પોતાના લગ્નમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા આ ક્રિકેટર, જુવો કોહલીથી લઈને હાર્દિક સુધીના વેડિંગ લુકની તસવીરો

રમત-જગત

ભારતીય ક્રિકેટર પોતાના લગ્નમાં શેરવાનીમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. તો ચાલો જોઈએ કે વિરાટ, યુઝવેન્દ્ર ચહલ સહિત ભારતીય ક્રિકેટરો તેમના લગ્નમાં ટ્રેડિશનલ આઉટફિટમાં કેવા લાગી રહ્યા હતા.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી કેએલ રાહુલે અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. લગ્નમાં આથિયાએ પિંક લહેંગો પહેર્યો હતો, જ્યારે રાહુલ શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ પહેલા વિરાટ, યુઝવેન્દ્ર ચહલ સહિતના આ ક્રિકેટરો પણ તેમના લગ્નમાં ટ્રેડિશનલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.

ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલે તેના લગ્નમાં વ્હાઈટ કલરની શેરવાની પહેરી હતી જ્યારે તેની પત્ની ધનશ્રી વર્માએ લાલ લહેંગો પહેર્યો હતો. બંને તેમના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

અનુષ્કા શર્મા એ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા છે. વિરાટ એ પણ પોતાના લગ્નમાં શેરવાની પહેરી હતી, તો સાથે જ અનુષ્કા શર્મા એ ગુલાબી કલરનો લહેંગો પહેર્યો હતો. બંનેએ ઈટાલીમાં લગ્ન કર્યા હતા.

ક્રિકેટર હાર્દિક પંડ્યાએ ખૂબ જ સિમ્પલ રીતે પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે લગ્ન કર્યા હતા. હાર્દિક કુર્તા પહેરેલા જોવા મળ્યા હતા. તો નતાશા પ્રિન્ટેડ ગ્રીન શૂટમાં જોવા મળી હતી.

જસપ્રીત બુમરાહે 15 માર્ચ 2021ના રોજ મોડલ અને પ્રેઝેંટર સંજના ગણેશન સાથે લગ્ન કર્યા હતા. પોતાના લગ્નમાં જસપ્રીત બુમરાહે પિંક કલરની શેરવાની પહેરી હતી તો સંજના એ પણ પિંક કલરનો લહેંગો પહેર્યો હતો. બંને પિંક કલરના વેડિંગ આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

રોહિતે વર્ષ 2015માં રિતિકા સજદેહ સાથે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન મુંબઈની ‘તાજ લેંડ્સ હોટલ’ માં થયા હતા. તેમના લગ્નમાં ક્રિકેટથી લઈને બોલીવુડ સુધીના સેલેબ્સ શામેલ થયા હતા.