ફાઈવ સ્ટાર હોટલ છે કે મહેલ? આ લક્ઝુરિયસ ઘરમાં રહે છે સચિન તેંડુલકર, જુવો તસવીરો

રમત-જગત

‘માસ્ટર બ્લાસ્ટર’, ક્રિકેટના ભગવાન જેવા નામોથી દુનિયાભરમાં ખાસ ઓળખ ધરાવતા ભારતા પૂર્વ બેસ્ટ બેટ્સમેન સચિન તેંડુલકર એ ક્રિકેટની દુનિયામાં ખુબ જ મોટું નામ બનાવ્યું છે. દેશ-વિદેશના ઘણા યુવાનોએ સચિન તેંડુલકરને જોઈને બેટ હાથમાં લીધું છે. સચિન તેંડુલકરની ગણતરી દુનિયાના સૌથી અમીર ક્રિકેટરોમાં પણ થાય છે.

તેમના સમયમાં સચિન તેંડુલકર દુનિયાના સૌથી સફળ અને મોંઘા ખેલાડીઓમાં શામેલ રહ્યા છે. 24 વર્ષ સુધી સચિન તેંડુલકરે ક્રિકેટના મેદાન પર ધૂમ મચાવી છે અને સચિને લગભગ અઢી દાયકાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણું મેળવ્યું છે. વર્ષ 2013 માં સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધી હતી.

સચિન તેંડુલકરે લગભગ 8 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે, જોકે આજે પણ તે ક્રિકેટની દુનિયામાં ખૂબ ચર્ચામાં રહે છે. સચિને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ પણ સંભાળી ચુક્યા છે અને તે રાજ્યસભાના સાંસદ છે. સચિન તેંડુલકર તેની માતા, પત્ની અંજલી, પુત્રી સારા અને પુત્ર અર્જુન તેંડુલકર સાથે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં રહે છે. અહીં તેનો ખૂબ જ સુંદર અને લક્ઝરી બંગલો છે. ચાલો તમને આજે ક્રિકેટના ભગવાનના આ ઘરની સફર કરાવીએ.

સચિન તેંડુલકરનું ઘર 6000 ચોરસ ફૂટમાં બનેલું છે અને આ સંપત્તિ સચિને વર્ષ 2007 માં પારસી પરિવાર પાસેથી ખરીદી હતી. પહેલા આ ઘર ‘દોરાબ વિલા’ તરીકે પ્રખ્યાત હતું. મળતી માહિતી મુજબ સચિને આ મકાન માટે 39 કરોડ રૂપિયાની કિંમત ચૂકવી હતી. તેને ખરીદવા પર માસ્ટર બ્લાસ્ટરે તેને રિનોવેટ કરાવ્યું હતું.

સચિન તેંડુલકરના આ બંગલાના રિનોવેશના માટે 4 વર્ષનો સમય લાગ્યો હતો. ચાર વર્ષ પછી 2011 માં સચિન તેના પરિવાર સાથે આ ઘરમાં શિફ્ટ થયો હતો. સચિનનું ઘર જોવામાં કોઈ મહેલ અથવા ફાઇવ સ્ટાર હોટલ જેવું સુંદર અને લક્ઝરી છે.

ઘરનો પ્રવેશદ્વાર લાકડાથી બનેલા છે જે ખૂબ જ મજબૂત છે. જો આપણે ફ્લોર પર નજર કરીએ, તો પછી પ્રવેશદ્વારના ફ્લોર માટે બ્લેક મારબલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને ઘરના અંદરનું ફ્લોરિંગ મારબલનું કરવામાં આવ્યું છે.

ક્રિકેટના ભગવાનને ભગવાનમાં ઉંડી શ્રદ્ધા છે. સચિન તેંડુલકર, હાથ જોડીને અને માથું ઝુકાવીને સચિન તેંડુલકર પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશની સામે બેઠા છે. સાથે જ તેની પત્ની અંજલી બેઠેલી છે. તમે જોઈ શકો છો કે ઘરની દિવાલોનો રંગ સફેદ છે અને દિવાલો પર પેઇન્ટિંગ્સ પણ લગાવેલી છે.

અન્ય એક તસ્વીરમાં સચિન તેની પત્ની અને પુત્રી બંને સાથે જોવા મળી રહ્યો છે અને તેઓ ભગવાન ગણેશની આરતી કરી રહ્યા છે. આ તસવીરમાં સચિન ભગવાન શ્રીનાથની તસવીર સાથે જોઇ શકાય છે.

સચિન તેંડુલકર તેના ઘરના ડાઇનિંગ એરિયામાં. તેમની પાછળ ખૂબ જ લક્ઝરી અને સુંદર સોફા જોવા મળે છે. સચિનનો બંગલો કુલ પાંચ માળનો છે. નીચેના બે માળ બેસમેંટ એરિયા છે. જેમાં એક સાથે 50 થી 60 વાહનો પાર્ક કરી શકાય છે. ઉપરના ત્રણ માળ પર સચિનનો પરિવાર રહે છે.

બાલકની મનથી શહેરનો મન મોહી લે તેવો નજારો જોવા મળે છે. સચિન તેંડુલકરે પોતાના ઘરમાં હરિયાળીને પણ ઘણી જગ્યા આપી છે. તેના મકાનમાં ખૂબ મોટો અને ખુલ્લો ગાર્ડન એરિયા પણ છે. સચિન તેંડુલકર અહીં ઘણીવાર વર આઉટ પણ કરે છે.

સચિન તેંડુલકરના ઘરનું ઈંટીરિયર ખૂબ જ ખાસ અને આકર્ષક છે. સચિન તેંડુલકર તેની માતા સાથે. સચિનના ઘરમાં હાજર આ તસવીર મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરતી રહે છે. સચિને આ ફેન મેડ આ સ્કેચને વિશેષરૂપે લગાવ્યો છે.