મોડેલિંગના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી બચ્ચન પરિવારની વહુ, જુવો પ્રિયંકાની મોડેલિંગની તસવીરો

બોલિવુડ

બોલિવૂડમાં એકથી એક ચઢિયાતી અભિનેત્રીઓ છે, જેના પર ચાહકો પોતાનોની જાન છિડકે છે. તેમાની એક એશ્વર્યા રાય બચ્ચન પણ છે. જે આજે ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેના નામનો સિક્કો આખી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ચાલતો હતો. એશ્વર્યાએ ફક્ત બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ ખૂબ નામ અને ખ્યાતિ મેળવી છે. 1 નવેમ્બરના રોજ તેણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. જણાવી દઈએ કે એશે ફિલ્મી દુનિયામાં આવતા પહેલા ખૂબ જ સંઘર્ષ કર્યો હતો. તે એક સમયે સફળ મોડેલ રહી છે. વર્ષ 1994 માં તેણે મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

એશ્વર્યા રાયની વધતી ઉંમર સાથે તેની સુંદરતા પણ વધી રહી છે. તેની કારકિર્દીના શરૂઆતના દિવસોમાં, તે ખૂબ પાતળી હતી. આજેની આ ખાસ પોસ્ટમાં, અમે તમને તેની કેટલીક જૂની અને ન જોઈ હોય તેવી તસવીરો દેખાડી રહ્યા છીએ, જેમાં એશ્વર્યાને જોઈને તમે પણ વિચારમાં પડી જશો. આ તસવીરો જોઈને કોઈ વિચારી પણ નહિં શકે કે એશ્વર્યા આટલી બદલાઈ શકે છે કારણ કે તેના જૂના લુક અને નવા લુક વચ્ચે જમીન આકાશનો તફાવત છે.

જણાવી દઈએ કે એશ્વર્યા રાયે મિસ વર્લ્ડ પેજેન્ટનો ખિતાબ જીત્યા પછી વર્ષ 1997 સુધી મોડેલિંગ ચાલુ રાખ્યું. આ પછી, તેમણે સાઉથની ફિલ્મોથી ફિલ્મી દુનિયામાં એન્ટ્રી લીધી. તેની પહેલી ફિલ્મ ‘ઇરુવર’ હતી જેનું નિર્માણ મણિરત્નમે કર્યું હતું. આ ફિલ્મ પછી, તેણે ક્યારેય પાછળ વળીને જોયું નથી અને સફળતાની સીડીઓ ચઢતી રહી.

જ્યારે એશ્વર્યા રાય મિસ વર્લ્ડ બની ત્યારે તે ઘણા મોટા નેતાઓને મળી હતી. થોડા સમય પહેલા, નેલ્સન મંડેલાનો 100 મો જન્મદિવસ ગયો હતો. આ પ્રસંગે એશ્વર્યાએ તેને યાદ કરીને પોતાની અને તેમની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

એશ્વર્યા રાયની ફિલ્મની સફર ખૂબ જ આનંદદાયક રહી છે. આજે ભલે તે બોલિવૂડની સૌથી મોટી હસ્તીઓમાં શામેલ છે. પરંતુ તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “ઔર પ્યાર હો ગયા” થી પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘દેવદાસ’, ‘ગુઝારિશ’, ‘મોહબ્બતે’, ‘એ દિલ હૈ મુશકિલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

એશ્વર્યા શરૂઆતથી જ ખૂબ ગંભીર રહી છે અને હંમેશા નવા એક્સપેરિમેંટ્સ કરતી રહી છે. તે તેના શાનદાર લુકને કારણે ઘણા લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ છે. આ તસવીરો એશ્વર્યાની બેસ્ટ તસવીરોમાં શામેલ છે. આમાં પર્લ જ્વેલરી તેમના પર ખૂબ સૂટ થઈ રહી છે. એશ્વર્યા અનિલ કપૂર, રાજકુમાર રાવ સાથે હાલમાં જ ફિલ્મ ‘ફન્ને ખાં’ માં જોવા મળી હતી. જો કે આ ફિલ્મ ફ્લોપ રહી હતી, પરંતુ તેમાં તેના પાત્ર અને લુકની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

2 thoughts on “મોડેલિંગના દિવસોમાં કંઈક આવી દેખાતી હતી બચ્ચન પરિવારની વહુ, જુવો પ્રિયંકાની મોડેલિંગની તસવીરો

Leave a Reply

Your email address will not be published.