દરેકને પાછળ છોડીને પવનદીપ રાજન બન્યા ઈડિયન આઈડલ 12 ના વિજેતા, સિંગર પર થયો ગિફ્ટનો વરસાદ, જાણો શું મળ્યું ગિફ્ટમાં

બોલિવુડ

ઇન્ડિયન આઇડોલ 12 ને પવનદીપ રાજનના રૂપમાં વિજેતા મળી ગયો છે. ફિનાલે માટે રેસમાં સૌથી આગળ ચાલી રહેલા પવનદીપે છેવટે ઈન્ડિયન આઈડલ 12 ના એવોર્ડ પર કબજો કર્યો છે. 15 ઓગસ્ટના રોજ 12 કલાક સુધી ચાલેલા ગ્રાન્ડ ફિનાલેના અંતમાં વિજેતાની ઘોષણા કરવામાં આવી હતી. શરૂઆતથી લઈને આજ સુધી વાતાવરણ પવનદીપના પક્ષમાં જ રહ્યું હતું અને અંતે તે જ થયું જેને લઈને દરેક આશા જણાવતા હતા.

નોંધપાત્ર છે કે ઇન્ડિયન આઇડલ દેશનો સૌથી પ્રખ્યાત સિંગિંગ રિયાલિટી શો છે. તેની ખ્યાતિ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ છે. આ શો અન્ય સિંગિંગ રિયાલિટી શોની સરખામણીમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને દર્શકોનો તેને ખૂબ પ્રેમ મળે છે. શોની આ સીઝન ઉતાર -ચળાવથી ભરેલી રહી છે, જોકે કહેવાય છે ને કે અંત ભલા તો સબ ભલા. ગઈ કાલે થયું પણ કંઈક આવું જ.

જણાવી દઈએ કે ફાઈનલની રેસમાં પવનદીપ રાજન સહિત કુલ 6 સ્પર્ધકો હતા. સનમુખ પ્રિયા, નિહાલ તોરો, મોહમ્મદ દાનિશ, સાયલી કાંબલે અને અરુણિતા કાંજીલાલ દરેકને હરાવીને પવનદીપને ઇન્ડિયન આઇડલ 12 નો વિજેતા બન્યો. આ એવોર્ડને પોતાના નામે કર્યા પછી પવનદીપ પર ગિફ્ટનો વરસાદ થયો. તેને જ્યારે ઇન્ડિયન આઇડોલ 12 ની ચમકતી ટ્રોફી મળી, તો તેની સાથે 25 લાખ રૂપિયાનો ચેક અને એક નવી લક્ઝરી સ્વિફ્ટ કાર પણ તેને ગિફ્ટમાં મળી. આ સાથે પવનદીપને કરોડો લોકોની પ્રાર્થના અને પ્રેમ પણ મળ્યો.

નોંધપાત્ર છે કે દર્શકોના મનમાં લાંબા સમયથી આ સવાલ હતો કે ઇન્ડિયન આઇડલ 12 નો વિજેતા કોણ બનશે? ઘણા મહિનાઓથી લોકો આ સવાલના જવાબની શોધમાં હતા. છેવટે આઝાદીની 75 મી વર્ષગાંઠના શુભ પ્રસંગ પર કરોડો ભારતીયોને તેનો જવાબ મળી ગયો. ઉત્તરાખંડના ચંપાવતના રહેવાસી પવનદીપે ટ્રોફી પોતાના નામે કરીને એક મોટું કારનામું કર્યું છે.

કયા સ્પર્ધકને મળ્યું ક્યું સ્થાન: જણાવી દઈએ કે દરેક સીઝનમાં ફાઈનલની રેસમાં કુલ 5 સ્પર્ધકો હતા, જોકે આ વખતે મેકર્સે ફાઈનલની રેસમાં કુલ 6 સ્પર્ધકો રાખ્યા હતા. તેમાંથી સન્મુખ પ્રિયાને છઠ્ઠું, નિહાલ તોરોને પાંચમું, મોહમ્મદ દાનિશને ચોથું, સાયલી કાંબલેને ત્રીજું અને અરુણિતા કાંજીલાલને બીજું સ્થાન મળ્યું. ભલે આ તમામ સ્પર્ધકો ટ્રોફીથી થોડાક પગલા દૂર રહી ગયા હોય, જોકે દર્શકો આ બધાને કોઈપણ વિજેતા કરતા ઓછા નથી માનતા. આ કલાકારોએ પણ ફાઇનલની મુસાફરી કરી અને શોના છેલ્લા દિવસ સુધી બની રહ્યા.

ઈન્સ્ટાગ્રામ પર બની મોટી ફેન ફોલોઈંગ: શોમાં દર વખતે, જ્યાં પવનદીપ રાજને પોતાના શ્રેષ્ઠ પરફોર્મંસથી દર્શકો અને જજનું દિલ જીતી લીધું, તો બીજી બાજુ સોશિયલ મીડિયા પર પણ તેની એક મોટી ફેન ફોલોઈંગ બની ગઈ. તે હવે બોલિવૂડ સ્ટાર જેટલો જ પ્રખ્યાત બની ગયો છે. પવનદીપ રાજનના ઇન્સ્ટાગ્રામ પર 12 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચુક્યા છે.

જણાવી દઈએ કે 12 કલાક સુધી ચાલેલા ઈન્ડિયન આઈડલ 12 ના ગ્રાન્ડ ફિનાલેમાં ફાઇનલિસ્ટ ઉપરાંત આ સીઝનના ભૂતપૂર્વ સ્પર્ધકો અને સિઝન 10 અને 11 ના વિજેતાઓ અનુક્રમે સલમાન અલી અને સની હિન્દુસ્તાનીએ પણ પોતાનું પરફોર્મંસ આપ્યું હતું.

ઇન્ડિયન આઇડોલ 12 ના ફિનાલેમાં મહેમાન તરીકે સિદ્ધાર્થ મલ્હોત્રા, અભિનેત્રી કિયારા અડવાણી, મીકા સિંહ, ધ ગ્રેટ ખલી, કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ જેવા દિગ્ગજો શામેલ થયા હતા.