આટલા અધધધ કરોડની કમાણી, લક્ઝુરિયસ બંગલો, મોંઘી કાર, કંઈક આવી લાઈફસ્ટાઈલ જીવે છે રજનીકાંતના જમાઈ ધનુષ

બોલિવુડ

બોલિવૂડની ફિલ્મો અને તેમના સ્ટાર્સની લાઈફસ્ટાઈલ જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ ખૂબ જ લક્ઝરી લાઈફ જીવે છે. હવે સાઉથના પ્રખ્યાત સ્ટાર ધનુષને જ લઈ લો. તેમની લક્ઝરી લાઈફસ્ટાઈલ જોઈને તમારી આંખો ફાટી રહી જશે. તેમની પાસે પણ ખૂબ પૈસા છે. આ દિવસોમાં ધનુષ ‘અસુરન’ ફિલ્મ માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ જીતવાને લઈને ચર્ચામાં છે.

મલ્ટીટેલેંટેડ છે ધનુષ: ધનુષ એક અભિનેતા હોવાની સાથે-સાથે ડિરેક્ટર, પ્રોડ્યુસર અને પ્લેબેક સિંગર પણ છે. 2013માં તેમનું ગાયેલું ગીત ‘કોલાવેરી ડી’ ખૂબ પ્રખ્યાત થયું હતું. આ ગીતે તેમને રાતોરાત સ્ટાર બનાવી દીધા હતા. આ જ વર્ષે તેમણે બોલિવૂડમાં ‘રાંઝણા’ ફિલ્મથી ડેબ્યૂ પણ કર્યું હતું. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. આ ફિલ્મમાં તેની સામે સોનમ કપૂર હતી.

રજનીકાંતના જમાઈ છે ધનુષ: ધનુષ સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતના જમાઈ પણ છે. તેમણે 2004માં રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા આર ધનુષ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને ત્રણ બાળકો યાત્રા રાજા, લિંગા રાજા અને લિંગા ધનુષ છે. રજનીકાંત જેવા સુપરસ્ટારના જમાઈ હોવા છતાં ધનુષે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

ભાઈના કહેવા પર કરી ફિલ્મોમાં એંટ્રી: ધનુષનું સાચું નામ વેંકેટશ પ્રભુ કસ્તુરી રાજા છે. તેમના પિતા કસ્તુરી રાજા તમિલ ફિલ્મોના ડિરેક્ટર અને પ્રોડ્યુસર છે. તેમનો ભાઈ સેલ્વા રાઘવન પણ ફિલ્મ ડિરેક્ટર છે. ભાઈના કહેવા પર જ ધનુષે ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું હતું.

એક ફિલ્મ માટે લે છે આટલા કરોડ: મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ધનુષ પોતાની દરેક ફિલ્મ માટે 7 થી 8 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે. તેમની વાર્ષિક કમાણી લગભગ 15 કરોડ રૂપિયા છે. એટલે કે તે મહિને લગભગ 1 કરોડ રૂપિયાની કમાણી કરી લે છે. તેમને આ પૈસા ફિલ્મોની સાથે-સાથે જાહેરાત અને બ્રાંડનું પ્રમોશન કરીને પણ મળે છે. સાથે જ તે ઘણા પ્રાઈવેટ ફંક્શન અટેંડ કરવા માટે પણ ચાર્જ લે છે.

આટલા કરોડની છે કુલ સંપત્તિ: 2021માં ધનુષની નેટ વર્થ એટલે કે કુલ સંપત્તિ વિશે વાત કરીએ તો તે 22 મિલિયન ડોલર એટલે કે લગભગ 160 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ છેલ્લા પાંચ વર્ષમાં ધનુષની નેટવર્થમાં દર વર્ષે એકથી બે મિલિયન ડોલરનો વધારો થઈ રહ્યો છે. જો તે આ જ ગતિએ આગળ વધતા ગયા તો તે આવનારા સમયમાં વધુ અમીર બની જશે.

પોશ વિસ્તારમાં છે લક્ઝુરિયસ બંગલો: ધનુષનું ઘર ચેન્નઈમાં છે. અહીં તે સૌથી પોશ વિસ્તારમાં પોતાના પૂરા પરિવાર સાથે રહે છે. તેમનો બંગલો દેખાવમાં ખૂબ જ સુંદર છે. અંદર અને બહાર બંને બાજુથી આ બંગલો એક લક્ઝરી ફિલિંગ આપે છે. ધનુષના આ બંગલાની કિંમત લગભગ 20 થી 25 કરોડ છે. જોકે ધનુષ પાસે અન્ય ઘણી પ્રોપર્ટી છે જેમાં તેમણે પોતાના પૈસા ઈનવેસ્ટ કર્યા છે.

લક્ઝરી કારનો છે શોખ: ધનુષને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. તેમની પાસે એકથી એક ચઢિયાતી મોંઘી અને સુંદર કારનું કલેક્શન છે. જેમાં તેની 7 કરોડ રૂપિયાની રોલ્સ રોયસ ઘોસ્ટ પણ શામેલ છે. સાથે જ તેમની પાસે 1.5 કરોડની રેન્જ રોવર, 1.4 કરોડની મર્સિડીઝ બેન્ઝ અને 1.11 કરોડની જેગુઆર પણ છે.