તુલસી વિવાહ: તુલસી પૂજામાં આ 5 બાબતોનું રાખો ધ્યાન, નહિં તો નારાજ થઈ જશે માતા તુલસી

ધાર્મિક

હિન્દુ પંચાંગ મુજબ કારતક મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પર દર વર્ષે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2020 માં, આ એકાદશી તિથિ 25 નવેમ્બરથી શરૂ થશે અને 26 મીએ સમાપ્ત થશે. કેટલીક જગ્યાએ બારશની તિથિએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, તુલસી વિવાહના દિવસે ભગવાન શાલિગ્રામ અને તુલસી માતાના લગ્ન ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે. આ દિવસે માતા તુલસીની પૂજા કરવામાં આવે છે. પરંતુ તુલસી પૂજાને લગતી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સાંજના સમયે દીવો પ્રગટાવો: ઘરમાં લગાવેલા તુલસીને નિયમિતપણે જળ અર્પણ કરવું જોઈએ, અને સાંજના સમયે દીવો પ્રગટાવવો જોઈએ. જે ઘરમાં તુલસી માતા સામે સવાર-સાંજ દિવો પ્રગટાવવામાં આવે છે અને જળ અર્પણ કરવામાં આવે છે, માતા લક્ષ્મીના આશીર્વાદ તે ઘર પર હંમેશા રહે છે. રવિવારે તુલસીને જળ ન ચઢાવવું જોઈએ.

તામસિક ચીજોથી દૂર રહેવું: તુલસીનો છોડ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. ભગવાન વિષ્ણુની પૂજામાં કોઈ પણ પ્રકારની તામસિક ચીજોનો ઉપયોગ અયોગ્ય માનવામાં આવે છે. તેથી, જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં ક્યારેય પણ માંસ અને દારૂનું ભૂલથી પણ સેવન ન કરવું જોઈએ. જે લોકો તેમના ગળામાં તુલસીની માળા પહેરે છે, તેઓએ ક્યારેય પણ તામસિક ચીજોનું સેવન કરવું જોઈએ.

દિશાનું ધ્યાન રાખો: તુલસીનો છોડ પણ વાસ્તુ દોષને દૂર કરવામાં સક્ષમ છે. જ્યાં પણ તુલસીનો છોડ હોય છે ત્યાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. પરંતુ તુલસીનો છોડ ક્યારેય પણ દક્ષિણ દિશામાં ન હોવો જોઈએ. તે તમારા માટે અશુભ બની શકે છે. તુલસીનો છોડ હંમેશાં ઉત્તર-પૂર્વ અથવા ઉત્તર દિશામાં રોપવો જોઈએ. જો તમારા ઘરમાં યોગ્ય જગ્યા છે, તો પછી તુલસીના છોડને ઘરના આંગણાની વચ્ચે રોપવો જોઈએ. તે ખૂબ જ શુભ પરિણામ આપે છે.

જમીનમાં ન વાવો તુલસી: કેટલાક લોકો તેમના ઘરમાં જમીનમાં તુલસીનો છોડ રોપતા હોય છે, પરંતુ તુલસીનો છોડ હંમેશા કોઈ વાસણમાં રોપવો જોઈએ. એવું માનવામાં આવે છે કે જમીન પર વાવેલો તુલસીનો છોડ અશુભ પરિણામ આપે છે. તેનાથી ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે.

આ બાબતોનું રાખો ધ્યાન: રવિવાર, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ અને સૂર્યાસ્ત પછી તુલસીના પાન ક્યારેય ન તોડવા જોઈએ. તુલસીના પાન કોઈ પણ જરૂરિયાત વગર તોડવા જોઈએ નહીં. જો તમે ઘરે તુલસીનો છોડ રોપ્યો છે તો તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તુલસીનો છોડ સુકાઈ જય છે તો તેની જગ્યાએ કોઈ નવો છોડ વાવો. સુકાઈ ગયેલા છોડને આમ તેમ ન ફેકો. પરંતુ તેને કોઈ નદીમાં પ્રવાહિત કરો.

4 thoughts on “તુલસી વિવાહ: તુલસી પૂજામાં આ 5 બાબતોનું રાખો ધ્યાન, નહિં તો નારાજ થઈ જશે માતા તુલસી

Leave a Reply

Your email address will not be published.