સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાથી આ પ્રભાવ પડે છે તમારી જિંદગી પર, જાણો શું કરવુ જોઇએ

ધાર્મિક

સવારે ઉઠીને ઘણા લોકોને તેમનો ચહેરો અરીસામાં જોવાની ટેવ હોય છે અને પોતનો ચહેરો જોયા પછી જ દિવસની શરૂઆત કરે છે. જો કે વાસ્તુ શાસ્ત્ર મુજબ સવારે સૌ પ્રથમ તમારા ચહેરાને અરીસામાં જોવું શુભ નથી અને આવું કરવાથી જીવનમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેથી જો તમને પણ સવારે ઉઠીને સૌથી પહેલા અરીસો જોવાની ટેવ છે તો આ ટેવ બદલી નાખો.

સવારે ઉઠીને ન જુઓ અરીસો, જીવન પર પડે છે ખરાબ અસર: નકારાત્મક ઉર્જાની અસર વધે છે. વાસ્તુ વિજ્ઞાન મુજબ, સવારે આપણે જ્યારે સુઇને ઉઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં નકારાત્મક ઉર્જાની અસર હોય છે અને આ કારણોસર આપણા ચહેરાને અરીસામાં જોવો શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે નકારાત્મક ઉર્જાની સૌથી મોટી અસર આપણા ચહેરા પર જ જોવા મળે છે. તેથી, જ્યારે આપણે આપણો ચહેરો જોઈએ છીએ, ત્યારે નકારાત્મક ઉર્જાની અસર વધી જાય છે. એવું પણ માનવામાં આવે છે કે જે લોકો સવારે પોતાનો ચહેરો અરીસામાં જુએ છે, તેમનો દિવસ સારો નથી જતો અને તેમને દિવસભર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

નથી મળતી કામમાં સફળતા: જે લોકો રોજ સવારે ઉઠીને સૌથી પહેલા તેમનો ચહેરો જુએ છે, તે લોકોને કામમાં સફળતા મળતી નથી. તેથી જે લોકોને પણ સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાની ટેવ છે તો તેઓ આ ટેવ બદલી નાખો.

ક્યારે જુવો અરીસામાં: અરીસામાં તમે હંમેશા મોં ધોયા પછી જ જુવો. ખરેખર ચહેરો ધોવાથી ચહેરા પર રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ચહેરા પર સકારાત્મક ઉર્જા આવે છે.

સવારે ઉઠ્યા પછી કરો આ કામ: સવારે ઉઠ્યા પછી આ કાર્યો કરો. આ કાર્યો કરવાથી તમારો દિવસ સારો પસાર થાય છે અને તમને દરેક કાર્યમાં સફળતા મળે છે. સવારે ઉઠતાંની સાથે જ સૌથી પહેલા માતા ધરતીને સ્પર્શ કરો અને તેના આશીર્વાદ લો. આ પછી તમારા બંને હાથ ભેગા કરીને તમારા હાથની રેખાને જુવો. એવું માનવામાં આવે છે કે હાથની રેખાઓ જોવાથી દિવસની શરૂઆત સારી થાય છે. તમારા મોંને ઠંડા પાણીથી ધુવો અને સ્નાન કરો. સ્નાન કર્યા પછી પૂજા કરો અને સૂર્ય દેવને જળ અર્પણ કરો. જો શક્ય હોય તો તુલસી માં ની સામે દીવો જરૂર પ્રગટાવો. જો ઘરમાં તમારા કરતા કોઈ મોટા સભ્ય હોય, તો તે સભ્યના પગને સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ જરૂર લો. દરરોજ સવારે ઓછામાં ઓછી 15 મિનિટ માટે વ્યાયામ કરો અથવા મોર્નિંગ વૉક પર જાઓ. સવારના નાસ્તામાં માત્ર હેલ્ધી ખોરાક જ લો.

રાત્રે સૂતા પહેલા કરો આ કામ, ઉંઘ સારી આવશે: રાત્રે સુતા પહેલા તમારા ભગવાનનું સ્મરણ કરો અને ભગવાન પાસે કોઇ પણ પ્રકારની થયેલી ભૂલની ક્ષમા માંગો. સૂતા પહેલા ધ્યાન પણ જરૂર કરો. ધ્યાન કરવાથી દિવસભરનો તણાવ સમાપ્ત થાય છે અને ઉંઘ સારી આવે છે. સૂતા પહેલા ગરમ દૂધ પણ પીવો. દૂધ પીવાથી શરીરનો થાક સમાપ્ત થાય છે.

8 thoughts on “સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવાથી આ પ્રભાવ પડે છે તમારી જિંદગી પર, જાણો શું કરવુ જોઇએ

 1. Valuable information. Lucky me I found your website by accident, and I am surprised why this accident
  didn’t happened in advance! I bookmarked it.

 2. I think this site holds some rattling great info for everyone :D. “The public will believe anything, so long as it is not founded on truth.” by Edith Sitwell.

 3. Aw, this was a very good post. Taking a few minutes and actual effort to make a great article… but what can I say… I hesitate a whole lot and don’t manage to
  get anything done.

 4. Nice blog right here! Also your web site a lot
  up fast! What web host are you the usage of? Can I am getting your associate hyperlink
  for your host? I want my site loaded up as fast as yours lol

Leave a Reply

Your email address will not be published.