પડી હતી.

રસ્તા પર જાહેરમાં માર્યો: અભિજીત સાવંત પોતાની પ્રોફેશનલ લાઈફ ઉપરાંત વર્ષ 2010 માં એક અજીબ બાબતને લઈને ચર્ચામાં રહ્યો હતો. તેને પણ સમજાયું ન હતું કે છેવટે તેમની સાથે આવું કેવી રીતે બન્યું. ખરેખર વાત એ છે કે વર્ષ 2010 માં રસ્તા પર લોકોએ અભિજીત સાવંતને માર્યો હતો. બન્યું કંઈક એવું કે અભિજીત તેની એક મિત્ર અને સિંગર પ્રાજક્તા શુક્રે સાથે કાર દ્વારા ક્યાંક જઈ રહ્યો હતો. કાર પ્રાજક્તા ચલાવી રહી હતી અને તેમણે એક સ્કૂટરને ટક્કર મારી હતી. આ કારણે અભિજીત ગુસ્સે થયેલી ભીડનો શિકાર બન્યો. કેટલાક લોકોએ ગુસ્સામાં તેને માર્યો હતો.

અત્યારે ક્યાં અને કઈ હાલતમાં છે: કહેવાય છે કે અભિજીત મુંબઈમાં જ રહે છે, જોકે જે લોકપ્રિયતા તેને મળી હતી તેને તે સતત ગુમાવતા રહ્યા. હવે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે નાના-મોટા સ્ટેજ શો કરે છે. ઈન્ડિયન આઈડલના વિનર બનવા છતાં તે હિન્દી સિનેમામાં કંઈ ખાસ કમાલ બતાવી શક્યો નહિં અને ન તો સિંગિંગની દુનિયામાં કંઈ ખાસ કરી શક્યો.