ખૂબ જ ખાસ છે દક્ષિણ ભારતનું આ મંદિર, અહીં બનવા જઈ રહ્યા છે એક કરોડ શિવલિંગ, જણો શું છે તેનું કારણ

ધાર્મિક

દેશભરમાં એવા ઘણા મંદિરો છે જે તેમની વિશેષતા અને ચમત્કારને કારણે દુનિયાભરમાં પ્રખ્યાત છે. જોકે આપણા દેશમાં મંદિરોની કોઈ કમી નથી. તમને દરેક જગ્યા પર કોઈને કોઈ મંદિર જરૂર મળી જશે. આ મંદિરો પાછળ કોઈને કોઈ કથા જરૂર હોય છે, જેના કારણે લોકો મોટી સંખ્યામાં આ મંદિરોમાં દર્શન કરવા માટે આવે છે. આજે અમે તમને દક્ષિણ ભારતમાં આવેલા એક એવા મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જેને ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ મંદિરનું નામ કોટિલીંગેશ્વર છે.

દક્ષિણ ભારતનું કોટિલીંગેશ્વર મંદિર ખૂબ જ અનોખું મંદિર છે. જેમ કે નામ પરથી જ ખબર પડી શકે છે કે અહીં એક કરોડ શિવલિંગ હશે. જણાવી દઈએ કે અહીં એક કરોડ શિવલિંગની સ્થાપના માટે આ મંદિરનું નિર્માણ અનોખી રીતે કરવામાં આવ્યું છે અને અહીં અત્યાર સુધીમાં લાખો શિવલિંગની સ્થાપના થઈ ચુકી છે.

કોટિલીંગેશ્વર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે અહીં આવીને ભક્તોની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. જ્યારે ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે, ત્યારે તેઓ અહીં તેમના શિવલિંગની સ્થાપના કરી શકે છે. તો ચાલો જાણીએ કોટિલીંગેશ્વર મંદિર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને અન્ય વિશેષ બાબતો વિશે.

જાણો આ મંદિર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ: આ મંદિર કર્ણાટકના કોલ્લાર જિલ્લાના કામ્માસાંદરા નામના ગામમાં આવેલું છે. આ મંદિર આખી દુનિયામાં કોટિલીંગેશ્વર તરીકે ઓળખાય છે. કોટિલીંગેશ્વર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે દેવરાજ ઇન્દ્રએ ગૌતમ ઋષિના શ્રાપથી છુટકારો મેળવવા માટે અહીં એક શિવલિંગની સ્થાપના કરી હતી. ત્યાર પછી અભિષેક કરવામાં આવ્યો હતો.

તમને જાણીને આશ્ચર્ય થશે કે આ મંદિર શિવલિંગના આકારમાં જ બનાવવામાં આવ્યું છે જેની ઉંચાઇ 108 ફૂટ છે. મુખ્ય શિવલિંગ ઉપરાંત આ મંદિરમાં લાખો શિવલિંગ સ્થાપિત છે. જો તમે ઈચ્છો છો કે તમારા નામે આ મંદિરમાં શિવલિંગ સ્થાપિત કરાવો, તો તમે અહીં 1 થી 3 ફૂટ લાંબી શિવલિંગ સ્થાપિત કરાવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં જે પણ ઇચ્છા માંગવામાં આવે છે તે પૂર્ણ થાય છે.

કોટિલીંગેશ્વર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ 1980 માં સ્વામી સંભ શિવ મૂર્તિ અને તેમની પત્ની વી રુકમણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ બંનેએ અહીં પ્રથમ શિવલિંગની સ્થાપના કરી. ત્યાર પછી 5 શિવલિંગ પછી 108 શિવલિંગ અને ત્યાર પછી 1001 શિવલિંગની સ્થાપના થઈ.

એવું કહેવામાં આવે છે કે સ્વામી સંભજીને સ્વપ્ન આવ્યું હતું કે અહીં એક કરોડ શિવલિંગની સ્થાપના થવાની છે, પરંતુ વર્ષ 2018 માં તેમનું અવસાન થઈ ગયું, પરંતુ તેમના ગયા પછી પણ અહીં શિવલિંગ બનાવવામાં આવી રહી છે. અહીં વર્ષ 1994 માં 108 ફુટ લાંબી શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ, આ મંદિરમાં વિશાળ નંદીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે આખા મંદિર પરિસરમાં કોટિલીંગેશ્વર ઉપરાંત 11 અન્ય મંદિરો છે. આ મંદિરોમાં બ્રહ્મા, વિષ્ણુ, અન્નપૂર્ણેશ્વરી દેવી, વેકટરમાની સ્વામી, પાંડુરંગ સ્વામી, પંચમુખ ગણપતિ, રામ-લક્ષ્મણ-સીતાનાં મંદિરો શામેલ છે. આ મંદિરમાં શિવલિંગની સંખ્યા દરરોજ વધી રહી છે.

એવું માનવામાં આવે છે કે જે ભક્તોની ઇચ્છા પૂર્ણ થાય છે, તે ભક્તો અહીં આવે છે અને શિવલિંગની સ્થાપના કરે છે, જેના કારણે અહીં દરરોજ શિવલિંગની સંખ્યા વધી રહી છે. મહાશિવરાત્રી પર અહિં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. દૂર-દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે.

Leave a Reply

Your email address will not be published.