અક્ષય કુમાર ફિલ્મો ઉપરાંત આ ચીજોમાંથી પણ કરે છે કરોડોની કમાણી, 2020 માં કરી આટલા અધધધ રૂપિયાની કમાણી

બોલિવુડ

હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા અક્ષય કુમાર તેની સુંદર એક્ટિંગની સાથે છપ્પડફાડ કમાણી માટે પણ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં એક અલગ અને એક ખાસ ઓળખ ધરાવે છે. અક્ષય કુમાર બોલિવૂડના એક એવા અભિનેતા છે જે એક વર્ષમાં સરળતાથી ત્રણથી ચાર ફિલ્મો કરે છે. 53 વર્ષની ઉંમરે પણ અક્ષય કુમાર એક પછી એક હિટ ફિલ્મો આપી રહ્યા છે.

અક્ષય કુમારના કામની સાથે તેની કમાણી પણ ઘણીવાર ચર્ચામાં રહે છે. અક્ષય કુમારની વર્ષ 2020 ની વાત કરીએ તો આ વર્ષે તેણે અબજો રૂપિયાની કમાણી કરી છે. તાજેતરમાં એક અહેવાલ બહાર આવ્યો છે, જેમાં અક્ષય કુમારની વર્ષ 2020 ની કુલ કમાણીની માહિતી શેર કરવામાં આવી છે.

જણાવી દઈએ કે તાજેતરમાં જ ફોર્બ્સે દુનિયાના સૌથી વધુ કમાણી કરતા ટોપ 100 સેલિબ્રિટીનું એક લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં હિન્દી સિનેમાના સુપરસ્ટાર અક્ષય કુમારને પણ સ્થાન આપવામાં આવ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફોર્બ્સના તાજેતરના લિસ્ટમાં અક્ષયને 52 મું સ્થાન મળ્યું છે.

ફોર્બ્સના અહેવાલ મુજબ ખિલાડી કુમારે વર્ષ 2020 માં કુલ 48.5 મિલિયન ડોલરની કમાણી કરી છે. ભારતીય ચલણમાં આ રકમ 356 કરોડ રૂપિયા છે. નોંધપાત્ર વાત એ છે કે અક્ષય કુમાર ફિલ્મો તેમજ એડમાંથી પણ ખૂબ મોટી કમાણી કરે છે. તે બોલિવૂડના સૌથી વધુ ફી લેના અભિનેતાઓમાંના પણ એક છે. જણાવી દઇએ કે આ પહેલા, ફિર્બ્સે ઓગસ્ટ 2020 માં દુનિયાભરના સૌથી અમીર અભિનેતાનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં પણ અક્ષય કુમારનું નામ શામેલ હતું. જણાવી દઈએ કે આ લિસ્ટમાં સ્થાન મેળવનાર તે એકમાત્ર ભારતીય હતા.

અતરંગી માટે લીધી છે 120 કરોડ રૂપિયા ફીસ: અક્ષય કુમારને હિટ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે દરેક ફિલ્મમેકર તેમને તેની ફિલ્મમાં લેવા ઇચ્છે છે. કારણ કે અક્ષય કુમારનું કોઈ પણ ફિલ્મમાં હોવું ગેરેંટી માનવામાં આવે છે. જણાવી દઇએ કે આ સમયે અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ અતરંગી રેના શૂટિંગમાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે, અક્ષય કુમાર આ ફિલ્મ માટે 120 કરોડ રૂપિયાની ખૂબ જ મોટી ફી લઈ રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે અભિનેત્રી સારા અલી ખાન અને અભિનેતા ધનુષ પણ જોવા મળશે.

અક્ષય કુમારની ગણતરી હિન્દી સિનેમાના ખૂબ જ શિસ્તબદ્ધ અને વ્યસ્ત અભિનેતાઓમાં પણ શામેલ છે. અક્ષય પાસે અતરંગીની સાથે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. અક્ષય કુમાર છેલ્લે ફિલ્મ લક્ષ્મીમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નવેમ્બર 2020 માં દિવાળી નિમિત્તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. અક્ષય કુમાર તેમાં એક ટ્રાન્સજેન્ડરની ભૂમિકામાં જોવા મળ્યા હતા. તેની સાથે મુખ્ય ભુમિકામાં અભિનેત્રી કિયારા અડવાણીએ કામ કર્યું હતું.

જણાવી દઈએ કે અક્ષય કુમારની ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મમાં સૂર્યવંશી શામેલ છે. માર્ચ 2020 માં સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ થયું હતું, પરંતુ કોરોનાને કારણે તે ફિલ્મ હજી રિલીઝ થઈ નથી. અક્ષયની આ ખૂબ જ પ્રતિષ્ઠિત ફિલ્મ કહેવામાં આવી રહી છે, જેમાં તેની સાથે અભિનેત્રી કેટરિના કૈફ મુખ્ય ભૂમિકામાં હશે.

અક્ષય કુમારની આગામી ફિલ્મોમાં બચ્ચન પાંડે, બેલ બોટમ, રામ સેતુ, રક્ષા બંધન, પૃથ્વીરાજ ચૌહાણ પણ શામેલ છે. તેમાંથી બેલ બોટમનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બચ્ચન પાંડેનું શૂટિંગ પણ ચાલી રહ્યું છે. આશા છે કે, આ વર્ષે પણ અક્ષય કુમાર ત્રણથી ચાર ફિલ્મોમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published.