તૈમુરથી લાખ ગણી ક્યૂટ છે તેની બહેન ઈનાયા, આંખો એટલી સુંદર કે કોઈનું પણ મન મોહી લે, જુવો તેનો આ સુંદર વીડિયો

બોલિવુડ

સોશિયલ મીડિયાના આ જમાનામાં સ્ટાર કિડ્સ ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યા છે. હવે એ દિવસો ગયા જ્યારે ફિલ્મોમાં ડેબ્યુ કર્યા પછી જ લોકો સ્ટાર કિડ્સને ઓળખતા હતા. હવે તેના જન્મથી જ તે સોશિયલ મીડિયા સ્ટાર બની ગયા છે. ઉદાહરણ તરીકે બોલિવૂડના નાના નવાબ અને સૌથી લોકપ્રિય સ્ટાર કિડ તૈમુર અલી ખાનને જ લઈ લો. તેની સુંદરતા અને લોકપ્રિયતા કોઈથી છુપાઈ નથી. પરંતુ આજે અમે તમને તૈમૂરની બહેન ઇનાયા નૌમી ખેમુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ઇનાયા સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાન અને તેના પતિ કુણાલ ખેમુની પુત્રી છે. સોહા અને કુણાલના લગ્ન વર્ષ 2015માં થયા હતા. લગ્નના બે વર્ષ પછી એટલે કે 2017 માં, સોહાએ એક સુંદર પુત્રી ઇનાયાને જન્મ આપ્યો હતો. ઈનાયાનો જન્મ થયો ત્યારથી જ સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ હતી. લોકો તેની ક્યુટનેસના દિવાના બની ગયા હતા.

સુંદર આંખો સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી ઈનાયા: તાજેતરમાં જ ઈનાયાનો અન્ય એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે પોતાની માતા સોહા અલી ખાન સાથે જોવા મળી રહી છે. આ દરમિયાન ઇનાયા સફેદ ટોપ અને પિંક ફ્રોકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. તેણે સેફ્ટી માટે સુંદર માસ્ક પણ પહેર્યું છે. સાથે જ તેના પગમાં વ્હાઈટ મોજાં પર બ્લેક શૂઝ ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે.

જોકે તેના ક્યૂટ લુકથી વધુ તેની સુંદર આંખો લોકોને આકર્ષિત કરી રહી છે. દરેક તેની સુંદર આંખોની પ્રસંશા કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઇનાયાની આંખો અત્યારે સ્ટાર કિડ્સમાં સૌથી સુંદર છે.

મીડિયાને સુંદર આંખોથી જોતા જોવા મળી: વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ઈનાયા પોતાની માતાનો હાથ પકડીને ધીરે ધીરે ચાલી રહી છે. આ દરમિયાન, તેની સુંદર અને નાની આંખો મીડિયાને ટુકુર ટુકુર ઘુરતા જોવા મળે છે. તેમની ક્યુટનેસનું એક અલગ જ લેવલ હોય છે. ચાહકો તો એમ પણ કહી રહ્યા છે કે ઈનાયા લુકમાં તેના ભાઈ તૈમુર અને જેહ અલી ખાન કરતા પણ વધુ ક્યૂટ છે. સાથે જ ઘણા લોકો ઇનાયાની આંખોની પ્રસંશા કરતા પણ જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

અહીં જુઓ ઇનાયાનો ક્યૂટ વીડિયો: જણાવી દઈએ કે સોહા અલી ખાન અને કુણાલ ખેમુ અવારનવાર સોશિયલ મીડિયા પર પુત્રી ઇનાયાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. હવે ઇનાયાનો એક અલગ જ ફેન બેસ બની ચુક્યો છે. લોકો તેમના પર ખૂબ પ્રેમ વરસાવે છે. તે દરેકની ફેવરિટ ફીમેલ સ્ટાર કિડ બની ગઈ છે.